Categories: ભક્તિ

32 વર્ષ પછી આ વખતે કાળીચૌદશના દિવસે થશે અદભૂત સંયોગ… જાણો આ વર્ષની કાળી ચૌદશ કેમ છે ખાસ…

દિવાળીના એક દિવસ પહેલાં એટલે આવતી કાલે કાળી ચૌદશની ઉજવણી કરવામાં આવશે. આજના દિવસે લોકો પોતાના ઘરમાંથી કકળાટ દૂર કરવા ચોકમાં વડા મૂકી અશાંતિ દૂર કરશે તથા સુરાપુરા દાદાને નૈવેધ કરશે. આજે વ્યાપાર ધંધાની મશીનરીનું પૂજન કરશે. કહેવાય છે કે, આજના દિવસે પૂજા કરવાથી કામ કયારેય અટકતુ નથી. આમ, દિવાળી પર્વમાં અગ્યિારસથી લઈને કાળી ચોદશ સુધી દરેક દિવસની વિશેષ કરવામાં આવે છે. જેની પોતાની અગલ માન્યતા અને વિશેષતા છે. તો આજે આપણે કાળી ચૌદશના તેના મહત્વ અને પૂજા વિશે જાણીશું.

આવતી કાલે કાળીચૌદશ છે જેને નરક ચતુર્દશી પણ કહેવાય છે. વર્ષમાં ચાર મહારાત્રી આવે છે. કાલીરાત્રી, મહારાત્રી, મોહરાત્રી અને દારૂણરાત્રી આમ ચારેય રાત્રીના નામ કાળીચૌદશ મહાશિવરાત્રી, શરદપૂનમ, હોળીની રાત, આમ કાળી ચૌદશ વર્ષની મહારાત્રી તરીખે ગણાય છે. આ દિવસે લોકો પોતાના ઘરમાંથી કકળાટ દૂર કરવા ચોકમાં વડા મૂકી અશાંતિ દૂર કરે છે. કાળી ચૌદશના દિવસે સુરાપુરાને નૈવૈધ પણ ધરાવામાં આવે છે. અને સાંજના સમયે પ્રતિક સ્વરૂપે રસ્તા પર ચાર ચોકમાં ઘરેથી બનાવેલા વળા મૂકવામા આવે છે. આમ આવી રીતે ઘરમાંથી અશાંતિ દૂર થાય છે.

કાળી ચૌદશએ માતાજી મહાકાલી પૂજાનો દિવસ છે. આ દિવસે માતાજીની પૂજા કરીને પ્રાર્થના કરવામાં આવે છે. ઘરમાં રહેલાં બધા જ આશુરી તત્વો દૂર થાય અને જીવનમાં શાંતીનીપ્રાપ્તિ થાય. તેમજ વ્યાપાર ધંધામાં રહેલ મશીનરીનું પૂજન કરવું મશીનરીને ચાંદલો ચોખા કરી રક્ષા કંકળ બાંધવું જેથી મશીનરી કોઈ દિવસ અટકતી નથી. તેમજ ઘરની બહાર દરવાજા પાસે ૧૪ દિવા પ્રગટાવી અને 14 યમના નામ લેવાથી ઘરના સભ્યોને અકાળમૃત્યુ અથવા આકસ્મિક મૃત્યુનોભય રહેતો ન હોવાની લોકમાન્યતા છે.

દિવાળીના તહેવારોમાં આ વર્ષે તિથિઓને ક્ષયનું ગ્રહણ છે, જેના કારણે ધનતેરસ-કાળીચૌદશની તિથિ અને કાળીચૌદશ-દિવાળીની તિથિ એક જ દિવસે આવે છે.

જ્યોતિષીના જણાવ્યા અનુસાર, આ વર્ષે 13 નવેમ્બર, શુક્રવારે ધનતેરસ અને કાળીચૌદશ ભેગી છે. 13મીએ સવારે ઉદિત તિથિ એટલે કે સૂર્યોદયથી સાંજે 6 વાગ્યા સુધી ધનતેરસ રહેશે. ત્યાર બાદ કાળીચૌદશની તિથિ શરૂ થશે, જે 14 નવેમ્બરે શનિવારે બપોરે 2.18 વાગ્યા સુધી રહેશે. કાળીચૌદશની વિશિષ્ટ પૂજા, મંત્ર-તંત્રની ઉપાસના શનિવારે સૂર્યોદય બાદ જ કરી શકાશે. કાળીચૌદશમાં ઉપાસના રાતને બદલે દિવસે કરવાનો સંયોગ 32 વર્ષ પછી આવી રહ્યો છે.

એવું  કહેવાય છે કે, સંધ્યાકાળ પછી મૃત્યુના દેવતા યમરાજને દીવો કરવામાં આવે છે, તેને નાની દિવાળી પણ કહેવાય છે. આ પૂજા, દીપદાન કરવાથી અકાળ મૃત્યુથી મુક્તિ મળે છે. પૌરાણિક કથા મુજબ, નરકાસૂર નામના દૈત્યએ 16,108 કન્યાઓને બંદી બનાવી હતી. તેનાથી મુક્તિ મેળવવા માટે કૃષ્ણ ભગવાને નરકાસૂરનો વધ આ જ ચતુર્દશીના દિવસે કર્યો હતો. આ કન્યાઓને સમાજ ચારિત્ર્યહીન ગણી સ્વીકારશે નહીં તેની ચિંતાને કારણે સત્યભામાના સહયોગથી કૃષ્ણ ભગવાને તમામ સાથે વિવાહ કર્યા હતા, એટલે જ કૃષ્ણ ભગવાનની 16,108 પત્નીઓ ગણવામાં આવે છે. કાળી ચૌદશના દિવસે સૂર્યોદયથી પહેલા પ્રત્યુષ કાળમાં સ્નાન કરવાથી યમલોકના દર્શન કરવા પડતા નથી.

 આ દિવસે ઘરમાંથી કંકાસ-કકળાટ કાઢી ચકલે મૂકવો, દુકાન, નોકરી, વ્યાપાર કે ધંધાની જગ્યાની, આવકના સાધનોની કે બેઠકની શુદ્ધિ માટે લીંબુ, બજરબટ્ટુ જેવી વસ્તુ ઓવારી ચકલે મૂકી નકારાત્મક ઊર્જા દૂર કરી સબળ સકારાત્મકતા ગ્રહણ કરવાનો ખાસ અવસર છે.

ચૌદશ, 14મીએ દિવાળી, 15મીએ ગોવર્ધન પૂજા અને 16 નવેમ્બરના ભાઇબીજ ઉજવવામાં આવશે. આ દિવસોમાં દેવી લક્ષ્મીજી, ધનવંતરિ, કુબેરદેવ, ગોવર્ધન પર્વત, યમરાજ સાથે જ ગણેશજી, દેવી સરસ્વતી, ભગવાન વિષ્ણુ, શિવજીની વિશેષ પૂજા કરવામાં આવે છે.

આમ, કાળી ચૌદશ પૂજા કરીને નકારાત્મક શક્તિઓનો નાશ કરી સકારાત્મકતા તરફ વળવાનો ઉદ્દેશ ઉજવવામાં આવે છે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021