Categories: દેશ

આજે કારગિલના શેરશાહ વિક્રમ બત્રાનો બલિદાન દિવસ છે, ધોનીને તો શુભેચ્છા પાઠવી, આ કારગિલ હીરોને નહીં યાદ કરો..?

આજે ક્રિકેટરના માહી એટલે કે, મહેન્દ્રસિંહ ધોનીનો જન્મ દિવસ છે.. સોશિયલ મીડિયામાં તેના ફેન્સનો શુભેચ્છાઓ માટે રાફળો ફાટ્યો છે. લોકો તેના ફોટા શેર કરી રહ્યા છે. કોઈ તેના હેલિકોર્ટર સોટ્સ. પરંતુ એવું નથી કે માત્ર ધોનીના જન્મ દિવસની જ ચર્ચા છે. સોશિયલ મીડિયામાં આજે કારગીલ યુદ્ધના હીરો કેપ્ટન વિક્રમ બત્રાને યાદ કરનાર દેશભક્તોની પણ કોઈ કમી નથી. જેને આપણે કારગિલના શેરશાહ નામે પણ જાણીએ છીએ.

વિક્રમ બત્રાનો જન્મ 9મી સપ્ટેમ્બર, 1974ના દિવસે હિમાચલ પ્રદેશના પાલમપુર નજીક ધુગર ગામમાં થયો હતો. તેમના પિતા જી.એલ.બત્રા પ્રિન્સિપાલ હતા અને માતા કમલા બત્રા પણ શિક્ષિકા તરીકેની ફરજ બજાવતાં હતાં. વિક્રમનાં માતા-પિતાએ વિક્રમમાં નાનપણથી જ સરળ અને બહાદુરીના ગુણોનું સિંચન કર્યું હતું. કૉલેજના અભ્યાસ દરમિયાન વિક્રમ એન. સી. સી.માં જોડાયા હતા. એ તાલીમ દરમિયાન જ લશ્કર પ્રત્યે એમને આકર્ષણ થયું હતું અને એમણે મનોમન લશ્કરમાં જોડાઈને દેશની સેવા કરવાનો નિર્ણય કરી લીધો હતો. ઈ.સ 1994માં વિક્રમે પ્રથમ વખત એના પિતા સમક્ષ લશ્કરમાં જોડાવાની ઇચ્છા વ્યકત કરી અને એમના પિતાએ એમને વધાવી લીધા. વિક્રમે લશ્કરમાં જોડાવાની પૂરતી તૈયારી કરી લીધી અને થોડા જ સમયમાં તેઓની નેવીમાં પસંદગી થઈ ગઈ. થોડા સમય બાદ વિક્રમનો વિચાર બદલાયો. એમણે વિચાર્યું કે તેઓ જો નેવીમાં રહેશે તો દેશ માટે કંઈક કરી છૂટવાની કે ફના થવાની તક નહીં મળે.આથી તેમણે નેવીમાં જોડાવાનું બંધ રાખી આર્મીમાં જોડાવા માટેના પ્રયત્નો શરૂ કર્યા.1996માં વિક્રમ બત્રાની ઇચ્છા પણ પૂર્ણ થઈ. તેઓ આર્મીમાં જોડાયા અને દેશ માટે કંઈક કરી છૂટવાની તક શોધવા લાગ્યા.અધિકારીઓ વિક્રમની બહાદુરીથી એટલા બધા ખુશ હતા કે એ એમને શેરશાહ ઉપનામથી જ સંબોધતા હતા.1999માં પાકિસ્તાને જ્યારે કારગીલ ક્ષેત્ર પર કબજો જમાવી દીધો હતો ત્યારે કેપ્ટન વિક્રમ બત્રા 13 જમ્મુ એન્ડ કાશ્મીર રાઈફલ્સમાં ફરજ નિભાવી રહ્યા હતા. એમની ટુકડીને પોઈન્ટ 5140 પર કબજો કરવાનો આદેશ મળ્યો. એમની ટુકડીએ બહાદુરીપૂર્વક લડીને ત્યાં વિજયધ્વજ ફરકાવ્યો. એ પછી એમને 4875 પર કબજો જમાવવા મોકલ્યા. એ વખતે પણ તેઓ બહાદુરીપૂર્વક લડ્યા અને ત્યાં વિજયધ્વજ ફરકાવવાની મોકળાશ કરી આપી. પણ એ જ લડાઈમાં લેફટનન્ટ નવીનને બચાવવા જતાં 7મી જુલાઈ 1999ના દિવસે તેઓ વીરગતિને પામ્યા. ભારત સરકારે તેમની આ બેવડી બહાદુરી બદલ તેમને પરમવીર ચક્રથી સન્માનિત કર્યા. આજે તેમના બલિદાન દિવસ પર સોશિયલ મીડિયા પર #VikramBatra ટ્રેન્ડ કરી રહ્યા છે. અહીં લોકો વિક્રમ બત્રાના નિવેદન, તેની ફોટો અને જૂના ઈન્ટવ્યૂને શેર કરીને તેમને યાદ કરી રહ્યા છે.

કેટલાક લોકો વિક્રમ બત્રાના નિવેદનો પણ શેર કરી રહ્યા છે. એક વ્યક્તિએ તો લખ્યું કે, બત્રા કહેતા હતા કે, હું જીત્યા બાદ હાથમાં તિરંગો લઈને અથવા તો તિરંગામાં લપેટાઈને આવીશ.
લોકો ક્રિકેટરના જન્મદિવલ પર ખુશ છે. પરંતુ તેમને એ પણ ખબર નથી કે, આજે એક સૈનિકે બલિદાન આપ્યું હતું. અહીં યૂઝર્સ ધોનીને જન્મદિવસની શુભેચ્છા પાઠવનારની પણ નિંદા કરે છે.

ભારતીય સેનાએ પણ બત્રા સાથેની કેટલીક યાદોને શેર કરતા લખ્યું કે, ભારતીય સેનાએ એદમ્ય, પરાક્રમ અને બલિદાનનો પરિચય આપતા પોઈન્ટ 4875 પર કબજો કર્યો હતો. જયઘોષથી દ્રાસની વાદીઓ ગુંજી ઉઠી હતી. માતૃભૂમિ પ્રત્યે પોતાની નિષ્ઠા અને સમર્પણથી હંમેશા ભારતીય વસુંધરાને ગૌરવઅપાવનાર દેશના વીર જવાનને અમારા વંદન.
લોકોએ કહ્યું કે, વિક્રમ બત્રા હંમશ તેમના દિલમાં રહેશે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021