Categories: દેશ

માતમનું અધારું એટલું ઘેરું હતું કે, દિવાળીનો પ્રકાશ પણ ઝાંખો પડી ગયો….

આખું વર્ષ જે થયું એ ઓછું હતું તે દિવાળીના દિવસે પણ લોકોના ઘરે માતમનો અંધકાર જોવા મળ્યો. જી હા… દેશભરના લોકો જ્યાં એક તરફ દિવાળી ઉજવી રહ્યાં હતા. ત્યાં બીજા તરફ કેટલાંક પરિવારોમાં માતમનો માહોલ જોવા મળ્યો હતો. કારણ કે, આ દિવસે એવા હ્દયદ્રાવક અકસ્માત થયા હતા, જેમાં કેટલાંય લોકોએ પોતાનો જીવ ગુમાવ્યા છે. આવો જાણીએ અકસ્માત વિશે ….

પુણે- બેગ્લોર હાઈ-વે પર શનિવાર સવારે ગમખ્વાર રોડ અકસ્માત થયો હતો. જેમાં 5 લોકોના મોત થયા હતા. મૃતકોમાં એક મહિલા, ત્રણ પુરુષો અને એક ત્રણ વર્ષનું બાળક હતું. મળતી માહિતી પ્રમાણે, આ અકસ્માત મિની બસ 50 ફૂટ નીચે પડવાના કારણે થયો હતો.

ભરતપુર, રાજસ્થાન જિલ્લાના થાણા વિસ્તારમાં શુક્રવારે બપોરે સડા ત્રણ કલાકે રોડ અકસ્માત થયો હતો. જેમાં 3 લોકોના મોત થયા હતા. એટલા જ લોકોના ઈજાગ્રસ્ત પણ થયા હતા. તપાસમાં બહાર આવ્યું છે કે, આ તેમના સંબંધીના મૃતદેહને તેમના ઘરે લઈને જતાં હતા. જેમનુ ગુરુવારે હાર્ટઅટેક આવતાં મોત થયું હતું.

અજમેર/ રેવાડી, રાજસ્થાનઃ આ તસવીર અજમેર જિલ્લાના રૂપગઢમાં ગુરુવારે થયેલા બે ટ્રકો વચ્ચે થયેલા અકસ્માતની છે. જેમાં 35 વર્ષીય ડ્રાઈવરનું મોત થયું છે. આ વ્યક્તિ હરિયાણાના રેવાડીનો રહેવાસી હતો. જેનું નામ વાસુ સિંહ રાજપૂત હતું. છે. અન્ય એક વ્યક્તિ પણ મોત થયું છે. જે ટ્રકનો ક્લીનર હોવાનું સામે આવ્યું છે. આ વ્યક્તિ ધાનોદનો નિવાસી છે. તેનું નામ સુનીલ હરિજન જાણવા મળ્યું છે. આગળની તપાસ ચાલું છે.

જયપુર, રાજસ્થાનઃ શુક્રવાર 6 નવેમ્બરે અજમેર રોડ સ્થિત એલિવેટેડ રોડ પર 100ની સ્પીડે કાર હંકારતી આ બે છોકરીઓએ એક યુવકનો જીવ લઈ લીધો. આ અકસ્માત એટલો, ખતરનાક હતો કે, યુવક હવામાં 30 ફૂટ ઉંચો ઉછળ્યો હતો. મૃતક માડારામ રૈબારી જોધપુરના બાજવા ગામનો રહેવાસી હતો. ક્યાં એ પોતાના ઘરની જવાબદારી સંભાળવા માગતો હતો ક્યાં આ છોકરીઓની બેદરકારીએ તેનો જીવ લઈ લીધો…

માડારામના મોતની ખબર સાંભળીને જયપુર પહોંચેલા તેના ભાઈ પ્રકાશે જણાવ્યું હતું કે, મૃતક છેલ્લા ચાર વર્ષથી કૉમ્પેટેન્ટીવ એક્સામની તૈયારી કરી રહ્યો હતો. તે  બહેનની સાથે તેની સાસરીમાં રહેતો હતો. એની ફી માટે તેમની માએ પોતાના ઘરેણાં પણ ગીરવે મૂકી દીધાં હતા.

મળતી માહિતી પ્રમાણે, આરોપી છોકરીઓ 100 સ્પીડે ઓડી કાર લઈને જતી હતી. તેમણે પાછળથી માડારામને એટલી જોરથી ટક્કર મારીને તે 30 ફૂટ અધ્ધર હવામાં ઉછળ્યો હતો.

હાલ, પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે, અને આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાનું જણાવી રહી છે. તો બીજી તરફ મૃતકનો પરિવાર પણ ન્યાયની માગ કરી રહ્યાં છે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021