Categories: ભક્તિ

કળિયુગના અંતથી જોડાયેલી અત્યંત રહસ્યમય વાતો શું તમે જાણો છો?

કળિયુગને લઈને દરેક પ્રકારની વાતો થઈ રહી છે, હવે તેને લઈને સૌ કોઈ ચિંતિત જ જોવા મળી મળ્યું છે કે આવનારૂ વર્ષ કેવું હશે? ત્યારે અમે તમને કળિયુગથી જોડાટયેલી તે ખાસ રોચક વાતો જણાવીશું જે ઘણાં ધર્મ ગ્રંથોમાં વર્ણન કરેલું છે.

પંડિત સુનીલ શર્માના જણાવ્યાં અનુસાર, બ્રહ્મવૈવર્ત પુરાણમાં કળિયુગના વિશે ઘણું બધું જણાવવામાં આવ્યું છે, તેમજ અત્યારે કળિયુગ ચાલી રહ્યો છે, અને દ્વાપરયુગ સમાપ્ત બાદ કુલ 5000 વર્ષ વિતી ગયાં છે. અધર્મ ફેલવવાનું શરૂ થઈ ગયું છે, આવા સમયે હવે મનુષ્યએ એક-બીજા પર વિશ્વાસ કરવાનું જ બંધ કરી દીધું છે.

ધર્મ ગ્રંથોના અનુસાર, કળિયુગમાં એવો સમય પણ આવશે જ્યારે માણસનું આયુષ્ય ઓછું થઈ જશે, યુવાવસ્થા સમાપ્ત થઈ જશે. આગામી સમયમાં 20ની ઉંમરમાં જ વૃદ્ધાપણુ આવી જશે. ગ્રંથોમાં પૃથ્વીના પ્રારંભથી અંત સુધી કાળના ચાર યુગો એટલે સતયુગ, ત્રૈતાયુગ, દ્વાપરયુગ તેમજ કળિયુગમાં વહેચવામાં આવ્યું છે.

કળિયુગના અંતિમ સમય લઈને ઘણાં ધર્મ ગ્રંથોમાં ઘણી રોચક વાતો લખી છે, જાણો આ યુગથી જોડાયેલી કેટલીક આવી જ વાતોને. જ્યોતિષ ગ્રંથ સૂર્ય સિદ્ધાંતમાં વર્ણન કરવામાં આવ્યું છે કે કળિયુગ 4, 32, 000 વર્ષ સુધી રહેશે.

તેમજ દેવતાઓના આ દિવ્ય વર્ષોના આધાર પર ચાર યુગોના માનવ સૌર વર્ષોમાં સમયગાળો આ રીતે છેે

સતયુગ 4800 (દિવ્ય વર્ષ) 77, 28, 000 (સૌર વર્ષ)
ત્રેતાયુગ 3600 (દિવ્ય વર્ષ) 12, 96, 100 (સૌર વર્ષ)
દ્વાપરયુગ 2400 (દિવ્ય વર્ષ) 8, 64, 000 (સૌર વર્ષ)
કળિયુગ 1200 (દિવ્ય વર્ષ) 4, 32, 000 (સૌર વર્ષ)

કળિયુગમાં 16 વર્ષના આયુષ્યમાં જ લોકોના વાળ સફેદ થઈ જશે અને તે 20 વર્ષની ઉંમરમાં જ વૃદ્ધ જેવા દેખાવા લાગશે. યુવાવસ્થા ખતમ થઈ જશે. આ વાતની સાચી અનુભૂતિ થાય છે, કારણ કે પ્રાચીન કાળમાં માણસની સરેરાશ ઉંમર લગભગ 10 વર્ષ રહેતી હતી.

તે કાળમાં 100 વર્ષથી વધું જીવનારા લોકો હતાં, પરંતુ આજના સમયમાં માણસની સરેરાશ આયુષ્ય ખૂબ ઓછી 60 થી 70 વર્ષ થઈ ગઈ છે. ભવિષ્યમાં પણ મનુષ્યની સરેરાશ ઉંમરમાં અભાવ આવવાની સંભાવનાઓ ખૂબ વધું છે, કારણ કે કુદરતી વાતાવરણ સતત ખરાબ થઈ રહ્યું છે.

જૂના જમાનામાં લાંબી ઉંમર થતી પછી જ વાળ સફેદ થતા હતાં, પરંતુ આજના સમયમાં યુવા અવસ્થામાં જ સ્ત્રી અને પુરૂષ બંનેના વાળ સફેદ થવા લાગ્યાં છે. જવાનીના દિવસોમાં વૃદ્ધાપણુનો રોગ થવા લાગ્યો છે.

પુરૂષ હશે સ્ત્રીઓ હેઠળ
ભગવાન નારાયણએ સ્વયં નારદને જણાવ્યું છે કે કળિયુગમાં એક સમય એવો આવશે જ્યારે બધાં પુરૂષ સ્ત્રીઓ હેઠળ જીવન વિતાવશે. તમામ ઘરમાં પત્ની જ પતિ પર રાજ કરશે. પતિઓને નિંદા સાંભળવી પડશે, પુરૂષોની હાલત નોકરો સમાન થઈ જશે.

