દિયર-ભાભીની આ જોડી મચાવી રહી છે ધૂમ, દેસી ખાવાનો વીડિયો બનાવી કમાઈ રહ્યાં છે લાખો રૂપિયા…

કહેવાય છે ને કે, આવડત હોય તો સફળતાનો રસ્તો મળી જ જાય છે. આ વાત હરિયાણાના એક નાનકડા ગામમાં રહેતા દીયર ભાભીએ સાબિત કરી બતાવી છે. જેમણે  યુ-ટ્યૂબ દ્વારા એક આવક ઉભી કરી છે.

આજે જ્યારે લોકો શહેરી જીવનની દોડધામમાં વાસ્તવિક જીવન જીવવાનું ભૂલી ગયા છે, ત્યારે આ દીયર-ભાભી ગામડાના દેસી જીવનને અને દેસી રસોઈને લોકોની સામે મૂકે છે. આપણે સૌ જાણીએ છીએ  કે, ચૂલા પર બનતી સ્વાદિષ્ટ રસોઈની વાત જ કંઈક અગલ હોય છે. જે શહેરમાં ઢગલાબંધ મસાલા નાખવા છતાં પણ જોવા મળતો નથી. એટલે જ હરિયાણાના નૌરંગાબાદ ગામમાં રહેતી બબીતા પરમારનો ચૂલા પર રસોઈ બનાવવાનો વીડિયો યુ-ટ્યૂબ પર ધૂમ મચાવી રહ્યો છે.

2017માં બબીતાના દિયર રણજિતને વીડિયો બનાવવાનો વિચાર આવ્યો હતો. તેણે એક વીડિયો પણ શૂટ કર્યો હતો. જેમાં બબીતા ચૂલા પર રોટલી બનાવતી જોવા મળે છે. આ વીડિયો 10 હજારના ફોનથી શૂટ કર્યો હતો, પણ તેને એડીટિંગ કરતાં આવડતું નહોતું. છતાં રણજિત પ્રયત્ન કરતો રહ્યો. તેને ફિલ્મોરા એપની જાણ થઈ અને વીડિયો એડીટિંગ કરતાં શીખ્યો. ત્યારબાદ રણજીતે ભાભીનો ચૂલા પર રસોઈ બનાવતો વીડિયો બનાવ્યો અને જેમ-તેમ કરીને અપલોડ કર્યો. બે દિવસ પછી એ વીડિયો પર દસ લાખ વ્યૂ આવી ગયા. જે જોઈને રણજીત અને બબીતા પણ ચોંકી ગયા હતા. એમની ખુશીનો પાર ન રહ્યો.

આમ, બબીતાની નવી સફર શરૂ થઈ અને  પોતાના દેસી રસોડામાંથી બહાર નીકળ્યા વગર જ તે હજારો રૂપિયા કમાઈ રહી છે. જો  કે, શરૂઆતમાં તેને મુશ્કેલી થતી હતી પણ હવે તો બબીતા જાતે વીડિયો શૂટ કરતાં શીખી ગઈ છે. આમ,  છેલ્લા 3 વર્ષથી આ દિયર-ભાભીની જોડી દર મહિને 60-70 હજાર રૂપિયાની કમાણી કરી રહી છે.

આ અંગે વાત કરતાં રણજિત જણાવ્યું હતુ કે, તેણે ઘણા લોકો પાસે યુ-ટ્યુબ વિશે સાંભળ્યું હતું. શરૂઆતમાં લાગતું કે, પ્રોફેનલ લોકો જ વીડિયો અપલોડ કરતાં હશે. પરંતુ બાદમાં જાણ થઈ કે, કોઈ પણ  વ્યક્તિ પોતાનો વીડિયો અપલોડ કરી શકે છે. ભાભીને સારું રાધતા આવડતું હતું અને તેમને વિવિધ વાનગીઓ બનાવવાનો શોખ હતો. એટલે મને વિચાર આવ્યો કે, રસોઈને લઈને વીડિયો બનાવીએ, ત્યારે થયું બીજી પણ ઘણી ચેનલ છે જે રસોઈને લગતા વીડિયો બનાવે છે પણ અમારી રસોઈમાં દેશીપણું હતું. જે બીજી ચેનલમાં નહોતું. એટલે મેં દેશી રસોઈના વિષય પર વીડિયો બનાવવાનું નક્કી કર્યુ.

2017માં લોટ ગૂંદવાનો પહેલો વીડિયો શૂટ કર્યો હતો. જેના દ્વારા અને સારો લોટ કેમ ગૂંદવા એના વિશે જણાવ્યું હતું. જો કે, આ વીડિયોના વ્યૂ નહોતા આવ્યાં. બાદમાં એક અઠવાડિયા પછી મેં ભાભીનો રોટલી બનાવતો વીડિયો શૂટ કર્યો. એ વખતે મારી પાસે કાર્બનનો 10 હજારવાળો ફોન હતો. શૂટ કરતાં નહોતું આવડતું. પણ છતાં પ્રયત્ન કરીને વીડિયો બનાવી ફિલ્મોરા પર એડિટ કરીને અપલોડ કર્યો. બે જ દિવસમાં એના એક મિલિયનથી વધુ વ્યૂ આવી ગયા.એટલે અમારો ઉત્સાહ વધ્યો અને અમે દર અઠવાડિયે વીડિયો બનાવવા લાગ્યા.

ભાભી જમાવવાનું બનાવતા એને હું શૂટ કરતો. આમ,  કોઈ પણ જાતના પ્રમોશન વગર ધીમે-ધીમે વીડિયો પર વ્યૂ આવવા લાગ્યા. 6 મહિના પછી યુ-ટ્યૂબે જાતે જ અમારી ચેનલને મોનેટાઈઝ કરી અને મારા અકાઉન્ટમાં પૈસા જોવા મળ્યાં, ત્યારે ગામના મિત્રો કહેતા કે, આ પૈસા માત્ર દેખાય છે. પણ મળતા નથી. પરંતુ થોડાક જ મહિનામાં મારા અકાઉન્ટમાં 13,400 રૂપિયા ટ્રાન્સફર થયા. પછી આખા ગામને ખબર પડી કે, યુ-ટ્યૂબ દ્વારા પૈસા મળે છે. આ જાણીને ઘર લોકો પણ ખૂબ ખુશ થયા. બસ ત્યારથી અમારો આ સિલસિલો ચાલી રહ્યો છે.

અમે દર મહિને 4થી 5 વીડિયો અપલોડ કરવાના શરૂ કર્યા. કારણ કે, એકવાર શરૂ કર્યા પછી જો ગેપ આવે તો વ્યૂમાં ઘટાડો થાય છે અને મેં પણ જોયું કે યુ-ટ્યુબ પર વીડિયો સતત અપલોડ કરતા રહેવું પડે છે. જે અમારા માટે પડકાર સમુ હતું. કારણ કે, વીડિયો તો જતો પણ નેટવર્ક ન આવવાના કારણે તેને અપલોડ કરવામાં મુશ્કેલી થતી હતી. હું છત પર અથવા ખેતરમાં જઈને વીડિયો અપલોડ કરતો, કારણ કે, ત્યાં જ નેટવર્ક સારું આવતું હતું. બાદમાં યુટ્યૂબથી પૈસા આવવાના શરૂ થયા તો મેં ઘરે વાઇફાઇ લગાવી દીધું.  યુટ્યૂબથી અમે મહિનાના બે-બે લાખ રૂપિયા કમાતા હતા. તો કોઈકવાર  10-12 હજાર પણ મળી જતા.

હવે અમને વીડિયો બનાવવામાં અને અપલોડ કરવામાં કોઈ મુશ્કેલી નથી. કારણ કે, હાલ મેં શૂટિંગ માટે બે કેમેરા ખરીદી લીધા છે. લેપટોપ ખરીદી લીધું છે. ટ્રાઈપોડ પણ છે. ભાભીને પણ શૂટ કરતાં ફાવી ગયું છે. જ્યારે હું ન હોઉ, તો તે જાતે જ વિડિયો શૂટ કરી લે છે. ચેનલનું કન્ટેન્ટ તો અમે દેશી જ રાખીશું. આ જ અમારી યુએસપી છે. હાલ અમારી ચેનલ ( Indian Girl Babita’s Village) પર 4 લાખ 22 હજાર સબ્સ્ક્રાઇબર છે, અમારો ટાર્ગેટ 1 મિલિયન સબ્સ્ક્રાઇબર જોડવાનો છે.

આમ, આજે ઈન્ટરનેટ દ્વારા લોકો ઘરે બેઠાં લાખોની કમાણી કરી રહ્યાં છે. શહેર હોય કે ગામડું આજે અનેક લોકો યુ ટ્યૂબ પર પોતાની ક્રિએટીવિટી દર્શાવીને લાખોની કમાણી કરી રહ્યાં છે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021