Categories: ગુજરાત

અમદાવાદમાં પુત્ર નહીં પુત્રીના મોહમાં સાસરિયાના ત્રાસથી મહિલાનો આપઘાત, સાસુને જોઈતી હતી દીકરી, કારણ જાણી ચોંકી જશો

પુત્ર મોહના કિસ્સા તો ખુબ જોયા.. પરંતુ પુત્રી મોહનો એક અજીબ કિસ્સો સામે આવ્યો છે.. જે મોહ અને માનસિક્તાએ એક મહિલાને પોતાના 1 વર્ષના પુત્રને છોડીને આપઘાત કરવા માટે મજબૂર કરી. અ અજીબ કિસ્સો અમદાવાદનાં રામોલમાં સામ આવ્યો છે જ્યાં સાસરિયાનાં ત્રાસના કારણે એક પરણીતાએ જીવન ટુકાવ્યું.. અને કારણ હતું કે સાસરીયાવાળાને પરિણીતા પાસેથી દિકરી જોઈતી પરંતુ ઈશ્વરે પરણીતાને પુત્ર આપતા તેની પર ત્રાસ આપવાનું શરૂ કરી દેવાયું… દુઃખની વાત તો એ છે કે, પરિણીતાએ કંટાળી ને તેના પુત્રના જન્મદિવસના બે દિવસ પહેલા જ આત્મહત્યા કરી લીધી..

સમગ્ર ઘટના જ અજીવ છે.. અને દીકરી મોહનું કારણ પણ ચોંકાવનારું છે. ઘટના અંગે વાત કરીએ તો.. કાગડાપીઠમાં રહેતા બાબુભાઈ સોલંકીની પુત્રી ભાવનાબહેનના વર્ષ 2018માં લગ્ન વસ્ત્રાલ ખાતે રેહતા જીતુ વાઘેલા સાથે થયા હતા.. જીતુ સફાઈ કામદાર છે.. ત્રણ વર્ષના લગ્ન જીવનમા ભાવનાબેનને સંતાનમાં એક વર્ષનો પુત્ર છે. લગ્નના ત્રણ માસ બાદથી ભાવના બહેનને તેની સાસુ મણીબેન કામ બાબતે ઠપકો આપી ત્રાસ આપતા હતા..

સાસુને કેમ જોઈતી હતી દીકરી? હદ તો ત્યારે થઈ કે સાસુને દીકરી જોઈતી હતી.. પરંતુ ભાવનાબેને દીકરાને જન્મ આપ્યો. જેથી સાસુએ તેને ત્રાસ આપવાનુ શરૂ કર્યુ.. દીકરી મોહનુ કારણ એવુ હતુ કે મણીબેનની મોટી દિકરીનુ અવસાન થયુ હતુ.. જેથી તેઓ એવું ઈચ્છતા હતા કે, દીકરીનો જન્મ થાય તો તેમની મૃતક દીકરી પરત ઘરે ફરે, બસ આજ અંધશ્રદ્ધામાં તેઓ ભાવનાબેનને ત્રાસ આપતા હતા..

ત્રણ વર્ષના લગ્ન જીવનમા ભાવનાબેનને સાસુ અને પતિ જીતુનો ખુબજ ત્રાસ હતો.. પતિ રાત્રે બીયર પણ પીવડાવતો હોવાનો પરિવારે આક્ષેપ કર્યો છે.. ઘટનાના દિવસની વાત કરીએ તો ભાવનાબેનના પુત્રનો પ્રથમ જન્મદિવસ 9 જાન્યુઆરીના રોજ આવતો હતો.. જેથી ભાવનાબેનએ દિકરાનો જન્મદિવસ ઉજવવા માટે પતિ અને સાસુને કહયુ અને દિકરા માટે કપડા અને ગીફટ ખરીદવાની વાત કરી.. પરંતુ દીકરીના મોહમા સાસુએ ભાવનાબેને મ્હેણા -ટોણા એવા માર્યા કે દિકરાનો જન્મ દિવસ ઉજવે તેના બે દિવસ પહેલા જ અંતિમ પગલુ લીધુ.. એક વર્ષના કાયરવ માનો ખોળા માટે તરસી રહયો છે.. જયારે ભાવનાબહેનની માતા અને ભાઈ -બહેનો પણ ન્યાયની અપીલ કરી રહયા છે.. રામોલ પોલીસે આ કરૂણ ઘટનામા ભાવનાબેનના પતિ જીતુ વાઘેલા અને સાસુ મણીબેન વાઘેલા વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી..

ભાવનાબેનના આત્મહત્યા બાદ પતિ- અને સાસુ એક વર્ષના કાયરવને લઈને ફરાર થઈ ગયા છે.. પોલીસે જુદી જુદી ટીમો બનાવીને આરોપીઓની શોધખોળ શરૂ કરી છે..પરંતુ આ અંધશ્રદ્ધાના અંધારામાં એક પરિવારે પોતાની દીકરી તો.. એક પુત્રએ પોતાની માતાને ગુમાવી છે..આ શર્મસાર કરતા કિસ્સા અંગે તમારું શું કહેવું છે.. કમેન્ટમાં ચોક્કસથી જવાબ આપજો.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021