પિઝા બનાવવા માટે નહી પડે ઓવનની જરૂર, આ રીતે તમારા ઘરે જ બનાવો, ટેસ્ટી પિઝા

પિઝા બનાવવા માટે નહી પડે ઓવનની જરૂર, આ રીતે તમારા ઘરે જ બનાવો, ટેસ્ટી પિઝા

કોરોના મહામારીના પગલે ઘણાં ઓછા લોકો માર્કેટનું ભોજન ખાય છે. આ ઉપરાંત બહારનું કોઈ ખાવાનું લેતા પણ ડર લાગે છે, આવામાં જો તમે કોરોના વાયરસના કારણે પિઝા નહી ખાઈ શકતા તો તમારે જરા પણ ચિંતા કરવાની જરૂર નથી,કારણ કે આજે તમને બહાર જેવા જ પિઝાની રેસિપી બતવવા જઈ રહ્યાં છે. આ રેસિપીમાં ખાસ વાત એ છે કે પિઝાને બનાવવા માટે ઓવનની પણ જરૂર નહી પડે. અને તમે સરળતાથી કઢાઈની મદદથી પણ ટેસ્ટી પિઝા બનાવી શકો છો. તો જાણીએ ઓવન વગર પિઝા બનાવવાની રીત

સામગ્રી

મેંદો 1/2
બેકિંગ સોડા-એક ચપટી
બેંકિંગ પાઉડર 1/2
દહી-1 ચમચી
પાણી-1/4 કપ
તેલ 2-3 ચમચી
સમારેલી ડુંગળી-1 મોટી ચમચી
શિમલા મરચું- 2 મોટી ચમચી
સમારેલા ટામેટા- 2 મોટી ચમચી
સ્વીટ કોર્ન- 2 મોટી ચમચી
લીલું મરચું જીણુ સમારેલુ-1
ચિલી ફ્લેક્સ-1/2 ચમચી
કાળા મરી- એક ચપટી
ચીઝ (ઓપ્શનલ)-1/2 કપ
પિઝા બેક કરવા માટે – 1 કપ નમક

Advertisement

બનાવવાની રીત

-પિઝા બનાવવા માટે જો તમે બજારમાંથી જ પિઝા બસે લાવ્યાં છે તો વાત અલગ છે, પરંતુ જો ઘરમાં બનાવી રહ્યાં છે તો સૌથી પહેલા મેંદો, મીઠું, બેકિંગ પાઉડર, દહીને એક બર્તનમાં સરખી રીતે ભેળવી લો.

– પછી હવે આમનો સોફ્ટ લોટ બાંધી લો. જે બાદ તેલ ઉમેરી 2-3 મીનિટ માટે ફરી મસળતા રહો. પછી આ લોટને 2-3 કલાક માટે ઢાંકીને રાખો.

Advertisement

-પછી જ્યારે પિઝા બનાવવા હોય ત્યારે સૌથી પહેલા તેના માટે ટોપિંગ્સ તૈયાક કરો.

-આ માટે તમે તમારી પસંદની શાકભાજીને હળવું સેકી (તળી) લો.

-જે બાદ તેમાં કાળા મરી, મીઠું, પિઝા સીજનિંગ અથવા ઓરિગેનો વગેરે ઉમેરી તેને સોફ્ટ થવા સુધી પકાવી અલગ રાખો.

Advertisement

-હવે મોટી કઢાઈના નીચે મીઠું એક કપ, રાખો અને તેના ઉપર કોઈ સ્ટેન્ડ રાખો. આ એવું હોવું જોઈએ કે જેમ કે તમે ડબલ બોઈલરમાં કઈંક બનાવી રહ્યાં હોય. પછી તેને ઢાંકી દો અને 5 મીનિટ માટે ધીમી આંચ પર આમ છોડી દો.

-આ વચ્ચે પિઝા ડો ને 1 મિનીટા માટે મસળો. પિઝા બેસ શેપ દો.

-જે સ્ટેન્ડને આપણે કઢાઈમાં રાખી હતી, તેના ઉપર માખણ લગાવો.

Advertisement

-પિઝા બેસમાં તમારે ફોર્કથી છેડ(નાના કણ) પણ કરો, પરંતુ ધ્યાન રાખો કે આ આખા બેસમાં એક જેવા હોય.

-પિઝા સોસ, ચીઝ, ટોપિગ્સને પિજા બેસ પર સરખી રીતે લગાવો. અને મરચુ, ડુંગળી બધી જ વસ્તુ ઉમેરી દો.

-હવે તેને તે સ્ટેન્ડમાં રાખી દો જે કઢાઈના અંદર રાખેલું હતું. પછી તેને 10-12 મિનીટ સુધી બેક કરો.

Advertisement

-જે બાદ આ કઢાઈમાંથી બહાર કાઢી નાના-નાના પીસમાં કાપી લો.

-તમારા પિઝા તૈયાર છે, જેને તમે ગરમા ગરમ ખાઈ શકો.

 

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *