અમુક વાર લોકોને વાસ્તવિક ખબર પણ અયોગ્ય લાગતી હોય છે, આ ખબર વાંચીને એમ વિચારતા હોય છે કે આ બધું અસત્ય જ છે, પરંતુ એવું જરા નથી હોતું. હવામાં બટાકા ઉગાવવાનું આ કારનામું દુનિયાના બીજા દેશોમા જ નહી, પરંતુ ભારતમાં જ ઉપજ્યાં છે. હરિણાના કરનાલમાં બનેલા એક બટાકા પ્રોદ્યોગિક કેન્દ્રએ આ અશક્ય કામને પણ શક્ય કરી દેખાડ્યું છે. આ પ્રયોગમાં વૈજ્ઞાનિકોએ હવામાં જ બટાકા ઉગાવ્યાં, તે પણ માટી વગર. સૌથી ખાસ વાત એ કે આ બટાકાનું ઉપજના સામાન્ય બટાકા કરતા 10 ટકા વધું રહેશે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ તકનીકથી ઓછી કિંમતમાં વધું બટાકા ઉગાવી શકાય છે. આથી ખેડૂતોને પણ ઘણો નફો થશે. આવો જાણીએ કેમ હવામાં ઉગશે બટાકા…
કરનાકના બટાકા પ્રોદ્યોગિત કેન્દ્રના વૈજ્ઞાનિકોને હવામાં બટાક ઉગાવવામાં સફળતા મળવી છે. ખેડૂત હવે સામાન્ય પદ્ધતિની જગ્યાએ તે તકનીકથી વધુંથી વધું બટાકા ઉગાવી શકશે.

આ તકીનકને એરોપોનિક નામ આપવામાં આવ્યું છે. તેમા ન તો જમીનની જરૂર પડે છે ન તો માટીની. સાથે જ આ ઉગાવામાં ખર્ચ પણ ખૂબ ઓછો આવશે. આથી ઓછા પૈસામાં જ ખેડૂતને વધું નફો થશે.

આ તકનીકને ઈન્ટરનેશનલ પોટેટો સેન્ટરની સાથે મળીને કેન્દ્ર સરકારે બનાવી છે. હવે તેને હરિયાણાના ખેડૂતોને શીખવવામાં આવશે. કેન્દ્ર સરકારે એરોનોપિક તકનીકથી ખેતી કરવાની મંજૂરી આપી દીધી છે.

એરોનોપિક તકલીનકમાં ઉગી રહેલા બટાકાને બધાં ન્યૂટ્રિશન મૂળમાં સીધા મળશે. આ હવામાં લટકેલા રહેશે અને તેના ઉપરથી બટાકા ઉગશે. પ્રોજેક્ટના સીનિયર કન્સલ્ટન્ટે ડો. મુનીશ સિંગલે જણાવ્યું કે આ ખૂબ મહત્વનો પ્રોજેક્ટ છે.

ડો. મુનીશના જણાવ્યાં મુજબ, આ તકનીકથી બટાકાના બીજની ક્વોલિટી શ્રેષ્ઠ હશે. ઘણીવાર માટીમાં હાજર બેક્ટેરીયાના કારણે બટાકા ખરાબ થઈ જતા હોય છે. પરંતુ આ તકનીકથી આ સમસ્યા ખતમ થઈ જશે.

આથી બટાકામાં કીડા નહી પડે, આ કારણથી તેની ઉપજ વધું થશે અને ખેડૂતને વધું નફો મળશે. અત્યારે કરનાલમાં આ તકનીકની સિસ્ટમને ઈનસ્ટોલ કરવામાં આવી છે.

આગામી સમયમાં તેને ઘણાં રાજ્યોમાં ફેલાવવામાં આવશે. આથી મળનારા બીજ ખૂબ તંદુરસ્ત હશે અને ખેડૂતો ઓછા પૈસામાં બીજ મેળવી શકશે.
