Categories: દુનિયા

દુષ્કર્મની ઘટનાને લઈને સખ્ત થયો ભારતનો આ પાડોશી દેશ, હવે દોષીને ફટકારશે ફાંસીની સજા

બાંગ્લાદેશે દુષ્કર્મના દોષિતોને ફાંસીની સજાને મંજૂરી આપી છે. બાંગ્લાદેશની કેબિનેટે સોમવારે આ નિર્ણય લીધો હતો. અગાઉ બાંગ્લાદેશમાં દુષ્કર્મની સૌથી વધુ સજા આજીવન કેદની હતી. લાંબા સમયથી દુષ્કર્મ કરનારને સજા કરવા માટે દેશમાં વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. જેના પગલે આ નિર્ણય લેવાયો છે.

તાજેતરમાં જ બાંગ્લાદેશમાં દુષ્કર્મ અને જાતીય શોષણના ઘણા કિસ્સા સમાચારોમાં હતા અને સોશિયલ મીડિયાથી લઈને શેરીઓમાં લોકોએ ભારે વિરોધ વ્યક્ત કર્યો હતો. નોંધનીય છે કે, ભારતમાં પણ દુષ્કર્મના તમામ કેસોમાં ફાંસીની સજાની માંગ કરવામાં આવી છે. પરંતુ આ મુદ્દે સરકારે હજુ સુધી પ્રતિક્રિયા આપી નથી.

બાંગ્લાદેશ કેબિનેટના પ્રવક્તા કેએ ઇસ્લામે કહ્યું કે, રાષ્ટ્રપતિ ટૂંક સમયમાં મૃત્યુ દંડ માટે વટહુકમ બહાર પાડી શકે છે. બાંગ્લાદેશનો દુષ્કર્મ કાયદો વટહુકમ દ્વારા બદલાશે કારણ કે સંસદનું સત્ર ચાલતું નથી.

બાંગ્લાદેશ સરકારે એમ પણ કહ્યું છે કે, કેબિનેટમાં પણ દુષ્કર્મને કેસને ઝડપી  ઉકેલ લાવવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. હાલમાં બાંગ્લાદેશમાં ફક્ત દુષ્કર્મના એ જ કેસમાં દોષીને ફાંસી આપી શકાય છે, જેમાં પીડિતાનું મોત નીપજ્યું હોય.

બાંગ્લાદેશમાં સ્થાનિક માનવાધિકાર સંગઠનોનું કહેવું છે કે, દેશમાં દુષ્કર્મના કેસો વધી રહ્યા છે.ત્યારે કોઈ સખ્ત નિર્ણય લેવો આવશ્યક છે. આ અંગે એન ઓસાલીશ નામની સંસ્થાએ પણ જણાવ્યું હતું કે, જાન્યુઆરીથી ઓગસ્ટની વચ્ચે દુષ્કર્મના 889 કેસ નોંધાયા છે અને તેમાં ગેંગરેપની અનેક ઘટનાઓનો સમાવેશ થાય છે. સંસ્થાના જણાવ્યાનુસાર,  લગભગ 41 પીડિતો મૃત્યુ પામ્યા હતા.

બાંગ્લાદેશની માનવાધિકાર સંગઠનોએ જણાવ્યું હતું કે, દુષ્કર્મના ઘણા કેસ સામે આવતાં જ  નથી. કારણ કે, પીડિત મહિલાઓ પ્રભાવશાળી લોકોના ત્રાસ અને દબાણથી ડરે છે. તો બીજી તરફ  બાંગ્લાદેશની ન્યાય પ્રણાલી ખૂબ ધીમી છે, જેના કારણે આ કેસ પૂરો થવામાં વર્ષો લાગી જાય છે. એટલે  મોટાભાગના લોકો દુષ્કર્મ મુદ્દે ફરિયાદ નોંધાવતા જ નથી. પરિણામે આ ગુનાઓને પ્રોત્સાહન મળતું રહે છે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021