પકોડી ખાઈ ભૂલી જશો બધા સ્વાદ, તો આ રીતે બનાવો પકોડી તમારા ઘરે

પકોડી ખાઈ ભૂલી જશો બધા સ્વાદ, તો આ રીતે બનાવો પકોડી તમારા ઘરે

પકોડીનું નામ સાંભળતા જ દરેકના મોંમાં પાણી આવી જાય. જ્યારે ગરમીની સિઝનમાં પકોડી લોકો વધું ખાય છે. કોરોના મહામારીથી બચવા માટે હાલ લોકો ઘરની ચાર દિવાલમાં જ રહે છે અને આવા સમયે બહારની જગ્યાએ ઘરમાં લોકો જ પકોડી બનાવવાનું પસંદ કરે છે. જોકે પકોડીનું પાણી બનાવવાત ખૂબ સરળ છે, પરંતુ પકોડીની પૂરી બનાવવી થોડી મુશ્કેલ કામ છે. ઘણી વાર પકોડીની પૂરી સરખી નથી બનતી અને ખાવનું મન ન થાય. કેટલાક લોકોની પૂરી એટલી મોટી બની જતી હોય તેને તોડવી પણ મુશ્કેલ થઈ જાય, કેટલાકની તો પૂરી ફૂલેજ નહીં. આવો આજે તમને સોજી (રવા)ની પકોડી બનાવવાની સરળ વિધિ જણાવીશું.

સોજીની પકોડી બનાવવા માટે સામગ્રી

સોજી-200ગ્રામ
તલ -1/4 કપ
પાણી -જરૂર મુજબ
મીઠું-સ્વાદનુસાર

Advertisement

બનાવવાની રીત

સોજીની પકોડી બનાવવા માટે સૌથી પહેલા એક વાસણમાં સોજી અને તલ ઉમેરી સરખી રીતે મિક્સ કરી લો. હવે થોડુ-થોડું હળવું ગરમ પાણી નાંખી નરમ લોટ બાંધો અને તેને 20 મિનીટ સુધી ઢાંકીને રાખો દી. નક્કી સમય બાદ લોટ ફૂલીને તૈયાર થઈ જશે. જે બાદ પાટલા પર 5 મિનીટ સુધી મસળતા રહો જેથી લોટ ચીકણો થઈ જાય. હવે તૈયાર લોટના નાના ગાટો બનાવી લો. હવે એક ગોટાને પૂરીથી સાવ નાના આકારમાં વણી લો. ધ્યાન રાખો લોટ લગાવવાની જગ્યા પર તેલ જ લગાવીને વણે. આ રીતે બધા ગોટા કરેલા વણી લો. હવે મીડિયમાં આંચ પર એક તપેલીમાં તેલ ગરમ કરવા માટે રાખી દો. તેલ ગરમ થઈ જાય પછી બધી પૂરી નાંખી હળવા સોનેરી થાય ત્યા સુધી તળી લો. એક ટિશ્યૂ પેપર રાખી નાની-નાની પૂરી આની પર રાખી દો. તૈયાર છે સોજીની પકોડી…

Advertisement

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *