શારીરિક સંબંધ બનાવવાથી મહિલાઓની યાદશક્તિમાં થાય છે વધારો જાણો કેમ..?

શારીરિક સંબંધ બનાવવાથી મહિલાઓની યાદશક્તિમાં થાય છે વધારો જાણો કેમ..?

આ વિશ્વમાં, શારીરિક સંબંધોને લઈને રોજ અનેક પ્રકારના સંશોધન કરવામાં આવે છે. જેનાથી લોકોને તેના વિશે યોગ્ય માહિતી મળી શકે છે. આ રિસર્ચમાં એક ચોંકવનારો ખુલાસો થયો છે કે, શારિરીક સંબંધ બાદ સ્ત્રીઓની યાદશક્તિમાં વધારો થાય છે. આ વિષયના તબીબી વિજ્ઞાનના સંશોધન મુજબ, આપણે એ જાણવાનો પ્રયત્ન કરીશું કે શારીરિક સંબંધો બનાવીને, સ્ત્રીઓની યાદશક્તિ મજબૂત થાય છે. તેમજ મહિલાઓ પોતાને સ્વસ્થ અનુભવે છે. તમને આ વાંચની થોડું અજગતુ લાગતું હશે, પણ આ વાત સાચી છે. તો ચાલો તેના વિશે વિગતવાર જાણીએ….

કેનેડાની મોન્ટ્રીયલની મેકગિલ યુનિવર્સિટીના સંશોધનકારોએ એકરિસર્ચ કર્યા બાદ ખુલાસો કર્યો કે, શારિરીક સંબંધ બનાવ્યા બાદ મહિલાઓ વધુ મજબૂત બને છે. કારણ કે, સ્ત્રીઓના મગજમાં ઑક્સીટોસિન હોર્મોન્સ સ્ત્રાવ થાય છે. જેનાથી મગજની ન્યુરો સિસ્ટમ પહેલા કરતા વધુ સારી રીતે કામ કરે છે. આ મહિલાઓની યાદશક્તિને મજબૂત બનાવે છે.

Advertisement

આ સંશોધન કરનારા ડૉક્ટરો એમ પણ કહે છે કે, સંબંધ બનાવ્યા પછી મહિલાઓના મગજમાં સ્ટ્રેસ હોર્મોન્સનું સ્તર ઓછું થવા લાગે છે. જેના કારણે મહિલાઓ માનસિક રીતે મજબૂત બને છે. તેમજ, સ્ત્રીઓમાં માનસિક સમસ્યાઓ થવાની સંભાવનામાં ઘટાડો થાય છે. જેનાથી મહિલાઓ સ્વસ્થ અને મહેનતુ લાગે છે. એટલું જ નહીં, મહિલાઓના મગજના સેરેબ્રમ શારીરિક જોડાણ કરીને યોગ્ય રીતે કાર્ય કરે છે. જેના કારણે વિચાર અને સમજવાની શક્તિમાં વધારો થાય છે.

આ સંશોધન કરવા માટે, મેકગિલ યુનિવર્સિટીના સંશોધકોએ 18 થી 29 વર્ષની વયની 78 સ્ત્રીઓને આ રિસર્ચમાં સામેલ કરી હતી. જેમાં તેમણે આ સ્ત્રીઓ પર અનેક પ્રયોગો કર્યા હતા. તેમજ મેડિકલ ટેસ્ટ પણ કર્યા હતા.

આ ઉપરાંત શારીરિક સંબંધ કર્યા પછી તેમના શરીરમાં થતા હાર્મોનિક પરિવર્તન પર અભ્યાસ કર્યો હતો. એટલું જ નહીં, આ સંશોધન પૂર્ણ કરવા માટે, ડોકટરોએ મહિલાઓની યાદશક્તિ પણ તપાસવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારબાદ ડોકટરોએ કહ્યું કે, શારીરિક સંબંધ બનાવ્યા પછી મહિલાઓની યાદશક્તિ વધુ મજબૂત બને છે. તેમજ તેમની માનસિક સ્થિતિ પણ પહેલા કરતા સારી છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *