75 હજાર રૂપિયામાં વેચાઈ એક કિલો ચા.. જાણીલો શું છે તેમાં ખાસ

75 હજાર રૂપિયામાં વેચાઈ એક કિલો ચા.. જાણીલો શું છે તેમાં ખાસ

ગુવાહાટી ટી ઓક્શન સેન્ટરે ગુરુવારે મનોહારી ગોલ્ડ સ્પેશલિટી ચાને 75 હજાર રૂપિયામાં પ્રતિકિલોગ્રામના ભાવથી વેચી છે. ગુવાહાટી ટી ઓક્શન બાયર્સ એસોસિએશનના સચિવ દિનેશ બિહાનીએ જણાવ્યું કે ગત વર્ષે પણ એક અન્ય બ્રાન્ડની ચા આ કિંમતે વેચાઈ હતી. મનોહારી ગોલ્ડ સ્પેશિયલ્ટી ટીનું વેચાણ કન્ટેમ્પરરી બ્રોકર્સ પ્રાઈવેટ લિમિટેડે કર્યું અને તેની ખરીદી ગુવાહાટીના ટી ટ્રેડર વિષ્ણુ ટી કંપનીએ કરી.

GTABAએ પોતાના ડિજિટલ ઈ-કોમર્સ વેબસાઈટ 9amtea.com દ્વારા વિશ્વમાં આ ચાનું વેચાણ કરશે. આ માર્કાની ચાને ગત વર્ષે 50,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામનું રેકોર્ડ પ્રાઈસ મળ્યું હતું. આ રેકોર્ડ આ વર્ષે તૂટી ગયો. આ વર્ષની ચા પણ એ જ બાગમાંથી આવી હતી, જ્યાંથી ગત વર્ષે આવી હતી.

ગત વર્ષે 75 હજારમાં વેચાઈ હતી ચા
ગત વર્ષે 13 ઓગસ્ટે આસામની વધુ એક સ્પેશયલ ચા 75 હજાર રૂપિયામાં પ્રતિકિલોગ્રામમાં વેચાઈ હતી. આ ચા ડિકોમ ટી એસ્ટેટે વેચી હતી. આ ચાને ગોલ્ડન બટરફ્લાઈ ટી બોલવામાં આવે છે. આ ચાને નામ એટલા માટે આપવામાં આવ્યું છે કારણ કે, આ ચાને બનાવવા માટે ચાની પત્તી માટે ગોલ઼્ડન ટિપનો ઉપયોગ કરવામાં આવે છે. જે ખુબ નરમ હોય છે.

Advertisement

GTACમાં ગત વર્ષે ઓર્થોડોક્સ ગોલ્ડન ટી ટિપ્સને 70501 રૂપિયા પ્રતિ કિલોગ્રામનું પ્રાઈસ મળ્યું હતું. તે આ માર્કાની ચા માટે રેકોર્ડ પ્રાઈસ હતું. GTAC ઉંચી પ્રાઈસ વાળી અસમ સ્પેશિયાલિટી ટીને શોકેસ કરવાના એક કેન્દ્રના રૂપમાં ઉભરી રહ્યું છે.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *