8મું ફેઈલ યુવકે બનાવી કરોડોની કંપની, ક્લાઈન્ટ લિસ્ટમાં સામે છે મોટા-મોટા ઉદ્યોગપતિ…

દરેક માતાપિતા તેમના બાળકને ભણાવી-ગણાવીને સફળ બનાવવા માંગે છે, પણ કહેવાય છે ને કે, જેમ પાંચ આંગળી સરખી હોતી નથી. તેમ દરેક વ્યક્તિ એકબીજાથી અલગ હોય છે. એવી રીતે દરેક વ્યક્તિ ભણતરમાં હોશિયાર હોય તેવું બનતું નથી.પરંતુ હાલના સમયમાં ભણતર વ્યક્તિનો પાયો મજબૂત બની ગયો છે. જેના સિવાય તે આગળ વધી શકતો નથી. એટલે મા-બાપ પણ પોતાનો બાળકને સૌથી શ્રેષ્ઠ શિક્ષણ આપવા માગે છે. પરંતુ કેટલાંક બાળકોને ભણવામાં રસ નથી હોતો, ત્યારે તેમના મા-બાપને દીકરાના ભવિષ્યને ઘણી ચિંતા રહે છે.

પરંતુ જરૂરી નથી કે, જે લોકો ભણવામાં આગળ ન હોય તે ભવિષ્યમાં કંઈ મેળવી શકતા નથી.આવું જ કંઈક મુંબઈના 8મું ફેઈલ છોકરાએ કરી બતાવ્યું છે. આવો જાણીએ આ છોકરા વિશે રસપ્રદ કહાણી..

મુંબઈમાં રહેતા આ છોકરાને ભણવામાં કોઈ રસ નહોતો. છતાં તેને અણધારી સફળતા પ્રાપ્ત કરરીને માતાપિતાનું ગૌરવ વધાર્યું. અહીં આજે અમે મુંબઇમાં રહેતા ત્રિશેનીત અરોરા વિશે વાત કરી રહ્યા છીએ. તૃષ્ણિતને નાનપણથી જ કોમ્પ્યુટર્સમાં ખૂબ રસ હતો, જેના કારણે તે ભણવામાં ધ્યાન કેન્દ્રિત કરી શકતો ન હતો. તે નાનપણથી જ કોમ્પ્યુટર પ્રત્યે ખૂબ આકર્ષિત હતો. તે હેકિંગ દ્વારા આવી ઘણી વસ્તુઓ કરતો, જે ભલભલા લોકોના વિચાર બહાર હતી. ત્રિશનીતે બાળપણમાં જ નક્કી કર્યું હતું કે, તે પોતાની કારકીર્દિ કમ્પ્યુટરમાં બનાવશે અને ત્યારબાદ તેણે શાળા છોડી દીધી અને કમ્પ્યુટરની દુનિયાને સમજવા લાગ્યો.

આજે તેના શોખના કારણે તેને એક અલગ ઓળખ મળી છે. ત્રિશનીત 23 વર્ષની ઉંમરે સાયબર સિક્યુરિટી નિષ્ણાત બની ગયો છે, અને તે પોતાની મહેનતથી કરોડો રૂપિયાની કમાણી કરી રહ્યો છે 19 વર્ષની ઉંમરે તેણે કમ્પ્યુટર સોફ્ટવેરને ક્લિનિંગ કરવાનું શીખી લીધું હતું. આ પછી તેને એક નાના પ્રોજેક્ટ પર કામ મળ્યું, જેના માટે તેને 60000 રૂપિયાની પહેલી આવક થઈ. ત્યારબાદ ત્રિશાનિત સાયબર સિક્યુરિટી કંપની બનાવવાનું નક્કી કર્યુ . આજે તેની કંપની TSE સિક્યુરિટી સોલ્યુશન તરીકે જાણીતી છે અને તેમની કંપની મોટી કંપનીઓને સાયબર સિક્યુરિટી આપે છે.

8 મું ફેઈલ થયા પછી, તેણે પોતાનો અભ્યાસ છોડી દીધો અને કમ્પ્યુટર પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું. આ સાથે, તેઓ કમ્પ્યુટર અને હેકિંગનો ઉંડો અભ્યાસ કરીને પોતાનુ ભવિષ્ય ઉજળું બનાવ્યું. આ વિદ્યાર્થી જેણે શાળાથી અંતર રાખ્યું છે, તેણે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય કે એક દિવસ તે એટલો પ્રખ્યાત થઈ જશે. આજે, તેની સખત મહેનતના આધારે, તેણે આ સ્થાન પ્રાપ્ત કર્યું છે, ઉલ્લેખનીય છે કે, રિલાયન્સ, પંજાબ પોલીસ અને અમૂલ જેવી મોટી કંપનીઓ સાયબર સુરક્ષાને કારણે તેની સાથે જોડાયેલી છે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021