Categories: ગુજરાત

ગુજરાતમાં રોજ 3 દીકરીઓ પર બળાત્કાર, નારી શક્તિની વાત કરતી સરકારના દાવા પોકળ

આપણા શાસ્ત્રોમાં સ્ત્રીને નારી તું નારાયણીનો દરજ્જો આપવામાં આવ્યો છે. નારી શક્તિની વાત કરતી આ સરકારને ગુજરાતમાં થતા બળાત્કારના આંકડા જોઇને શરમ કરવા જેવી વાત છે. રાજ્યમાં 3 વર્ષ દરમિયાન 18 વર્ષથી ઓછી ઉંમરની 3743 કિશોરીઓ બળાત્કારનો ભોગ બની ચૂકી છે. આમ, આ સ્થિતિએ ગુજરાતમાં 18 વર્ષથી ઓછી ઉંમરની સરેરાશ 3 કિશોરીઓ દરરોજ બળાત્કારનો ભોગ બની રહી છે.

લોકસભાના ચોમાસુ સત્ર દરમિયાન જારી કરવામાં આવેલા અહેવાલ પ્રમાણે સમગ્ર દેશમાં વર્ષ 2016માં 19765, વર્ષ 2017માં 17557 અને વર્ષ 2018માં 21605 એમ ત્રણ વર્ષમાં કુલ 58927 કિશોરીઓ પર બળાત્કાર થયો છે. આ સ્થિતિએ આપણા દેશમાં દરરોજ સરેરાશ 54 કિશોરીઓ બળાત્કારનો ભોગ બને છે અને આ બાબત અત્યંત ચિંતાજનક છે.

ગુજરાતમાં સ્ત્રીઓ દરેક ક્ષેત્રમાં આગળ તો આવી પણ આ પુરૂષ પ્રધાન દેશે નારીને હમેંશા બેબાકળી સમજી છે. ગુજરાતમાં જે રીતે બળાત્કારના કેસ સામે આવે છે એ જોતા સરકાર સામે પ્રશ્ન કરવાનું મન થાય છે કે જો આ જ નિતિ રહી તો નિર્ભયાને જે રીતે ન્યાય અપાવ્યો તેમ દરેક નાના ગામ કે શહેરની દિકરીઓની સલામતી પર પુરતું ધ્યાન આપવામાં આવે.

ગુજરાતમાં કિશોરીઓ પર થતાં બળાત્કારના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. વર્ષ 2016માં આ પ્રમાણ 1054 હતું અને તે વધીને વર્ષ 2017માં 1233 અને વર્ષ 2018માં 1456 થયું હતું. ત્રણ વર્ષ દરમિયાન દેશના જે રાજ્યોમાં સૌથી વધુ કિશોરીઓ પર બળાત્કાર થયો હોય તેમાં મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કર્ણાટક મોખરાના ત્રણ સ્થાને છે.

મહારાષ્ટ્રમાં વર્ષ 2016માં 2292, વર્ષ 2017માં 2387, વર્ષ 2018માં 2832 એમ કુલ 7511 કિશોરીઓ બળાત્કારનો ભોગ બની હતી. વર્ષ 2018માં સૌથી વધુ કિશોરીઓ બળાત્કારનો ભોગ બની હોય તેમાં મહારાષ્ટ્ર 2832 સાથે ટોચના, ઉત્તર પ્રદેશ 2023 સાથે બીજા, તમિલનાડુ 1457 સાથે ત્રીજા, ગુજરાત 1456 સાથે ચોથા જ્યારે કર્ણાટક 1408 સાથે પાંચમાં સ્થાને છે.

ભારતમાં દર 16મી મિનિટે બળાત્કારની એક ઘટના નોંધાય છે. દર 26મી મિનિટે એક મહિલા આત્મહત્યા કરે છે. દર મહિને 2,713 બળાત્કારના કિસ્સા નોંધાય છે. શું ભારત ખરેખર ‘રેપિસ્તાન’ બની ગયું છે?

2012માં બનેલા નિર્ભયાકાંડમાંથી શું આપણે કોઈ પદાર્થપાઠ શીખ્યાં છીએ? નિર્ભયાકાંડ બાદ ભારતનાં અખબારો, પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાએ અને સામાજિક પ્રવૃત્તકોએ બળાત્કારની ઘટનાઓ પર અંકુશ મૂકાય અને અપરાધીઓને ઝડપથી સજા મળે તે માટે ફાસ્ટટ્રેક કોર્ટથી માંડીને પોલીસ દ્વારા દિવસ-રાત પેટ્રોલિંગ, સ્ટ્રાઈકિંગ ફોર્સ અને મહિલાઓ માટે સુરક્ષા કવચની ભલામણો કરી હતી…. આજે વાસ્તવિકતા શું છે?

દેશનું પાટનગર દિલ્હી વાસ્તવમાં રેપ કેપિટલ તરીકે બદનામ થઈ ચૂક્યું છે. ગત વર્ષે થોમસન રોઈટર્સ ફાઉન્ડેશન દ્વારા થયેલો વૈશ્વિક સર્વે સૂચવે છે કે, મહિલાઓની સુરક્ષા અને જાતીય સતામણીની દૃષ્ટિએ ભારતની ગણના વિશ્વમાં સૌથી ડેન્જરસ-ખતરનાક દેશમાં થાય છે.

