Categories: મનોરંજન

આજે મારુ ઘર તૂટ્યું છે, કાલે તારો ઘમંડ તૂટશે” કંગનાએ ઉદ્ધવ ઠાકરે સામે પડકાર ફેંક્યો, જાણો બીજું શું કહ્યું

“આજ મેરા ઘર ટૂટા હૈં, કલ તેરા ઘમંડ ‘ટૂટેગા, યે વક્ત કા પહિયા હૈ, યાદ રખના”  અભિનેત્રી કંગના રણાઉતની  આ વાત  આ લાઈન ટોક ઓફ ધ ટાઉન બની  છે. ફરી એકવાર  કંગના વિવાદોમાં ઘેરાઈ છે. જેણે આ વખતે શિવસેના નેતા ઉદ્વવ ઠાકરેને ઝપેટમાં લીધા છે.  કંગનાએ ખુલ્લેઆમ વીડિયો પોસ્ટ કરીને ઉદ્વવ ઠાકરે સામે પડકાર ફેંક્યો છે. એટલું જ પોતાના ટ્વીટ દ્વારા રાજકીય નેતાઓને પણ જડબાતોડ જવાબ આપી રહી છે…ત્યારે આવો જાણીએ શું  ઘટના…

આપણે સૌ જાણીએ છીએ કે, અભિનેત્રી કંગના રણાઉત હંમેશાથી તેના બેફાટ નિવેદનો અને વિવાદિત ટ્વીટ કારણે ચર્ચા રહે છે. થોડા દિવસ પહેલા જ તેણે મુંબઈને POK ગણાવ્યું હતુ. ત્યારબાદથી શરૂ થયેલા આ વિવાદે રાજકીય સ્વરૂપ ધારણ કર્યુ છે. હાલ, જેની ચારેકોર ચર્ચા થઈ રહી છે. કારણ કે, આ નિવેદન બાદ શિવસેના અને કંગના આમને-સામને આવી ગયા હતા. એટલું જ નહીં, કંગના મુંબઈ પોલીસ ફિલ્ડ માર્શલ, CISF  તથા મુંબઈ પોલીસના 24થી વધુ જવાનોની સુરક્ષા સાથે શિવસેનાને વળતો જવાબ આપવા મુંબઈમાં આવી ગઈ છે.

આવતાની સાથે જ તેણે નામજોગ ઉદ્વવ ઠાકરેને લલકાર્યા છે અને ટ્વીટર પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. જે હાલ, ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

મુંબઈ બાદ કંગનાએ ટ્વીટ કરેલા વીડિયોના અંશ તેના શબ્દોમાં….

ઉદ્ધવ ઠાકરે, તુજે ક્યા લગતા હૈ, તુને ફિલ્મ માફિયા કે સાથ મિલ કે મેરા ઘર તોડ કે મુજ સે બહોત બડા બદલા લિયા હૈ, આજ મેરા ઘર ટૂટા હૈં, કલ તેરા ઘમંડ ‘ટૂટેગા, યે વક્ત કા પહિયા હૈ, યાદ રખના, હંમેશાં એક જૈસા નહીં રહેતા, મુજે લગતા હૈ તુને મુજ પર બહોત બડા એહસાન કિયા હૈ, મુજે પતા તો થા કિ કશ્મીરી પંડિતો પર ક્યા બીતી હોગી, આજ મૈંને મહેસૂસ કિયા હૈ, આજ મૈં દેશ કો વચન દેતી હૂં કિ સિર્ફ અયોધ્યા પર નહીં, કશ્મીર પર ભી એક ફિલ્મ બનાઉંગી, ઔર અપને દેશવાસીઓં કો જગાઉંગી, ક્યૂં કિ મુજે પતા થા કિ હમારે સાથ હોગા તો હોગા, લેકિન મેરે સાથ હુઆ હૈ, ઉસકા કોઈ મતલબ હૈ, ઉસકે કોઈ માયને હૈ, ઔર ઉદ્ધવ ઠાકરે, યે જો ક્રૂરતા ઔર યે જો આતંક હૈ, અચ્છા હુઆ જો યે મેરે સાથ હુઆ, ક્યૂં કિ ઈસકે કુછ માયને હૈ, જય હિંદ, જય મહારાષ્ટ્ર.’

કંગનાના આ વીડિયોમાં કંગના સ્પષ્ટપણે દાવો કરી રહી છે કે, તેની મુંબઈ ઓફિસ જે BMC દ્વારા તોડવામાં આવી છે. તે ઉદ્વવ ઠાકરેના કહેવા પર તોડાઈ છે. આ કોઈ BMC ની કાર્યવાહી નથી પણ કંગના સામે લેવાયો બદલો છે. આવું કંગના શા માટે કહી રહી છે. એ જાણવા માટે આવો સમગ્ર ઘટના પર એેક નજર કરીએ…

કંગનાની ઓફિસ તોડી પડાઈ

BMCએ કંગનાની મુંબઈ સ્થિત ઓફિસમાં ગેરકાયદેસર બાંધકામ અંગે 24 કલાકની અંદર બીજી નોટિસ ફટકારી હતી. ત્યારબાદ BMC એક ટીમે તેની ઓફિસ પહોંચીને 10.30થી 12.40 સુધી ઓફિસમાં કાર્યવાહી કરી હતી. જો કે, હાઈકોર્ટે કંગનાની ઓફિસમાંBMC એ કરેલી તોડફોડ પર સ્ટે મૂક્યો હતો.

