Categories: મનોરંજન

અભિનેતા ફરાઝ ખાનનું 46 વર્ષે થયું નિધન, ઘણા સમયથી હતો બીમાર…

વર્ષ 2020 બોલીવુડ માટે દુઃખદ સ્વપ્ન જેવું સાબિત થઈ રહ્યું છે. આ કોરોના સમયગાળા દરમિયાન, બોલીવુડમાં એક પછી એક ઘણાં દિગ્ગજ કલાકારો ગુમાવ્યા છે. હવે અભિનેતા ફરાઝ ખાનનું પણ અવસાન થયું છે. 46 વર્ષની ઉંમરે ફરાઝ ખાને બેંગલુરુની એક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. તે લાંબા સમયથી બીમાર હતો. પૂજા ભટ્ટે આ સમાચાર સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. તેમણે ટ્વીટ કરીને ફરાઝના આ ટ્વીટ પર દુ: ખ વ્યક્ત કર્યું છે.


ફરાઝ ખાનનું અવસાન થયું

પૂજા ભટ્ટે ટ્વીટ કર્યું છે – ભારે હૃદયથી, મારે કહેવું પડશે કે, ફરાઝ ખાન હવે અમારી સાથે નથી. તમારી સહાય અને આશીર્વાદ માટે આભાર. પૂજા ભટ્ટે આશા વ્યક્ત કરી છે કે, ફરાઝના ગીતો હંમેશા યાદ રહેશે અને હંમેશા લોકોના દિલમાં ગુંજતા રહેશે.


સલમાન ખાને મદદ કરી

ફરાઝ ખાન એ યુગનો ખૂબ જ લોકપ્રિય અભિનેતા હતો. તેણે મહેંદી, ફારેબ, દુલ્હન બનૂ મેરી તેરી, ચાંદ બુજ ગયા જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું. પરંતુ થોડા સમય માટે આ અભિનેતા તબિયત ખરાબ હોવાને કારણે તે ચર્ચાના દોરથી દૂર હતો. આર્થિક સ્થિતિ પણ સારી ન હતી. એવું કહેવામાં આવ્યું હતું કે, અભિનેતા સલમાન ખાને આ મુશ્કેલ સમયમાં ફરાઝને ઘણી મદદ કરી હતી. જ્યારે તેની સારવાર બેંગ્લોરની હોસ્પિટલમાં ચાલી રહી હતી, ત્યારે સલમાને તેના તમામ બીલ ચૂકવી દીધા હતા. તેણે ફરાઝના પરિવાર પર કોઈ પણ પ્રકારનો આર્થિક બોજો આવવા દીધો નહીં. પૂજા ભટ્ટ પણ સોશિયલ મીડિયા દ્વારા સતત બધાની મદદ લેતી હતી.

ઉલ્લેખની છે કે, છેલ્લા કેટલાક સમયથતી ફરાઝ ખાનની હાલત નાજુક હતી. ફરાઝને બ્રેઈન ઈન્ફેક્શન અને ન્યુમોનિયા હતો. તેમને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડોકટરોના પ્રયત્નો છતાં તે બચી શક્યા નહી, અને તેમને દુનિયાને અલવિદા કહી દીધું.આ અભિનેતાના અવસાનથી બોલિવૂડના તમામ કલાકારો દુ:ખી છે અને સોશિયલ મીડિયા પર પોતાનું દુઃખ વ્યક્ત કરી રહ્યા છે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021