મોતથી 85 વર્ષ પહેલા જ આપી દીધી હતી 2020ના વિનાશની ચેતવણી, સાચી પડી રહી છે બાબા વેન્ગાની ભવિષ્યવાણી

મોતથી 85 વર્ષ પહેલા જ આપી દીધી હતી 2020ના વિનાશની ચેતવણી, સાચી પડી રહી છે બાબા વેન્ગાની ભવિષ્યવાણી

વર્ષ 2020 લોકો માટે ખૂબ ખરાબ જઈ રહ્યું છે. એક તરફ કોરોના કહેર વર્તાવી રહ્યું તો બીજી તરફ ચીન-ભારત વચ્ચે પસ્થિતિ અત્યંત ખરાબ થઈ રહી છે. વર્ષ 2020 અડધુ પૂર્ણ થવા આવ્યુ, પણ કોરોના મહામારી રોકાવાની જગ્યા પર સતત વધી રહી છે. સપ્ટેમ્બર મહિનામાં કોરોના સૌથી વધું કેસ સામે આવી રહ્યાં છે આવામાં વર્ષ 2020ને લઈને બાબા વેન્ગાની ભવિષ્યવાણી સાચી સાબિત થઈ રહી છે. તેમણે પોતાના મોતથી 85 વર્ષ પહેલા જ આ મહામારીની ચેતવણી આપી દીધી હતી. આજે તમનો જીવતો-જાગતો પૂરાવો સામે છે.

12 વર્ષ ઉંમરમાં જ પોતાની બંને આંખો ગુમાવનાર બાબા વેન્ગાએ વિશ્વ ટ્રેસ સેન્ટર પર થયેલા આંતકી હુમલો, રાજકુમારી ડાયનાની મૃત્યુ અને કુદરતી આફતો જેવી ઘણી ઘટનાઓની સચોટ ભવિષ્ય વાણી કરી હતી. તેમણે જ વર્ષ 2020 વિશે પણ કહ્યું હતું કે આ ભયંકર તબાહી મચશે અને મચી પણ. તેમણે ધરતી પર જળ પ્રયલ આવવો, યૂરોપીય દેશોમાં મુસ્લિમ કટરપંથીના અતં પર હોવું, મહામાહીનો પ્રકોપ અને વિરોધી દેશોથી મુશ્કેલી વગેરેની વાત કહી હતી. હાલની પરિસ્થિતિ જોતા આ બધું સાચું સાબિત થઈ રહ્યું છે. તેમણે આ વાત માટે પણ લોકોને ચેતવણી આપી કે આવનારૂ વર્ષ દેશમાં ધર્મના આધાર પર વિભાજન થઈ શકે છે.

બાબા વેન્ગાઓ એ પણ કહી હતી કે વર્ષ 2020માં ચીન મુખ્ય મહાશક્તિ બનીને ઉભરશે. આ ઉપરાંત ભારત અને રશિયા પણ દુનિયા પર રાઝ કરશે. ચીનની વધતી તાકાત અને બીજા દેશોના પ્રતિ દખલગીરીને જોઈ આ અંદાજો લગાવી શકાય છે. તમને જણાવી દઈએ કે બાબા વેન્ગા બુલ્ગારિયના નિવાસી હતાં. તેમનું સાચું નામ વેન્ગેલિયા પાંડેવા દિમિત્રોવા હતું. તેમનો જન્મ 1911માં થયા હતાં. તેમણે 12 વર્ષની ઉંમરમાં જ એક તોફન દરમિયાન પોતાની બંને આંખી ગુમાવી દીધી. જે બાદ તેમને એ વાતનો અનુભવ થયા કે તે ભવિષ્યની ઘટનાઓને જોઈ શકે છે. વર્ષ 1966માં તેમનું અવસાન થઈ ગયું. ઉલ્લેખનીય છે કે મૃત્યુ પહેલા તેમણે અંદાજે 100 ભવિષ્ણવાણીઓ કરી હતી.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *