લ્યો બોલો…. હવે દેવી-દેવતાઓને પણ લાગ્યો ફાસ્ટફૂડ ચસ્કો, બર્ગર અને સેન્ડવીચના પ્રસાદથી કરે છે મનોકામના પૂર્ણ….જાણો ક્યાં છે આ અનોખું મંદિર…

લ્યો બોલો…. હવે દેવી-દેવતાઓને પણ લાગ્યો ફાસ્ટફૂડ ચસ્કો, બર્ગર અને સેન્ડવીચના પ્રસાદથી કરે છે મનોકામના પૂર્ણ….જાણો ક્યાં છે આ અનોખું મંદિર…

સામાન્ય રીતે મંદિરમાં પ્રસાદ તરીકે મીઠાઈ અથવા તો ફળ ધરાવવામાં આવે છે. પરંતુ આજે અમે તમને એવા અનોખા મંદિર વિશે જણાવીશું, જ્યાં પ્રસાદીમાં બર્ગર, સેન્ડવીચ અને ચાઉમીન જેવા ફાસ્ટ ફૂડ ધરાવવામાં આવે છે. જી હા….ખરેખર તમને જાણીને નવાઈ લાગશે, પણ આ હકીકત છે અને આ અનોખું મંદિર ચેન્નઈમાં આવેલું છે.

આ મંદિરમાં લોકો પોતાની માન્યતા પૂરી થવા પર પ્રસાદીમાં બર્ગર, સેન્ડવીચ અને ચાઉમીન ભગવાને ચઢાવે છે. આ મંદિરના ચેન્નઈના પડપ્પઈમાં આવેલું છે. આ એક જય દુર્ગા પીઠ મંદિરના નામથી ઓળખવામાં આવે છે. અહીંના લોકોમાં આ મંદિરને લઈને અનોખી માન્યતા જોવા મળે છે. હજારોની સંખ્યામાં લોકો પોતાની માન્યતા પ્રમાણે મા દુર્ગાને પ્રસાદ ચઢાવે છે.

મળતી માહિતી અનુસાર, આ મંદિરનો પ્રસાદ FSSAI દ્વારા પ્રમાણિત છે અને તેની સાથે એક એક્સપાયરી ડેટ પણ લખેલી છે. સ્થાનિકોનું કહેવું છે કે, આ મંદિરમાં જે પણ સાચા મનથી મનોકામના માગે છે. તેની ઈચ્છા પૂરી થાય છે.

Advertisement

ભારતમા આ મંદિરને ચમત્કારી મંદિરમાં ગણવામાં આવે છે. કહેવાય છે કે, આ મંદિર સાથે સંકળાયેલું રહસ્ય હજુ સુધી ઉકેલાયું નથી.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *