ઘણીવાર મહિલાઓ અને યુવતીઓ વંદાને જોતા જ જોરથી રાડો પાડવા લાગે છે. ત્યારે બાળક હોય કે મોટા સૌ કોઈ વંદાને જોઈને ડરી જાય છે. પરંતુ ચીનના લોકો આ વંદાથી ડરવાની જગ્યાએ તેનાથી લાખો રૂપિયા કમાય છે. વંદામાં મળી આવતા ઔષધીય ગુણોના કારણ ચીનમાં વંદાનો ધંધો ખૂબ ચાલે છે. તમને જાણીને હેરાની થશે કે ચીન જ નહીં પરંતુ એશિયાના ઘણાં દેશોમાં વંદાને તળીને ખાવામાં આવે છે. ઘણાં દેશોમાં તેને મોટા પ્રમાણમાં ઉત્પનના કરવામાં આવે છે.
ઘણી બિમારીઓની થાય છે સારવાર
વંદાના પાલન માટે બિલ્ડિંગના અંદર તાપમાન, રાખવાની ઉપલબ્ધતા અને ભેજ પર નિયંત્રણ રાખવામાં આવે છે. આમ કરવાથી વધું વંદા ઉત્પન્ન થાય છે. જ્યારે વંદા નાના હોય છે. તેને કચડી નાંખવામાં આવે છે અને તેનો શરબત ચીનમાં દવા તરીકે પીવામાં આવે છે. તેનો ઉપયોગ, દાંત, ઉલ્ટી અને પેટનું અલ્સર, શ્વાસની પરેશાની અને અન્ય બીમારીઓની સારવારમાં કરવામાં આવે છે.
600 કરોડ વંદાનું પાલન
એવું કહેવામાં આવે છે કે વંદા પૂરતી ઔષધીય ગુણોના પગલે ચીની ઉદ્યોગ માટે વ્યવસાય છે. ચીનના શીચાંગ શહેરમાં એક દવા કંપની દર વર્ષે 600 કરોડ વંદાનું પાલન કરે છે. એક રિપોર્ટ અનુસાર, બિલ્ડિંગમાં તેનું ઉછેરવામાં આવે છે. આ બિલ્ડિંગનું ક્ષેત્રફળ લગભગ બે રમતના મેદાન બરાબર જણાવવામાં આવી રહ્યું છે.
આવી રીતે ઉત્પન્ન થાય છે વંદા
એક રિપોર્ટ અનુસાર, ચીનના શીચાંગ શહેરમાં એક મેડિકલ કંપની દર વર્ષે 600 કરોડ વંદાને ઉછેરે છે. વંદાને એક બિલ્ડિંગમાં ઉછેરવામાં આવે છે. ત્યાં તેનું ખાવાનું પીવાની બધી સગવડ કરવામાં આવે છે. અહી તેને ફરવા અને પ્રજનન કરવાની છુટ આપવામાં આવે છે, પરંતુ તે બિલ્ડિંગથી બહાન નથી શકતાં અને ન તો ઈમારતથી સૂરજનો પ્રકાશ આવે છે. આ દમિયાન વંદા પર આર્ટિફિશિલ ઈન્ટેલિજેન્સના માધ્યામથી નજર રાખામાં આવે છે.