એક વાત કહુ?

60 વર્ષનો વૃદ્ધ પુરુષ થયો ગર્ભવતી, રિપોર્ટ જોઇને ડૉકટર પણ હેરાન, જાણો શું છે હકીકત

એક સમાચાર આવી રહ્યા છે કે જેના પર તમે ભાગ્યે જ વિશ્વાસ કરી શકો. તમે આ વાતને સ્વીકારવા તૈયાર નહીં થાવ. તમે આ પહેલા વૃદ્ધ મહિલાઓની ગર્ભાવસ્થા વિશે સાંભળ્યું જ હશે. પરંતુ કોઈને વિશ્વાસ નહીં થાય કે વૃદ્ધ પુરુષ ગર્ભવતી થાય છે. તમે તેના પર વિશ્વાસ કરો કે નહીં પણ તે સાચું છે. આવી જ એક ઘટના પાકિસ્તાનના પંજાબ પ્રાંતના ખાનેવાલથી સામે આવી છે. ત્યાં એક પ્રયોગશાળાએ 60 વર્ષીય વૃદ્ધને ગર્ભવતી હોવાનું જાહેર કર્યુ છે. આ બાબત સાંભળીને ડૉક્ટરથી લઈને પરિવાર સુધી તમામ આશ્ચર્યચકિત થઈ ગયા છે.

હકીકતમાં અલ્લા બિટ્ટા નામનો એક વૃદ્ધ વ્યક્તિ ઘણા દિવસથી બિમાર હતો અને ખાનેવાલની ડી.એચ.ક્યુ. હોસ્પિટલમાં સારવાર માટે આવ્યો હતો. ત્યાં તેને યુરિન ટેસ્ટ કરાવવા જણાવ્યું હતું. ત્યારબાદ આ વ્યક્તિએ એક ખાનગી લેબમાં યુરિન ટેસ્ટ કરાવવા માટે ગયો હતો, પરંતુ જ્યારે રિપોર્ટ બહાર આવ્યો ત્યારે તેના હોશ ઉડી ગયા હતા. રિપોર્ટમાં તેમને ગર્ભવતી બતાવ્યું હતુ.

આ વાતની જાણકારી સરકારી અધિકારીઓ સુધી પહોંચી ત્યારે તે તેનાથી ચોંકી ઉઠ્યા, તેથી તેણે આ બાબતે તપાસ શરૂ કરી. આ મામલો પાકિસ્તાનના હેલ્થકેર કમિશન સુધી પહોંચ્યો. ત્યારબાદ ખાનેવાલના જિલ્લા કમિશનરે લેબને સીલ કરી દીધી હતી. લેબના માલિક અમીનની ધરપકડ કરવામાં આવી હતી.

Advertisement

આ લેબ DHQ હોસ્પિટલની પાસે છે. આરોગ્ય વિભાગે લેબની સંપૂર્ણ તપાસ કર્યા બાદ જણાવ્યું હતું કે લાઇસન્સ વગરનું ગેરકાયદેસર રીતે ચલાવવામાં આવી રહ્યું છે. અહીં કોઈ કાયદેસર ડૉકટરે કામ કર્યું ન હતું. આ લેબ છેલ્લા બે વર્ષથી કાર્યરત હતી.

Advertisement
Exit mobile version