કોરોના કાળમાં બદલાયુ જીવન, મહામારી બાદ પણ લાઈફ સ્ટાઈલમાં હશે 7 મોટા બદલાવ

કોરોના કાળમાં બદલાયુ જીવન, મહામારી બાદ પણ લાઈફ સ્ટાઈલમાં હશે 7 મોટા બદલાવ

કોરોના મહામારીએ આપણું જીવન જીવવાની રીત જ બદલી દીધી છે. વાસ્તવમાં આ મહામારીએ ઘણી બધી નાની-નાની વસ્તુઓ પર પૂર્ણ વિરામ લગાવી દીધુ તો તેમને આપણે સ્વીકારી લીધું છે જેમાં ટ્રાવેલને જ લો. આપણે વિચારતા હતાં કે રજામાં યાત્રામાં ફક્ત બજેટ પ્રભાવિત કરી શકે છે, પરંતુ હવે તમે કોરોના વાયરસને પણ દોષ આપી શકો છો. ઘરથી બહાર ફરવા જવુ, શોપિંગ માટે અલગ-અલગ બજારોમાં ફરવું, થિયેટરમાં મૂવી જોવી ઘણી વસ્તુ હવે આપણાં જીવનમાં બદલી ગઈ છે.

મુસાફરી
કોરોના વાયરસે ઘરની ચાર દિવસમાં રાખી દીધા. જ્યારે ફરવાની વાત આવે ત્યારે રોડ ટ્રિપ્સ, ટ્રેન જર્ની જેનો આપણે ભરપુર આનંદ ઉઠાવતા હતા પરંતુ હાલ આ બધા પર રોક લાગી ગઈ છે.

ઘરની વસ્તુ
અંતે તમે ક્યારે એક રેસ્ટોરન્ટમાં જમવા ગયાં હતા અને સ્વાદિષ્ટ ભોજનનો સ્વાદ માણ્યો હતો? લોકડાઉન બાદ આ મહિનામાં જ રેસ્ટોરન્ટ ખૂલી છે, પરંતુ યાદ નથી કે છેલ્લીવાર ખાવા માટે પરિવારના લાકો સાથે કયા ગયાં હતા. મહામારી કારણે રેસ્ટોરન્ટ પર આર્થિક રીતે ખૂબ અસર પડી છે. લોકડાઉનમાં લોકોએ પોતાના ઘરે જ પોતાની પસંદ વાનગી બનાવી ભરપૂર મોજ કરી.

Advertisement

ઘર પર બનાવેલા ભોજનને પસંદગી આપી
મહામારીની શરૂઆત દિવસોમાં વાયરસના ડરના કારણે લોકો ઓનલાઈન ફૂડ ઓર્ડર લેવાથી બચી રહ્યાં હતા. મોટાભાગના લોકો સુરક્ષા ચિંતાઓના કારણે રેસ્ટોરન્ટથી ભોજન મંગાવવાનુ ટાળી રહ્યાં છે. અને જે લોકો પણ ફૂડ ઓર્ડર કરે છે તે એક વાર સંક્રમણના વિશે જરૂર વિચારે છે.

લોકો નજીક સ્પર્શ
હગ કરવુ અને હાથ સ્પર્શ કરવો આ બધી પ્રથા હાલ પૂરતી અટકી ગઈ છે. ખાસ કરીને આ મહામારી દરમિયાન એકલા રહેવા વાળા લોકોને માટે. જ્યારે કોરોના મહામારી જશે પછી બધુ જ સમયસર થશે. લોકો એકબીજાને સરળતાથી મળી શકશે.

થિએટરમાં મૂવી જોવી
ઘણાં લોકોએ લોકડાઉન દરમિયાન ઓનલાઈન વેબ સીરીઝને પોતાના જીવનનો ભાગ બનાવી લીધો છે. થિએયર બંધ થવાના કારણે હાલ મોબાઈલ-ટીવી પર જ ફિલ્મ જોવાને એક માત્ર વિકલ્પ છે. આ થિએટરમાં મૂવી જોવા જેવું કાંઈ નથી.

Advertisement

બગીચામાં ઘુમવુ
ગાર્ડનમાં બેસવું સ્વસ્થ જીવન માટે ખૂબ જરૂરી હોય છે. મહાનગરોમાં ગાર્ડન તો ખુલી ગયા છે,પરંતુ હવે પહેલા જેમ લોકો નથી જોવા મળતા. વાયરસના ડરના લીધે લોકો ઘરે જ રહેવાનુ પસંદ કરે છે.

ચહેરાની ખુશી
આજકાલ આપણી આસપાસ હસતા-ખીલખીલાટ કરતા લોકો દેખાવા મુશ્કેલ છે,કારણકે સૌ કોઈ માસ્ક જ પહેરેલું હોય છે. કોરોના વાયરસથી સુરક્ષા માટે માસ્ક પહેરવું જરૂરી હોય છે અને જેના લીધે હસી દૂર થઈ જાય છે.

Advertisement

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *