બોલિવૂડમાં ડ્રગ્સ કનેક્શન મામલે મોટો ખુલાસો, ડ્રગ્સ ડીલ ગૃપની એડમિન નીકળી મસ્તાની

બોલિવૂડમાં ડ્રગ્સ કનેક્શન મામલે મોટો ખુલાસો, ડ્રગ્સ ડીલ ગૃપની એડમિન નીકળી મસ્તાની

સુશાંતસિંહ સુસાઈડ કેસ હવે ડ્રગ્સ રેકેટ તરફ વળી ગયો છે. જેમાં રોજ નવા ખુલાસા થઈ રહ્યાં છે. રોજ કોઈને કોઈ  અભિનેત્રીઓના નામ સામે આવી રહ્યાં છે. જેમાં શ્રદ્ધા કપૂર, રકુલ પ્રીત, સારા અલી ખાન અને હવે દિપીકા પાદુકોણ પણ  આ  લિસ્ટમાં સામેલ  થઈ છે. NCBએ આ તમામની પૂછપરછ સમન્સ પાઠવી દીધા છે. જેને લઈને બોલીવુડમાં સન્નાટો છવાયેલો જોવા મળી રહ્યો છે. જેના પરથી લાગે છે કે, બોલીવુડમાં કોઈ એક બીજાને બચાવવા માટે નહીં પણ ક્યાંક પોતાને જ બચાવવાની જ લડાઈ લડી રહ્યાં હતા. કારણ કે, દરેક કડી કોઈને કોઈ સાથે જોડાયેલી છે. જે નવા ભેદ ઉકેલી રહી છે. એટલે બીજા કોઈ અભિનેતા કે અભિનેત્રીનું નામ આવે તો નવાઈ નહીં.

ડ્રગ્સને લગતા વ્હોટ્સએપ ગ્રુપની દીપિકા હતી એડમિન

Advertisement

આ કેસમાં અભિનેત્રી દીપિકા પાદુકોણનું નામ આવતાં સૌ કોઈ આશ્ચર્યમાં મૂકાયા હતાં. પરંતુ જેમ-જેમ તપાસ આગળ વઘી રહી છે. તેમ-તેમ અનેક નવા ખુલાસા થઈ રહ્યાં છે. થોડાં સમય પહેલાં દીપિકા-કરિશ્માની 28 ઓક્ટોબર, 2017ની વ્હોટ્સએપ ચેટ વાઈરલ થઈ હતી. હવે આ ચેટ અંગે મોટો ખુલાસો કરવામાં આવ્યો હતો. મળતી માહિતી પ્રમાણે આ વ્હોટ્સએપ ગ્રુપમાં ત્રણ લોકો સામેલ હતા, જેમાં દીપિકા, મેનેજર કરિશ્મા પ્રકાશ તથા જયા સાહા હતા. આ ગ્રુપની એડમિન દીપિકા પાદુકોણ જ હોવાનું સામે આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, દીપિકા પાદુકોણ ગોવાથી મુંબઈ આવી પહોંચી છે. તેની સાથે રણવીર સિંહ પણ જોવા મળ્યો હતો. તેના ચહેરા પર ચિંતા સ્પષ્ટ જોઈ શકાતી હતી. ડ્રગ્સ કેસમાં NCBના રડાર પર રહેલી દીપિકા પાદુકોણની 25 સપ્ટેમ્બરના રોજ પૂછપરછ કરવામાં આવશે.

દીપિકાની સાથે રહેવા રણવીરે કરી અરજી 

Advertisement

મળતી માહિતી મુજબ, રણવીરે NCBને અરજી કરી છે કે, દીપિકાની પૂછપરછ દરમિયાન તેને સાથે રહેવાની મંજૂરી આપવામાં આવે. સાથે રહેવાના કારણમાં તેણે કહ્યું છે કે, દીપિકા ક્યારેક ક્યારેક ડરી જાય છે, એટલા માટે તેને સાથે રહેવાની મંજૂરી આપવામાં આવે. રણવીરે અરજીમાં એમ પણ કહ્યું છે કે તે કાયદાનું પાલન કરનાર નાગરિક છે. નિયમો જાણે છે કે તપાસ દરમિયાન તે હાજર ન રહી શકે છતાં પણ NCB ઓફિસની અંદર આવવાની તેને પરવાનગી આપવામાં આવે. જોકે તેની અરજી પર હજુ કોઈ નિર્ણય લેવાયો નથી.

નોંધનીય છે કે, સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ બોલિવૂડમાં ડ્રગ્સની તપાસ કરતી એજન્સી નાર્કોટિક્સ બ્યુરોએ આજે, 25 સપ્ટેમ્બરના રોજ રકુલપ્રીત સિંહની પૂછપરછ શરૂ કરી છે. રકુલ ગુરુવાર, 24 સપ્ટેમ્બરના રોજ હૈદરાબાદથી પરત ફરી હતી.

ઉલ્લેખનીય છે કે, ટીવી સેલેબ્સ સનમ તથા અબીગેલે આપેલી માહિતીને આધારે NCBએ મુંબઈમાં ત્રણ જગ્યાએ દરોડા પાડ્યા છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *