કોરોના વાયરસને લઇને ઓનલાઇન ખરીદીનું ચલણ વધ્યું છે ત્યારે ધુતારાઓથી પણ સાવધાન રહેવું એ ગ્રાહક માટે જરૂરી છે. જેના માટે ભારત સરકારે સોનું ખરીદનારા ગ્રાહકો માટે એક એપ્લિકેશન શરૂ કરી હતી. ગ્રાહકો આ એપ્લિકેશન દ્વારા સોનાની શુદ્ધતા સરળતાથી ઘરે બેસીને ચકાસી શકે છે. BIS App દ્વારા ગ્રાહક સોનાની શુદ્ધતા તપાસી શકશે.
ગ્રાહક હવે BIS App દ્વારા માલની સચોટતા ચકાસી શકશે. કોઈપણ માલ સંબંધિત ફરિયાદ, લાઇસન્સ, નોંધણી અને હોલમાર્કની ખરાઇ પણ આ એપ દ્વારા થઈ શકશે. કેન્દ્રીય પ્રધાન રામ વિલાસ પાસવાને ગયા મહિને જ BIS Care App શરૂ કરી હતી. જો આ એપ્લિકેશનમાં લાઇસન્સ, નોંધણી અને હોલમાર્ક નંબર ખોટું હોવાનું જણાય તો ગ્રાહક તરત જ ફરિયાદ કરી શકે છે.
BIS-Care એપ્લિકેશન આ રીતે કરો ડાઉનલોડ
BIS Care App હાલમાં ફક્ત એન્ડ્રોઇડ વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ છે. તે ગૂગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે. તમે તેને ડાઉનલોડ કરી શકો છો. તમારા Android ફોન પર ગૂગલ પ્લે સ્ટોર પર જાઓ અને સર્ચબારમાં BIS-Care એપ્લિકેશન શોધો અને તેને તમારા મોબાઇલ પર ઇન્સ્ટોલ કરો. BIS Care Appનો ઉપયોગ કરવો ખૂબ જ સરળ છે.
એકવાર ડાઉનલોડ થઈ જાય, પછી BIS Care App ખોલો. તમારું નામ, મોબાઇલ નંબર અને ઇ-મેલ આઈડી દાખલ કરો. OTP દ્વારા નંબર અને ઇમેઇલ ID ને ચકાસી લો. તમે ઉત્પાદનોની ગુણવત્તા ચકાસણી શરૂ કરી શકો છો. આઈએસઆઈ માર્ક એબ્યુઝ, હોલમાર્ક જેવા મુદ્દાઓ પર ફરિયાદ નોંધાવી શકે છે. ગેરમાર્ગે દોરતી જાહેરાતો અને BIS સંબંધિત અન્ય મુદ્દાઓ વિશે પણ કોઈ ફરિયાદ કરી શકે છે.