એક વાત કહુ?

વર્લ્ડ રેકોર્ડ બનાવનારી 51 લાખની ભેંસ બની માથાનો દુખાવો, આ કારણે વેચવી પડી

દેશમાં દૂધ ઉત્પાદન ખૂબ ઓછા પ્રમાણ થઈ ગયું છે. કારણ કે આજના સમય ઓછા લોકો ગાય-ભેંસ પાળી રહ્યાં છે. કચ્છમાં મલધારીઓ પશુ-પ્રાણીઓ ઉછેર કરે છે તેમ કહેવામાં આવે છે. ત્યારે હવે એક એવી ભેંસ છે સૌથી વધુ દૂધ આપે છે અને આ ભેંસ પોતાના દૂધના કારણે વિશ્વ રેકોર્ડમાં સ્થાન મેળવે છે, પરંતુ આ ભેંસના માલિકે ભેંસ આટલું દૂધ આપતી હોવા છતાં તેમણે ભેંસ લાખો રૂપિયાની કિંમતમાં વેચી દીધી છે. દૂધ આપવામાં વિશ્વ રેકોર્ડ બનાવનારી ભેંસ સરસ્વતી 51 લાખમાં વેચી આપવામા આવી છે. પેશેનો ખેડૂત સુખબીરનું કહેવું છે કે આ ભેંસને એટલા માટે વેચી કારણ કે તેમને ભેંસ ચોરી થવાનો ડર હતો. તેમણે વધુંમાં કહ્યું કે જેના કારણે આ શ્રેષ્ઠ ઉપાય હતો.

આ ભેંસ તે સમયે ચર્ચામાં આવી હતી જ્યારે ભેંસે 33.131 કિલોગ્રામ દૂધ આપી વિશ્વ રેકોર્ડ બનાવ્યો હતો. તેણે 32.050 કિલોગ્રામ દૂધ આપનારી પાકિસ્તાની ભેંસને હરાવી હતી. જે બાદ તે આ પહેલી પાયાદાન પર આવી દઈ હતી. એટલુંજ નહીં વિજેતા ભેંસના માલિક સુખબીરને બે લાખનું ઈનામ પણ આપવામાં આવ્યું હતું.

Advertisement

જાણકરી મુજબ, અંદાજે ચાર વર્ષ પહેલા ખેડૂત સુખબીરે સરસ્વતીને બરવાલાના ખોખા ગામના રહેવાસી ખેડૂત પાસેથી ખરીદી હતી. જે બાદથી સરસ્વતી ઘણાં બચ્ચાને જન્મ આપી ચુકી છે. ખેડૂત સુખવીર સરસ્વતીનુ દૂધ અને સીમન વેચીને મહિનામાં એક લાખથી વધુ કમાઈ લેતા હતાં.

સરસ્વતી વિશ્વ રેકોર્ડ તોડનારી ભેંસ છે. જેના કારણે તેને વેચવા માટે સમારોહનું આયોજન કરી ઘણી જગ્યાના ખેડૂતોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. સમારોહમાં રાજસ્થાન, યૂપી, પંજાબના આશરે 700 ખેડૂતો ઉપસ્થિ રહ્યાં. સરસ્વતી પર સૌથી ઉંચી બોલી લગાવનાર લુધિયાનાના પવિત્ર સિંહએ 51 લાખ રૂપિયામાં ખરીદી હતી.

Advertisement

ખેડૂત સુખબીરે મીડિયાને જણાવ્યું કે મારી ભેંસ સરસ્વતીએ 29.31 કિલો દૂધ આપી હિસારમાં પહેસી પ્રાઈઝ જીતી હતી. હિસારમાં થનારી સેન્ટ્રેલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ બફેલો રિસર્ચના કાર્યક્રમમાં 28.7 કિલો દૂધ આપી સરસ્વતી અવ્વલ રહી. એટલું નહી, હરિયાણા પુશધન વિકાસ બોર્ડની સ્પર્ધામાં 28.8 કિલો દૂધ દઈ રેકોર્ડ બનાવ્યો.

Advertisement
Exit mobile version