આવતીકાલે એટલે કે 10 સપ્ટેમ્બરના રોજ બપોરે ત્રણ વાગે આ કેસની બીજીવાર સુનાવણી હાથ ધરવામાં આવશે. કંગનાની આ ઓફિસ બાંદ્રાના પાલી હિલમાં છે. કંગનાએ ટ્વિટર પર તોડફોડની તસવીર પણ શૅર કરી હતી.કંગનાએ અન્ય એક ટ્વીટમાં કહ્યું હતું કે આ બિલ્ડિંગ નથી, રામ મંદિર છે, આજે અહીંયા બાબર આવી ગયો છે.

ઉલ્લેખનીય છે કે, વીડિયો પોસ્ટ કર્યો બાદ કંગનાએ એક પછી એક ટ્વીટ મૂક્યા હતા. જેમાં તેણે કહ્યું હતું કે, ‘મારી ઓફિસ 24 કલાકની અંદર ગેરકાયદેસર જાહેર કરી દેવાઈ છે. તેમણે ઓફિસની અંદર જઈને બધો સામાન તોડી નાખ્યો છે અને હવે એ મને મારા ઘરને તોડવાની ધમકી આપે છે. મને આનંદ છે કે મૂવી માફિયાના વિશ્વના બેસ્ટ મુખ્યમંત્રી અંગે મારો ચુકાદો સાચો હતો.’

આ ટ્વીટ બાદ કંગનાએ બીજા ટ્વીટમાં કહ્યું હતું કે, ઉદ્ધવ ઠાકરે અને કરણ જોહર ગેંગે પહેલા મારી ઓફિસ તોડી હવે તેઓ મારું ઘર તોડશે અને પછી મારો ચહેરો અને મને. હું ઈચ્છું છું કે વિશ્વ જુએ કે તમે ગમે તે કરો, હું જીવું કે મરું પરંતુ હું હસતા ચહેરે તમને ખુલ્લા પાડીને રહીશ.’

કંગના આટલે જ અટકી નહોતી તેણે વધુ એક ટ્વીટ કરીને લોકોને પણ ચેતવ્યા હતા કે, આજે તેમણે મારી ઓફિસ તોડી, કાલે તમારી તોડશે. સરકાર તો આવે ને જાય, પણ જો તમે અવાજને દબાવશો તો એ સમાન્ય બની જશે. આજે એક વ્યક્તિનું ઘર સળગ્યું છે, કાલે હજારો લોકોના જોહર થશે. જાગો અત્યારે.’

આ રીતે કંગનાને એક પછી એક ટ્વીટ કરીને શિવસેના પરનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. સાથે જ લોકોને પણ જાગ્રત રહેવાની અને પોતાના હક લડવા જણાવ્યું છે.

આ સામે BMC એ જવાબ આપ્યો છે કે,

કંગનાને BMC દ્વારા નોટીસ આપ્યા બાદ તેણે ઓફિસનું કામ ચાલું રાખ્યું હતું. એટલે નોટિસ પ્રમાણે ઓફિસ તોડવામાં આવી છે. જેની કંગના પોતે જ જવાબદાર છે.

આ અંગે શરદ પવારે પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે, હાલ, કાર્યવાહીની કોઈ બિનજરૂરી છે. મુંબઈમાં ઘણાં ગેરકાયદેસર બાંઘકામ છે, ત્યારે BMCએ આ નિર્ણય કેમ લીધો તે જોવાનું રહેશે. આ કાર્યવાહીથી કંગનાને બોલવાની તક મળી ગઈ છે.’

BMCની આ કાર્યવાહી બાદ સૌ કોઈ શિવસેનાની નિંદા કરી રહ્યાં છે, ત્યારે શિવસેના સાંસદે આ બાબતોને રદિયો આપ્યો હતો. તેમણે જવાબ આપતાં કહ્યુ્ં હતું કે, બદલાની ભાવનાથી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. શિવસેના ક્યારેય પણ આ પ્રકારનું કાર્ય કરશે નહીં. પરંતુ કંગનાએ મુંબઈ લઈને જે નિવેદન આપ્યું હતું તે ખરેખર નિંદનીય હતું. શિવસેના ક્યારેય ખોટી વાત કરતું નથી.

આમ, જ્યારે શિવસેના કંગના રણાઉતનો વિરોધ કરી રહી છે, ત્યારે કરણી સેના અભિનેત્રીને સમર્થનમાં આગળ આવી છે. કરણી સેનાન કાર્યકર્તાઓએ પણ મુંબઈ એરપોર્ટ પર પહોંચીને કંગનાને સમર્થન આપ્યું છે. સાથે જ કાર્યકર્તાઓએ કહ્યું હતું કે, તેઓ કંગનાને ઘરથી બહાર આવવા-જવા માટે પુરતી સુરક્ષા આપશે. જો કે, કંગનાને પહેલાથી જ Y કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021