ગંગા પણ પરત ફરશે વૈકુંઠ ધામ
કળિયુગના પાંચ હજાર વર્ષ બાદ ગંગા નદી સુકાય જશે અને પુન: વૈકુંઠ ધામ પરત જતી રહેશે. જ્યારે કળિયુગના દસ હજાર વર્ષ આવી જશે ત્યારે તમામ દેવી-દેવતા પૃથ્વી છોડીને સ્વયંના ધામે પરત ફરશે. મનુષ્ય પૂજન-કર્મ, વ્રત-ઉપવાસ અને બધાં જ ધાર્મિક કામ કરવાનું બંધ કરી દેશે.

અન્ન અને ફળ નહી મળે
એક સમય એવો આવશે, જ્યારે જમીનથી અન્ન ઉપજ બંધ થઈ જશે. વૃક્ષ પર ફળ નહીં થાય. ધીમે-ધીમે બધી જ વસ્તુ લુપ્ત થઈ જશે. ગાય દૂધ આપતી બંધ કરી દેશે.

સમાજ હિંસક થઈ જશે
કળિયુગમાં સમાજ હિંસક બની જશે. જે લોકો બળવાન બનશે તેનું જ રાજ ચાલશે. માનવતા નષ્ટ થઈ જશે. સંબંધ ખતમ થઈ જશે. એક ભાઈ બીજા ભાઈનો જ શત્રુ બની જશે.

લોકો જોવા-સાંભળવા અને વાંચવા લાગશે- અનૈતિક વસ્તુઓ
કળિયુગમાં લોકો શાસ્ત્રોથી વિમુખ થઈ જશે. અનૈતિક સાહિત્ય જ લોકોને પસંદ આવશે. ખરાબ વાતો અને ખરાબ શબ્દોનો જ વ્યવહાર કરવામાં આવશે.

સ્ત્રી અને પુરૂષ, બંને થઈ જશે અધર્મી!
કળિયુગમાં એવો સમય આવશે જ્યારે પુરૂષ અને સ્ત્રી બંને જ અધર્મી થઈ જશે. સ્ત્રી પતિવ્રત ધર્મનું પાલન કરવાનું બંધ કરી દેશે અને પુરૂષ પણ આવું જ કરશે. સ્ત્રી અને પુરૂષથી સંબંધિત તમામ વૈદિક નિયમ લુપ્ત થઈ જશે.

ચોર અને અપરાધિઓની સંખ્યા ખૂબ વધી જશે
કળિયુગમાં ચોર અને ગુનેગારોની સંખ્યા એટલી વધી જશે કે સામાન્ય માણસ સરખી રીતે જીવી નહી શકે. લોકો એક-બીજા પ્રત્યે હિંસક થઈ જશે અને બધાંના મનમાં પાપ પ્રેવશ કરી જશે.

કલ્કિ અવતાર કરશે અધર્મિઓનો વિશાન
કળિયુગના અંતિમ કાળામાં ભગવાન વિષ્ણુનો કલ્કિ અવતાર હશે. આ અવતાર વિષ્ણુયશા સ્વરૂપ ધારણ કરીને બ્રાહ્મણના ઘરે જન્મ લેશે. ભગવાન કલ્કિ તમામ અધર્મિઓનો નાશ કરશે. ભગવાન કલ્કિ ફક્ત ત્રણ દિવસમાં પૃથ્વીથી બધાં અધર્મિઓનો નાશ કરી દેશે અને ઘણાં વર્ષો સુધી વિશ્વ પર શાસન કરી ધર્મની સ્થાપના કરશે.

યુગના અંતમાં આવો આવશે પ્રલય
કળયુગમાં અંતિમ સમયમાં ખૂબ મોટી ધારાથી સતત વરસાદ પડશે, જેથી ચારેય બાજુ પાણી જ પાણી થઈ જશે. સમગ્ર પૃથ્વી પર જળ થઈ જશે અને પ્રાણીઓનો અંત થઈ જશે. જે પછી 1, 70, 000 વર્ષોના સંધિકાળ ( એક યુગનો અંત અને બીજા યુગનો પ્રારંભના વચ્ચેના સમયને સંધિકાળ કહેવાય છે) સંધિકાળના અંતિમ ચરણાં એક-સાથે બાર સૂર્ય ઉદય થશે અને તેમના તેજથી પૃથ્વી સુકાય જશે અને પુન: સત્યયુગનો પ્રારંભ થશે.

ધર્મ ગ્રંથો અનુસાર, જ્યારે જ્યારે ધર્મનું નુકસાન થાય છે, ભગવાન અવતાર લઈને અધર્મનો અંત કરે છે. હિન્દુ ધર્મમાં આ સંદેશના સાથે જુદા-જુદા યુગોમાં જગતને દુ:ખ અને ભયથી મુક્ત કરનારા ઈશ્વરના ઘણાં અવતારોના પૌરાણિક પ્રસંગ છે. વાસ્તવમાં, તેમાં સત્ય અને સારા કામને અપનાવવાના પણ ઘણાં પાઠ છે. સાથે જ તેમના હેઠળ યુગનો બદલાવ સાથે પ્રાણીઓના કર્મ, વિચાર તેમજ વ્યવહારમાં અધર્મ અને પાપકર્મોમાં વધાવાના પણ સંકેત આપવામાં આવ્યાં છે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021