ભૂલથી પણ મોબાઈલમાં આ એપ્સ ડાઉનલોડ કરવાની ના કરશો ભૂલ, સરકારે આપી ચેતવણી…

ભૂલથી પણ મોબાઈલમાં આ એપ્સ ડાઉનલોડ કરવાની ના કરશો ભૂલ, સરકારે આપી ચેતવણી…

કોરોનાકાળ દરમિયાન મોટાભાગના કામ ઓનલાઈન થઈ રહ્યાં છે. જેના પગલે દિવસેને દિવસે ઓનલાઈન ફ્રોડના કેસ પણ સતત વધી રહ્યાં છે. લોકો રાતોરાત કંગાળ થઈ રહ્યાં છે. તો બેન્કો પણ નિયમોની આડમાં પોતાના હાથ ઉંચા કરી રહી છે. જેના કારણે સામાન્ય લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

આપણે સૌ જાણીએ છીએ કે, કોરોનામાં લોકો પોતાના કામ સરળ કરવા માટે અવનવી એપ્લિકેશન ડાઉનલોડ કરતાં હોય છે. પરંતુ હવે તમારે સંતર્ક થવાની જરૂર છે, કારણ કે, એપ ડાઉનલોડ કરવાથી પણ લોકોની સાથે છેતરપીંડી થતી હોવાના કેસ વધી  રહ્યાં છે. જેમાં લોકોના પૈસાની સાથે તેમની પર્સનલ માહિતી પણ લિંક થવાની શક્યતા રહે છે. એટલું જ નહીં કેટલીક એપ તો ફિંટરપ્રિન્ટ ચોરી લે છે. જેનો દૂરપયોગ કરીને એ લોકો તમને છેતરી શકે છે. એટલે સૌને સાવધાન રહેવું છે.

Advertisement

આમ, ઓનલાઈન ઠગાઈના કેસમાં વધારો થતાં સરકારે સાવચેતીના પગલાં લીધા છે અને સૌને કેટલીક એપ ડાઉનલોડ ન કરવાની ચેતવણી આપી છે. કેન્દ્ર સરકારે પોતાના સાઈબર જાગ્રતા ટ્વીટર હેન્ડલ પર એક સૂચન રજૂ કર્યુ છે. જેમાં તેમણે કહ્યું છે કે, યુઝર્સને URL થી Oximeter એપ્લિકેશન ડાઉનલોડ કરવાથી બચવા જણાવ્યું છે. આ એપ યુઝરના શરીરના ઑક્સિજનનું ટેમ્પ્રેચર માપવાનો દાવો કરે છે. પરંતુ હકીકતમાં આ એપ ફેક હોય છે.

આ એપ તમારા પર્સનલ ડેટા, ફોટા, મોબાઈલ નંબર જેવી માહિતી ચોરી થઈ શકે છે. એટલું જ નહીં, આ એપ્સ દ્વારા યુઝરની બાયોમેટ્રિક માહિતી એટલે કે, આંગળીના નિશાન પણ ચોરી કરીને મોટું નુકસાન કરીને પહોંચાડી શકે છે.

ઉલ્લેખનીય છે કે, ઓક્સમીટર એપ દ્વારા લોહીમાં રહેલા ઑક્સિજનના સ્તરની તપાસ કરવામાં આવે છે. સાથે-સાથે હદયના ધબકારા પણ નજર રાખવામાં આવે છે. આ ઉપરાંત આ એપ યુઝરના બૉડી મૉસ ઈન્ડેક્સ પર પણ નજર રાખે છે. કોરોના માહામારીના કારણે શરીરમાં ઑક્સિજનનું સ્તર જાણવું ખૂબ જરૂરી ગણાય છે. એટલે ડૉક્ટર પણ પણ આ બાબતો ખાસ ધ્યાન રાખવા સૂચવે છે. જેના કારણે Oximeter જેવા એપ્સનું ડાઉનલોડ વધી ગયુ છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *