નામ અર્થીબાબા, કામ-ચૂંટણી લડવી, અત્યાર સુધીમાં 11 વખત મળી છે હાર છતાં નથી માની હાર..

એક તરફ બિહારની ચૂંટણીને લઈને દેશનું રાજકારણ ગરમાયું છે. તો બીજી તરફ અર્થીબાબા નામનો આ નેતા ચર્ચાનો વિષય બન્યો છે. જી હા….અર્થી બાબા…આ વ્યક્તિનું નામ જેટલું વિચિત્ર છે. એના કામ પણ એટલાં જ વિચિત્ર છે. આ એકમાત્ર એવો નેતા છે જે, અર્થી પર બેસીનો લોકો પાસે વોટ માગવા માટે છે. જાણીને નવાઈ લાગશે, પરંતુ આ હકીકત છે.

હાલ, જ તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થઈ રહ્યો છે. જેના કારણે લોકોમાં તેના વિશે જાણવાની ઉત્સુકતા વધી રહી છે. તો ચલો તમને જણાવીએ કોણ છે આ અર્થી બાબા….

પૂર્વી ઉત્તરપ્રદેશના દેવરિયામાં આર્થીબાબા ઉર્ફે રાજેશ યાદવ એકવાર ચૂંટણીના મેદાનમાં ઉતરી ગયા છે. દેવરિયા બેઠકની પેટાચૂંટણી માટે જ્યારે તેઓ અર્થી પર સવારી કરીને ઉમેદવારી પત્ર ભરવા પહોંચ્યા ત્યારે લોકો તેમનો આ અનોખો અંદાજ જોતા જ રહી ગયા હતા.

અત્યારસુધીમાં, અર્થી બાબા 11 વાર ચૂંટણી લડી ચૂક્યાં છે.આ વખતે તે અર્થી પર બેસી ‘રામ નામ સત્ય હૈ’ ના નામના નારા સાથે ઉમેદવારી પત્ર ભરવા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. ત્યારબાદ તેમના સમર્થકોએ તેમની અર્થીને કાંધ આપીને તેમનો પ્રચાર કરી રહ્યાં હતા.

તમને જાણીને નવાઈ લાગશે પણ આ અર્થી બાબા અર્થી પર બેસીને ફક્ત ઉમેદવારી પત્ર નથી ભરતા. પરંતુ તે અર્થી પર બેસી મત માંગવા  પણ જાય છે.  જી હા…. તે અર્થી પર બેસીને ગામે-ગામ ભટકે છે અને લોકોને મત આપવા માટે મનાવે છે. જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

જ્યારે આ અંગે ઉમેદવાર આર્થીબાબાને વાયરલ થયેલા વીડિયો વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, મતદારો દેવતુલ્ય છે એટલે હું તેમને ભગવાન માનીને તેમના પગ ધોઉં છું. નોંધનીય  છે કે, કેટલાંક ગામોમાં અર્થીબાબા મહિલાઓ, દિવ્યાંગ અને અન્યની લોકોના પગ ધોતા પણ જોવા મળ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, રાજેશ યાદવ, જે અર્થીબાબા તરીકે જાણીતા તેણે  એમબીએ સુધી અભ્યાસ કર્યો છે. છે, હાલ, દેવરિયા સદર બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021