નિયમિત એલચી ખાવાથી થાય છે આ સ્વાસ્થ્ય લાભ, ગેસની સમસ્યાથી પણ મળે છે રાહત

નિયમિત એલચી ખાવાથી થાય છે આ સ્વાસ્થ્ય લાભ, ગેસની સમસ્યાથી પણ મળે છે રાહત

ભારતમાં ખાવામાં મસાલોનો ઉપયોગ કરવામાં આવે છે સાથે જ તેનો  આયુર્વેદિક દવાઓ જેમ બીમારીને મટાડવામાં પણ ઉપયોગ કરવામાં આવે છે. પહેલાના સમયમાં દાદી-નાની ઘર પર મસાલા સાથે જોડાયેલી દેસી નુસ્ખા વિશે જણાવતા હતાં, જેમાં એલચીનો પણ સમાવેશ થતો હતો. એલચીને ઉપયોગ લોકો મસાલા તરીકે કરે છે. તેને વધું ઉપયોગ લોકો સ્વીટ ડિશમાં સ્વાદ વધારવા માટે કરે છે. પરંતુ શું તમે રસોડામાં સરળતાથી મળનારી એલચીનાના ફાયદા વિશે જાણો છો. એલચીનું દરરોજ સેવન કરવાથી તમને ઘણાં પ્રકારના ફાયદા થાય છે.

એલચીને માઉથ ફ્રેશનર તરીકે ઉપયોગ કરવામાં આવે છે, કારણ કે આ મોંની દુર્ગંધને દૂર કરે છે. જો તમને મોંથી દુર્ગંધ આવવાની સમસ્યા છે, તો ભોજન લીધા બાદ એક અથવા બે એલચી મોંમાં ચાવી લો. આથી પાચન પણ સારૂ રહેશે અને મોની દુર્ગંધથી છુટકારો મળશે.

કેટલાક લોકોને પેટમાં ગેસ હોય છે તો માથામાં દુ:ખાવો થવા લાગે છે. એટલા માટે એલચીનું સેવન કરો. આ તમારી પાચનની પ્રક્રિયાને સરળ બનાવે છે. ગેસને કારણે માથાનો દુ:ખાવો પણ રાહત આપે છે. એલચીનું સેવન અપચો કારણે થનારી એસિડિટીની સમસ્યામાં પણ આરામ આપે છે.

Advertisement

એલચી શરીરના ટોક્સિન (ઝેરી પદાર્થ)ને બહાર નીકાળવામાં મદદરૂપમાં થાય છે. તેમાં કેલ્શિયમ, પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા ખનીજ આવેલા હોય છે. એલચીનું સેવન લોહીંનું દબાણને પણ નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

એલસીથી તમને શરદી. ખાંસી જેવી સમસ્યાઓમાંથી પણ છૂટકારો મેળવી લાભ મળે છે. જો શરદીના કારણે છાતીમાં અને શ્વાસ લેવામાં તકલીફ થતી હોય તો એલચીના તેલના થોડા ટીપા ગરમ પાણી નાંખી 15 મિનીટ સુધી વરાળ લો. જેથી કફ સાફ થાય છે જેથી તમને શરદી-ખાંસી અને શ્વાસમાં તકલીફથી પણ રાહત મળશે.

Advertisement

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *