Categories: મનોરંજન

PUB Gની સાથે LUDO પણ ભારતમાં બંધ થતા સોશ્યલ મીડિયામાં બની રહ્યા છે કઇંક આવા MEMS

કેન્દ્રના માહિતી અને પ્રસારણ મંત્રાલયે, PUBG ગેમ સહિત ૧૧૮ ચાઈનીઝ લિંક્ડ મોબાઈલ એપ્લીકેશન્સ પર રાતોરાત પ્રતિબંધ મૂકી દીધો છે. સાથે જ લોકડાઉનમાં સૌની લોકપ્રિય લૂડો વર્લ્ડ- લૂડો સુપરસ્ટાર પર પ્રતિબંધ કર્યો છે.

 

આ પ્રકારે પ્રતિબંધ મૂકાવાને કારણે ટીનએજર્સ સહિત યુવાનો માટે જાણે બારે વહાણ ડૂબી ગયાં હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે. કોરોનાને પગલે લોકડાઉનમાં કલાકો સુધી PUBG અને LUDO  ગેમની મજા માણતા શાળા- કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સહિત યુવાનોને હવે આ ગેમ બંધ થઈ જવાથી ગમતું જ નથી.

 

ભારત સરકારે પબજી અને  લુડો ઓલ સ્ટાર અને લુડો વર્લ્ડ- લુડો સુપરસ્ટાર ઉપર પણ પ્રતિબંધ મૂક્યો છે. ભારતમાં આ રમતોના લાઇટ વર્ઝનને પણ બેન કર્યુ છે. ગઈકાલથી #PUBG ટ્વિટર પર ટ્રેન્ડ કરી રહ્યું છે. #LUDO પણ આજે ટ્વિટર પર ટ્રેન્ડ કરે છે. જ્યાં ગઈકાલે પબજી બેન પર લોકો મેમ્સ બનાવતા હતા, આજે લુડો પર મેમ્સ અને જોક્સ બનાવવામાં આવી રહ્યા છે.

 

આ પ્રતિબંધ લદાયો ત્યારે YouTube પર યુદ્ધની રોયલ રમત રમીને ૬ મિલિયનથી વધુનો સ્કોર કરનાર એક યુવકે ભાવનામાં તણાઈને ‘તૂફાન આ ગયા’ સાથે ટ્વિટ કર્યું હતું.

મોબાઈલ app storesમાંથી PUBG ગેમ દૂર થઈ ગઈ તે પહેલાં લાખો વિદ્યાર્થીઓએ તેમના ZOOM ટયુશન ક્લાસ ‘મિસ’ કર્યા હતા.

આમ, વિદ્યાર્થીઓએ ‘ભણવાના ભોગે’ PUBG ગેમ ખેલીને મોજ માણવાનું વધુ પસંદ કર્યું હતું. યુવાનોમાં સૌથી વધુ લોકપ્રિય PUBG ગેમ દૂર થવાથી લૂંટાઈ ગયું હોવાનો અહેસાસ કરતા યુવાનોને ઘણાએ ટ્વિટર પર ભારપૂર્વક અપીલ કરી હતી કે, ‘દેશની સુરક્ષા કરતાં વધુ મહત્વની વાત કોઈ જ નથી.’

લુડો ઓલ સ્ટાર અને લુડો વર્લ્ડ- લુડો સુપરસ્ટાર પર ભારતમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ત્યારે ટ્વિટર પર આવા મીમ્સ અને જોક્સ બનાવવામાં આવી રહ્યા છે

તમને જણાવી દઇએ કે જુલાઈમાં સરકારે વધુ 47 એપ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો. સરકારે દાવો કર્યો હતો કે આ તમામ એપ્લિકેશન્સ આવી કેટલીક પ્રવૃત્તિઓમાં સામેલ છે, જે દેશની સાર્વભૌમત્વ અને અખંડિતતા, દેશની સુરક્ષા, રાજ્યની સુરક્ષા અને જાહેર વ્યવસ્થા વગેરે માટે ખતરો ઉભો કરી શકે છે. જેના લીધે આ ચાઇનીસ એપને બંધ કરવામાં આવી હતી.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021