અમદાવાદથી લઈને ઈન્દોર, ગ્વાલિયર, ગોવા, સૂરત, દિલ્હી, છત્તીસગઢ, મહારાષ્ટ્ર અને પ્રેદેશોની 50થી વધું યુવતીઓ સાથે દગાખોરી અને તેની સાથે શારીરિક સંબંધ બાંધીને પૈસા લૂટનારો આ શેતાન વ્યક્તિની ગુજરાત સાઈબર ક્રાઈમ બ્રાન્ચે પકડી પાડ્યો છે. આરોપીએ પૂછપરછમાં જણાવ્યું કે તે કેમ આ યુવતીઓને પોતાનો શિકાર બનાવતો હતો. માત્ર 10મું જ પાસ થયેલો આ યુવક એવી ટ્રિકથી યુવતીઓને પોતાની જાળમાં ફસાવતો હતો કે ગૂગલ અને આઈઆઈએમ વાળા સ્ટૂડન્ટ પણ તેની પાછળ રહી જતા. વાંચો ચોકાવનારા સમચાર, એકવાર જે યુવતી નજીક આવતી તો દૂર ન થઈ શકતી.
જ્યારે એક યુવતીએ આ શેતાન યુવકની હકીકત જાણી તો તે પરેશાન થઈ ગઈ હતી. કોઈ પણ રીતે તેણે હિંમત કરી અને તેમની સમજણથી આરોપીનો ભાંડા ફોડ્યો. તેણે અમદાવાદ પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ નોધાવી. જ્યાં તેણે જણાવ્યું કે આ યુવક મારા ઉપરાંત અનેક યુવતીઓનું જીવન બર્બાદ કરીને પૈસા પડાવી ચુક્યો છે. તે એટલો શેતાન છે કે સારી-સારી ભણેલી-ગણેલી યુવતી દગો ખાય જતી હતી. તેની વાત કરવાની રીત અને અંગ્રેજી ઝડપથી બોલતો.

પોલીસે જણાવ્યું કે યુવકની અસલ ઓળખ સંદીપ શંભૂનાથ મિશ્રા તરીકે થઈ છે. તે 10મું પાસ છે, પરંતુ ઝડપથી અંગ્રેજીમાં વાત કરે છે, જેને જાણીને સૌ કોઈ હેરાન રહી જાય છે. એટલું જ નહીં, તેણે કમ્પ્યૂટર અને આઈટી વિશે પણ અત્યંત જાણકારી મેળવી છે. કમ્પ્યૂટરથી જ તેણે પોતાની નકલી ડિગ્રીઓ પણ તૈયાર રાખી છે.

આરોપીએ કમ્પ્યૂટરની મદદથી ગૂગર કંપનીમાં એચઆર મેનેજર હોવાની નકલી આઈડી કાર્ડ બનાવી લીધું. તે પોતાને IIMAનો વિદ્યાર્થી જણાવતો હતો. કહેતો હતો કે તે ગૂગલમાં નોકરી કરે છે, જ્યાં તેણે યુવતીઓને પોતાની સેલેરી 40 લાખ એક વર્ષનું પેકેઝ જણાવ્યું હતું. સોશિયલ મીડિયા પર તેના જેટલા પણ ફોટો મળ્યાં તેમાં તે ગૂગલ એચઆરનું આઈડી કાર્ડ નાંખીને નજર આવતો હતો.

તપાસમાં જાણકારી મળી છે કે સંદીપએ મેટ્રિ્મોનિયલ સાઈટ્સ પર અલગ-અલગ નામથી આઈડી બનાવી રાખી હતી. જ્યાં તે પોતાને ગૂગલનો એચઆર મેનેજર જણાવીને અમીર યુવતીઓને ફસાવતો હતો. જે બાદ તેને આ રીતે મળતો કે તેના પર જરા પણ શંકા નહતી કરી શકતી. ઘણી યુવતીઓ તો તેના પ્રેમમાં એટલી પાગલ થઈ ગઈ કે તે યુવકે લાખો રૂપિયા પડાવી લીધાં.

સંદીપએ યુવતીઓને ફસાવ્યાં બાદ તેના સામે લગ્નનો પ્રસ્તાવ રાખતો હતો. પછી ભાડા પર લગ્ઝરી ગાડીઓથી ફરવા ઉપરાંત મોંઘી- મોંઘી હોટલોમાં લઈ જતો હતો. જ્યાં તે તેની સાથે શારીરિક સંબંધ બાંધતો હતો. જે બાદ યુવતીઓથી પૈસા લઈને કોઈને કોઈ બહાનુ બનાવીને તેની પાસેથી ગુમ થઈ જતો હતો. એટલું જ નહી ફોન પણ બંધ કરી લેતો હતો.

આરોપીએ સોશિયલ સાઈટ પર એક નહી ઘણી આઈડી બનાવેલી રાખેલી હતી. પોલીસે જણાવ્યું કે તેણે મેટ્રિમોનિયલ સાઈટ્સ પર વિહાન શર્મા, પ્રતીક શર્મા, આકાશ શર્મા, જેવા અનેક નામોએ પોતાની પ્રોફાઈલ બનાવી હતી. જ્યાં તે લગ્ન માટે યુવતીઓ શોધતો હતો. પછી તેનું શારીરિક શોષણ કરીને તેની સાથે બ્રેકઅપ કરી લેતો હતો. પોલીસે આ આરોપીને છેલ્લા ઘણાં મહિનાથી શોધતી હતી. યુવક પાસે 30થી વધું સિમ કાર્ડ અને 5 થી6 મોબાઈલ ફોન કબ્જે કરી લીધાં છે.

યુવક એટલો ચાલાક હતો કે જે યુવતીઓથી તે લગ્ન માટે મળતો હતો, તેનું દિલ જીતવા માટે પોતાનો નકલી પરિવારની મા, બહેન અને પિતાની તસવીરોને દેખાડતો હતો. જેથી તે તેના પર પૂરો વિશ્વાસ કરી શકે. એટલું જ નહી ઘણીવાર તે નકલી મા બાપ બનાવીને ફોન પર વાત પણ કરી આપતો હતો.