Categories: ગુજરાત

ગુજરાતમાં મેઘરાજા મહેરબાદ, ઠેર ઠેર મેઘાની હેલી, જાણો ક્યા કેટલો વરસાદ પડ્યો

હવામાન વિભાગની આગાહી રાજ્યમાં સાચી પડી રહી છે. રવિવારે ઉત્તર ગુજરાતમાં જાણે આભ ફાટ્યું હોય તેવી રીતે વરસાદ પડ્યો. અનેક વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા. તેવામાં ફરી એક વખત આગામી બે દિવસો એટલે 24 અને 25 તારીખ ગુજરાતના માથે ભારે હોવાનું હવામાન વિભાગનું અનુમાન છે. બંગાળની ખાડીમાં વેલ માર્ક લો પ્રેશર સક્રિય થયું. જેની અસર સીધી જ ગુજરાત પર પડી રહી છે.

108 જળાશયો હાઈઅલર્ટ પર

તેવામાં ગુજરાતમાં આગામી બે દિવસોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. બીજી તરફ ખતરો એ છે કે, વરસાદી આગાહી વચ્ચે રાજ્યના 108 જળાશયો ઓરવફ્લો થતા હાઈઅલર્ટ પર છે. તેવામાં જે વરસાદ હેલી કરે અથવા તો એક સાથે ખાબકે તો મોટા પાયે નુકસાન થવાની ભીતિ છે.

રેડ અલર્ટ પર ઉત્તર-દક્ષિણ-સૌરાષ્ટ્ર

મહત્વનું છે આગામી બે દિવસ ગુજરાત માટે વરસાદી આંધીના રૂપમાં જોવાઈ રહ્યા છે. ત્યારે તંત્ર પણ એક્શનમાં આવી ગયું છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત-દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં રેડ અલર્ટ જાહેર કરાયું છે. તો બીજી તરફ રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ ઓરેન્જ અલર્ટ જાહેર કરાયું છે.

ક્યાં કેટલો વરસાદ પડ્યો

રવિવારે રાજ્ય 251 તાલુકામાં ક્યાંક ભારે તો ક્યાં હળવો વરસાદ નોંધાયો. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર પછી હવે ઉત્તર ગુજરાતને મેઘાએ ધમરોળ્યું છે. ઉત્તર ગુજરાતના 51 તાલુકામાં એકંદરે ખુબ સારો વરસાદ પડ્યો. સવારના 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીમાં રાજ્યના 22 તાલુકામાં 4થી 12 ઇંચ સુધી, 72 તાલુકામાં 2થી 4 ઇંચ સુધી, 69 તાલુકામાં 1થી 2 ઇંચ સુધી અને 88 તાલુકાઓમાં 1 ઈંચથી પણ ઓછો વરસાદ નોંધાયો.

જિલ્લો તાલુકો વરસાદ ઇંચમાં
મહેસાણા કડી 11.5
મહેસાણા બહુચરાજી 8.8
સુરત ઉમરપાડા 8.4
પાટણ સરસ્વતી 8.1
મહેસાણા જોટાણા 7.2
મહેસાણા મહેસાણા 6.5
પાટણ રાધનપુર 6.2
પાટણ હારિજ 6.1
ગીર-સોમનાથ ગીર ગઢડા 5.7
પાટણ પાટણ 5.5
સાબરકાંઠા વિજયનગર 5.5
પાટણ સિદ્ધપુર 5.4
જૂનાગઢ વિસાવદર 5.1
મહેસાણા ઉંઝા 5.2
ગાંધીનગર માણસા 4.7
અમદાવાદ વિરમગામ 4.5
બનાસકાંઠા ભાભર 4.4
બનાસકાંઠા વડગામ 4.2
મહેસાણા વિજાપુર 4.1
મોરબી મોરબી 4.2
અરવલ્લી મેઘરજ 4
સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા 3.8

તંત્રને કરાયું 24 કલાક સાવધાન

રાજ્યના મોટા ભાગના જળાશયો હાઈ અલર્ટ પર હોવાથી રાજ્યમાં NDRD અને SDRFની 13 થી 14 ટૂકડીઓને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. તો બીજી તરફ અમુક જિલ્લાઓમાં STના કેટલાક રૂટ પણ બંધ કરવામાં આવ્યા છે.

રાજ્યમાં 94.57 નોંધાયો વરસાદ

ઉલ્લેખનિય છે કે, રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 94.57 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે. કચ્છ જિલ્લામાં સૌથી વધુ 162 ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે રાજ્યના 57 તાલુકાઓમાં અત્યાર સુધી 40 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. તો 129 તાલુકાઓમાં 20 થી 40 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે.

મહત્વનું છે કે, રાજ્યમાં ઉત્તર અને દક્ષિણ અને મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર-કચ્છ ઝોનમાં ભારે વરસાદની આગાહીને પગલે તમામ સત્તાધિશો અને બચાવ ટૂકડીઓને સતર્કતા રખાઈ રહી છે. ભારે વરસાદની સ્થિતિને પગલે રાજ્યકક્ષાએ મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે, કોઈ પણ પ્રકારની સમસ્યા ન સર્જાય તે માટે ખાસ તકેદારીના તમામ પગલા ભરવા માટે સૂચન અપાયું છે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021