Categories: દુનિયા

ખેડૂતો અને સરકાર વચ્ચેના તણાવ અંગે વડાપ્રધાન મોદીએ કર્યો ખુલાસો…કહી આ વાત

વડાપ્રધાન મોદી ખેડૂતોના બિલ લઈને ઉભા થયેલા વિવાદ બાદ કહ્યું હતું કે, “ખેડૂતોને ભ્રમિત કરવા માટે અનેક લોકો પ્રયાસ કરી રહ્યાં છે. હું મારા ખેડૂત ભાઈ-બહેનનો આશ્વાસન આપું છું કે, MSP (minimum support price) અને સરકારી ખરીદી વ્યવવસ્થા જળવાઈ રહેશે. આ બિલ ખેડૂતોના બીજા અન્ય વૈકલ્પિક લાભ આપવાના હેતુથી રજૂ કરાયું હતું.”

ઉલ્લેખની છે કે, કોંગ્રેસ અને અન્ય વિપક્ષી નેતાઓ સહિત કેટલાંક ખેડૂત સંગઠનો પણ બિલનો વિરોધ કરી રહ્યાં છે. કારણ કે, આ બિલછી ખેડૂતોને મળતા ટેકાના ભાવ આપતી MSP વ્યવસ્થા જ બંધ થવાની શક્યતા છે. બિલ રજૂ થયું ત્યારે અધીર રંજન ચૌધરીએ કહ્યું હતું કે, આ બિલ ખેડૂતોને મળતા ટેકાભાવ સામે મુશ્કેલી ઉભી કરી શકે છે.

કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે આ વાતને રદિયો આપતા કહ્યું હતું કે,MSP પહેલાની જેમ જ લાગું કરવામાં આવશે. જેની સાથે ખેડૂતો બીજી જગ્યાએ વધુ ભાવે પોતાનો સામાન વેચીને વધુ નફો મેળવી શકે છે. આમ, તોમરે વિપક્ષી નેતાઓના વિરોધને વખોડતા બિલને ખેડૂતો માટે લાભકારક ગણાવ્યું હતું.

કેન્દ્ર સરકારે રવિ પાકના MSP વધારવાની મંજૂરી આપી છે. જેના કારણે ખેડૂતોને તેમના પાકનો વધુ ભાવ મળશે, ભારત સરકાર દેશભરમાં ટેકાના ભાવ નક્કી કરે છે. ખરીદારો ન મળતા ખેડૂતો MSP પર પોતાનો પાક વેચે છે. જ્યારે દેશમાં પાકનું ઉત્પાદન વધે, તો વેચાણનો ભાવ ઘટે છે, ત્યારે કૃષિ પેદાશોના ભાવ ઘટાડાને રોકવા માટે સરકાર મોટા પાકના લઘુતમ વેચાણ ભાવ નક્કી કરે છે. જે એક સત્ર માટે માન્ય રહે છે.

MSP નક્કી કરતી વખતે, ઘણી બાબતોને ધ્યાનમાં રાખવી પડશે જેમ કે, ઉત્પાદકની કિંમત, કિંમતોમાં ફેરફાર, ઇનપુટ-આઉટપુટ કિંમતમાં સમાનતા, માંગ-પુરવઠો વિગેરે…

કૃષિ જાણકારોના અનુસાર, MSP નક્કી કરવાની પ્રક્રિયામાં ઘણી ખામી છે. જેનું નુકસાન ખેડૂતોને વેઠવું પડે છે. કારણ કે, ખેતી જળ, ભૌગોલિકતા, જમીન અને આબોહવા સહિતની અને વિવિધતાથી થાય છે. જેમાં ખેતમજૂરોના હાથમાં હોતું નથી. એટલે MSPમાં ચોક્કસ ખામી છે પરંતુ તેના ફાયદા પણ છે. જેના કારણે ભાવમાં સ્થિરતા જળવાઈ રહે છે. સાથે ખેડૂતોને ટેકાનો ભાવ મળવાની ગેરંટી પણ રહે છે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021