Categories: ભક્તિ

શુક્રવારના દિવસ વરસશે માતા સંતોષીની કૃપા, વ્રત રાખવાની વિધિ સાથે બસ કરવું પડશે આ નિયમોનું પાલન

શુક્રવારના દિવસ માતા લક્ષ્મી સાથે માં સંતોષીની પણ આરાધનાનો દિવસ હોય છે. માન્યતા છે કે માતા સંતોષીનું વ્રત રાખવાથી બધી જ મનોકામના પૂર્ણ થાય છે. હિન્દૂ ધાર્મિક માન્યતા અનુસાર, માતા સંતોષીના પિતા ગણેશ અને માતા રિદ્ધિ-સિદ્ઘ છે. માનવામાં આવે છે કે સંતોષી વ્રતના પ્રભાવથી વ્યક્તિને કયારેય પૈસાની તંગી નથી રહેતી, પરંતુ આ વ્રતના કેટલાક નિયમ છે દરેક લોકોએ જાણવા જરૂરી હોય છે.

સંતોષી માતા વ્રતની વિધિ

શુક્રવારના દિવસ સૂર્યોદય પહેલા ઉઠી અને સંપૂર્ણ ઘરની સાફ-સફાઈ કરી લો. આ બાદ પૂજા શરૂ કરો. ઘરમાં કોઈ પવિત્ર સ્થાન પર સંતોષી માતાની મૂર્તિ રાખો. મૂર્તિ પાસે મોટું વાસણમાં જળ ભરીને રાખો અને તેમાં થોડો ગોળ અને ચણાં મિક્ષ કરી દો. ઘીનો દીવો પ્રગટાવો અને માતા સંતોષીની વ્રત કથા સાંભળો. પૂજા પૂર્ણ થયા બાદ ગોળ અને ચણાનો પ્રસાદ બધા વહેચી દો. રાખેલુ જળ ઘરમાં છાંટી દો. આ વ્રતમાં નિયમોનુસાર 16 શુક્રવાર વ્રત રાખવાનું હોય છે. અંતિમ વ્રતના દિવસ ઉદ્યાપન માટે 8 બાળકોને ખીર-પૂરીનું ભોજન ખવડાવો. સાથે જ તમામને કેળાનો પ્રસાદ પણ આપો.

આ રાખો સાવધાની

આ દિવસ વ્રત કરનારા જાતકોએ ખાટી વસ્તુ ન તો સ્પર્શ કરવી જોઈએ ન તો ખાવી. દર શુક્રવારે વ્રતની કથા સાંભળ્યા બાદ સ્વંય ગોળ અને ચણાનો પ્રસાદ ખાવો જોઈએ. વ્રત રાખનારા પરિવારના લોકો પણ પણ ખાટી વસ્તુ ન ખાઓ. વિધિ-વિધાન વ્રતનું નિયમોનું પાલન કરવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે. પરીક્ષામાં સફળતા, ન્યાયલયમાં વિજય, વ્યવસાયમાં લાભ અને ઘરમાં સુખ-સમૃદ્ધિનું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે. અવિવાહિત યુવતીઓને એક મનપસંદ જીવન સાથી શીધ્ર જ મળી જાય છે.

સંતોષી માતાની આરતી

જય સંતોષી માતા, મૈયા જય સંતોષી માતા.
અપને સેવક જનની સુખ સમ્પતિ દાતા…
જય સંતોષી માતા…

સુંદર ચીર સુનહરી માં ધારણ કીન્હો.
હીરા પન્ના દમકે તન શ્રૃંગાર લીન્હો…
જય સંતોષી માતા…

ગેરૂ લાલ છટા છબિ બદન કમલ સોહે
મંદ હંસત કરૂણામયી ત્રિભુવન જન મોહે…
જય સંતોષી માતા…

સ્વર્ણ સિંહાસન બૈઠી ચંવર દૂરે પ્યારે.
ધૂપ,દીપ, મધુ, મેવા,ભોજ ધરે ન્યારે…
જય સંતોષૂ માતા…

ગુડ અરૂ ચના પરમ પ્રિય તા મેં સંતોષ કિયો.
સંતોષી કહલાઈ ભક્તન વૈભવ દિયો…
જય સંતોષી માતા…

શુક્રવાર પ્રિય માનત આજ દિવસ સોહી.
ભક્ત મડળી છાઈ કથા સુનત મોહી…
જય સંતોષી માતા…

મંદિર જગ મગ જ્યોતિષ મંગળ ધ્વનિ છાઈ.
વિનય કરેં હમ સેવક ચરનન સિર નાઈ..
જય સંતોષી માતા…

દુખી દારિદ્રી રોગી સંકટ મુક્ત કિએ
બહુ ધન-ધાન્ય ભરે ઘર સુખ સૌભાગ્ય દિએ…
જય સંતોષી માતા…

ધ્યાન ધરે જો તેરા વાંછિત ફળ પાયો.
પૂજા કથા શ્રવણ કર ઘર આનંદ આયો…
જય સંતોષી માતા…

ચરણ ગહે કી લજ્જા રખિયો જગદમ્બે.
સંકટ તૂ હી નિવારે દયામયી અંબે..
જય સંતોષી માતા…

સંતોષી માતાની આરતી જે કોઈ જન ગાવે.
રિદ્ધિ-સિદ્ધ સુખ સમ્પતિ જી ભર કે પાવે…
જય સંતોષી માતા…

 

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021