આ સર્વેના ટોપ ટેન દેશોમાં દ્વિતીય ક્રમે અફઘાનિસ્તાન અને ત્યારબાદ ક્રમાનુસાર સિરિયા, સોમાલિયા, સાઉદી અરબિયા, પાકિસ્તાન, કોંગો, યમન અને નાઈજિરિયા આવે છે. છેલ્લા ૧૦મા ક્રમે અમેરિકાનો સમાવેશ થાય છે.

વિશ્વની 550 જેટલી તજજ્ઞ વ્યક્તિઓએ આરોગ્ય, જાતીય સતામણી, બળાત્કાર, સ્ત્રીઓ સાથેનો ભેદભાવ, ફરજિયાત વેશ્યાવૃત્તિ, ગૃહકંકાસ કે લોહીના ધંધામાં સ્ત્રીઓની ફરજિયાત ભરતી સહિતના તમામ મુદ્દાને કેન્દ્રમાં રાખીને કરેલા પરસેપ્શન સર્વેમાં ભારતને સૌથી વધુ ભયાનક દેશ ગણાવ્યો છે.

શું આ ઘટનાક્રમ સમગ્ર દેશ માટે શરમજનક નથી? ભારત સરકારનો ક્રાઇમ રેકોર્ડ કહે છે કે 2006થી 2016 સુધીમાં મહિલાઓ વિરુદ્ધ અત્યાચારો અને અપરાધોમાં 80 ટકાનો વધારો થયો છે. 2016માં ભારતમાં બળાત્કારના 40,000થી વધુ કેસ નોંધાયા હતા. હકીકત એ છે કે નોંધાયેલા કેસોની સરખામણીમાં વાસ્તવમાં ઘટતા કેસોની સંખ્યામાં અનેકગણી વધારે હોય છે.

બળાત્કારથી પીડિત મહિલા મહદ્‌અંશે પરિવાર અને સમાજના ભયથી એફઆઈઆર કે પોલીસ કેસ કરવાનું ટાળે છે. ભારતમાં બીજી ચિંતાજનક બાબત એ છે કે, છેડતી, ફરજિયાત દેહવિક્રય, જાતીય સતામણી, ગૃહકંકાસ અને પતિ દ્વારા થતી મારપીટના પગલે સ્ત્રીઓ દ્વારા આત્મહત્યાનું આત્યંતિક પગલું ભરવાની ઘટનાઓ વધી રહી છે.

કમનસીબે, એક તરફ બેટી બચાવ-બેટી પઢાવથી માંડીને સ્ત્રી સશક્તિકરણની વાતો થાય છે તો બીજી તરફ નિર્ભયાકાંડ, જમ્મુ-કાશ્મીરનો કઠુઆકાંડ, બિહાર અને ઉત્તરપ્રદેશમાં રાજકારણીઓ દ્વારા મહિલાઓની હોસ્ટેલમાં ચલાવાતાં કૂટણખાનાં સહિતની ઘટનાઓને પગલે એકંદરે ભારત દેશની બદનામી થઈ રહી છે.

વિદેશી મીડિયામાં ભારત વિરુદ્ધ અપપ્રચારનું પ્રમાણ વધે છે અને સિરિયા હોય કે સોમાલિયા, અફઘાનિસ્તાન હોય કે પાકિસ્તાન, ભારતની બદનામી આ રાષ્ટ્રોની સરખામણીમાં અનેકગણી થાય છે, જે દેશની ઈમેજ માટે હાનિકારક છે.

સરકાર સામે સવાલ?
જોકે ગુજરાત કરતા અનેક રાજ્યો આ બળાત્કારના કિસ્સાઓમાં આગળ છે. પરંતુ ગુજરાત પણ કાંઈ પાછળ તો નથી જ. ત્યારે સવાલ એ થાય છે કે, મહિલા સુરક્ષાની વાતો કરતી સરકાર શું કરી રહી છે? શું સરકાર આ આંકડા સામે આવ્યા પછી પણ ગુજરાતમાં મહિલાઓને સુરક્ષિત ગણાવશે? કેવી રીતે તમે મહિલાઓને ગુજરાતમાં સુરક્ષિત માનો છો? શું આ છે આપણી કાયદો-વ્યવસ્થાની સ્થિતિ? વાતો ખુબ મોટી-મોટી થાય છે. પરંતુ મહિલાઓ કેટલી સુરક્ષિત છે તે આજે ગુજરાત જાણી ચૂકયું છે. હવે સરકાર તો જાગશે ત્યારે જાગશે. પરંતુ દરેક માતા-પિતાઓએ જાગવું પડશે.. કારણ કે, આપણી દીકરીઓની સુરક્ષા આપણે જ કરવી પડશે. સરકારના ભરોસે દીકરીઓને એકલી નહીં મુકી શકાય.

જો તમે પણ અમારી વાત સાથે સહમત હોય તો શેર કરીને અમારા પેજને ફોલોવ જરૂર કરજો.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021