આ સ્ટોરમાં બની 7801 ડાયમંડ જડેલી અદભૂત વીંટી, જોઇને મન લલચાઇ જશે

આ સ્ટોરમાં બની 7801 ડાયમંડ જડેલી અદભૂત વીંટી, જોઇને મન લલચાઇ જશે

ડાયમંડ વીંટી કોને ન ગમે. લોકો તેમને લગ્નથી માંડીને નાના પ્રસંગ સુધી પહેરવાનું પસંદ કરે છે. પણ વિચારો કે તમારી આ હીરાની વીંટી દુનિયાની એ વીંટી હોય જેમાં સૌથી વધુ હીરા છે, તો તમે શું કહેશો. હૈદરાબાદમાં ડાયમંડ સ્ટોરે આવી જ એક રીંગ તૈયાર કરીને ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.

આ અદ્ભુત હીરાની વીંટી હૈદરાબાદમાં ચંદુભાઇ નામના હીરાના સ્ટોરમાં કોટ્ટી શ્રીકાંતે બનાવી છે. તેણે તેનું નામ ‘ધ ડિવાઈન – 7801 બ્રહ્મા વજ્ર કમલમ’ રાખ્યું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેમાં 7801 કુદરતી હીરા લાગેલા છે.

Advertisement

આવી સ્થિતિમાં, તેનું નામ ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાઈ ગયું છે. કોટ્ટી શ્રીકાંતે કહ્યું, ‘કળાના અનન્ય ટુકડાઓ બનાવવાના મારા જુસ્સાને માન્યતા આપવા બદલ હું ગિનીસ વર્લ્ડ રેકોર્ડનો આભારી છું. મેં બનાવેલા માસ્ટરપીસ માટે વૈશ્વિક સ્તરે આદર મળવવામાં ખૂબ જ આનંદ છે.

આ મહિનાની શરૂઆતમાં, હીરાની વીંટી લોકો સમક્ષ લાવવામાં આવી હતી. આ આશ્ચર્યજનક રીંગ દુર્લભ ફૂલ બ્રહ્મા કમલમ દ્વારા પ્રેરિત છે, જે અત્યંત શુદ્ધ માનવામાં આવે છે અને ધાર્મિક કાર્યો માટે વપરાય છે. તેમાં ઔષધીય ગુણ પણ છે.

Advertisement

રિંગની યોજના સૌ પ્રથમ 2018 માં બનાવવામાં આવી હતી અને તેને બનાવવામાં 11 મહિનાથી વધુ સમય લાગ્યો હતો. રીંગ છ સ્તરોના રૂપમાં હોય છે, દરેક સ્તરમાં આઠ પાંખડીઓ હોય છે.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *