Categories: દેશ

ગૂગલના ડૂડલમાં ભારતની આ દીકરીએ મેળવ્યું સ્થાન, જેણે માત્ર 12 વર્ષની વયે જ ઓલોમ્પિકમાં લીધો હતો ભાગ…

દેશના કેટલાંક વિસ્તારમાં આજે પણ જ્યાં દીકરીઓને એક ખૂણામાં ગોધી રાખવામાં આવે છે. ત્યાં બીજી તરફ દીકરીઓ માત્ર દેશમાં જ નહીં પણ આંતરરાષ્ટ્રિય સ્તરે પોતાની પ્રતિભાનો ડંકો વગાડી રહી છે. વિવિધ ક્ષેત્રમાં પોતાની જાતને  સાબિત કરીને પરિવારનું જ નહીં  દેશનું પણ નામ રોશન કરી રહી છે. એવી એક પ્રતિભાની નોંઘ ગૂગલે પણ લીધી છે. જે ગૂગલના ડૂડલમાં સ્થાન મેળવનારી પ્રથમ મહિલા છે. તો આવો, જાણીએ કે, કોણ છે આ ખેલાડી…

આજે એટલે કે, 24 સપ્ટેમ્બરે ગુગલે ભારતીય તરણવીર આરતી સાહાની 80 મી જન્મજયંતિ નિમિત્તે ડૂડલ બનાવ્યું હતું. આરતીએ 1960 માં પદ્મશ્રી એવોર્ડ મેળવનારી પ્રથમ મહિલા હતી. તેના આ અમૂલ્ય યોગદાનના માનમાં ગૂગલે તેનું ડૂડલ બનાવ્યું છે.

આરતી સાહાનો જન્મ 24 સપ્ટેમ્બર 1940 માં કોલકાતા (તત્કાલિન બ્રિટીશ ભારત) માં થયો હતો. તેણે હુગલી નદીના કાંઠે તરવાની તાલીમ લીધી હતી. બાદમાં તેમણે ભારતના શ્રેષ્ઠ સ્પર્ધાત્મક તરવૈયા સચિન નાગની દેખરેખ હેઠળ ટ્રેનિંગ લીધી. સહાએ પાંચ વર્ષની વયે પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો હતો. 11 વર્ષની ઉંમરે, તેણે તરણ સ્પર્ધાના ઘણા રેકોર્ડ તોડી નાખ્યા હતા.

12 વર્ષની ઉંમરે, સાહાએ ફિનલેન્ડની રાજધાની હેલસિંકીમાં 1952 ના સમર ઓલિમ્પિકમાં ભાગ લીધો અને ભારતની પ્રથમ ટીમમાં સામેલ થઈ હતી. સહાની ટીમમાં સામેલ ચાર મહિલાઓમાંની એક હતી. 18 વર્ષની ઉંમરે, તેણે અંગ્રેજી ચેનલને પાર કરવાનો પ્રયાસ કર્યો. નિષ્ફળ પ્રયાસ પછી, તે પ્રવાસ પૂર્ણ કરવામાં સક્ષમ હતી. તે આમ કરનારી પ્રથમ એશિયન મહિલા બની હતી.

ગુરુવારે, ગૂગલે સાહાને ઇંગ્લિશ ચેનલને પાર કરતી બતાવી હતી, સાથે-સાથે કંપાસ સાથેની તેની તસવીર પણ શેર કરી હતી. આ પેઇન્ટિંગ કોલકાતાના કલાકાર લવણ્યા નાયડુએ બનાવી હતી.

એક મુલાકાતમાં નાયડુએ કહ્યું હતું કે, કોલકાતાના ઘરોમાં આરતી સહાનું નામ જાણીતું છે. તેમણે કહ્યું, મને આશા છે કે, જ્યારે પણ આપણા દેશના ઇતિહાસમાં મહિલાઓને કોઈ પણ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામગીરી કરવા માટે યાદ કરવામાં આવશે, ત્યારે તેમાં આરતી સાહાનું નામ પણ સામેલ હશે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021