Categories: ભક્તિ

લક્ષ્મીજીની કૃપા મેળવવા કરો આ ખાસ કામ, તમારા પર થશે ધનવર્ષા

માં લક્ષ્મીની આરાધના કરવાનો દિવસ એટલે શુક્રવાર. આ દિવસે જો માં લક્ષ્મીની આરાધના કરવામાં આવે તો તેની કૃપા હમેંશા તમારા પર રહે છે. શુક્રવારના દિવસે શુક્ર ગ્રહનો હોય છે અને શુક્ર ગ્રહ સૌંદર્ય, એશ્વર્ય, વૈભવ, કળા, સંગીત, કામ વાસના અને દરેક પ્રકારના સાંસારિક સુખોનું કારક માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ જો શુક્રવારની રાતે કેટલાક વિશેષ ઉપાય કરવામાં આવે તો જાતકને તેના અનેક લાભ મળે છે. તેની ઉપર માતા લક્ષ્ણીનો આશીર્વાદ સદૈવ રહે છે. આવો જાણીએ માતા લક્ષ્મીની કૃપા દ્રષ્ટિ મેળવવા માટે શુક્રવારે શું કરવું જોઇએ.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શુક્રવારની રાતે 9-10 વાગ્યાની વચ્ચે માતા લક્ષ્મીની વિધિ અનુસાર પૂજા કરવી જોઇએ. આમ કરવાથી તમારી આર્થિક સમસ્યાઓ દૂર થઇ જશે અને તમારા જીવનમાં ક્યારેય ધનમાં ઘટાડો થશે નહીં.

 

ધાર્મિક માન્યતા અનુસાર ગુલાબી રંગ શુક્ર ગ્રહ અને માતા લક્ષ્મીજીનો પ્રિય રંગ છે. જેથી રાતે માતા લક્ષ્મીના પૂજાના સમયે ગુલાબી રંગના વસ્ત્ર પહેરી પૂજા કરવી જોઇએ. આમ કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને કુંડલીમાં શુક્ર ગ્રહ બળવાન હોય છે.

જ્યોતિષ અનુસાર દેવી અષ્ટ લક્ષ્મીની પ્રતિમાને પણ ગુલાબી રંગ પર રાખવી જોઇએ સાથે જ માતાની પ્રતિમાની સાથે શ્રીયંત્ર પણ જરૂર રાખવું જોઇએ. પૂજાની થાળીમાં ગાયના ઘીના 8 દીવા પણ પ્રગટાવો અને ગુલાબની સુગંધ વાળી અગરબત્તી પ્રગટાવીને માતાને માવાની બરફીનો ભોગ લગાવો..

માતા લક્ષ્મીના પૂજા સમયે શ્રીયંત્ર અને અષ્ટ લક્ષ્મીની પ્રતિમા પર અષ્ટ ગંધથી તિલક કરવો જોઇએ. તે બાદ કમળના ગટ્ટની માળાથી એં હ્રીં શ્રીં અષ્ટલક્ષ્મીયે હ્રીં સિદ્ધયે મમ ગૃહે આગચ્છાગચ્છ નમ: સ્વાહા! મંત્રને પૂરી શ્રદ્ધા અને વિશ્વાસની સાથે 108 વખત જાપ કરવો જોઇએ.

પૂજામાં રાખવામાં આવેલા 8 દીવાને ઘરની આઠ દિશાઓમાં રાખો, જ્યારે કમળની માળાને તિજોરીમાં રાખો પૂજામાં જાણતા અજાણતા કોઇપણ ભૂલ થઇ હોય તો ક્ષમા માંગો અને માતાથી વિનંતી કરો કે તે તમારા પર કૃપા દ્રષ્ટિ સદૈવ બનાવી રાખે અને તમારા જીવનમાં સુખ-સમૃદ્ધિ, ધન તેમજ એશ્વર્યની વૃદ્ધિ કરે.

 

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021