Categories: ભક્તિ

જાણો કયારે છે કરવા ચોથ, આ શુભ મુહૂર્ત પર કરો પૂજા અને વાંચો વ્રત કથા

કરવા ચોથનું વ્રત એક પરણિત મહિલા પોતાના પતિના લાંબા આયુષ્ય માટે રાખતી હોય છે. કરવા ચોથનું પાવન વ્રત દર વર્ષે કારતક માસમાં કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિના દિવસ આવે છે. કરવા ચોથ વ્રતનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ હોય છે. આ દિવસ સુહાગન સ્ત્રીઓ પોતાના પતિના સુખી જીવન માટે રાખતી હોય છે. આ વ્રતને પરણિત મહિલા માટે સૌથી શ્રેષ્ઠ વ્રત ગણાય છે. કરવા ચોથીના દિવસ દરેક મહિલા શ્રદ્ધાથી ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરે છે. આ દિવસ વ્રતમાં ભગવાન શિવ, માતા પાર્વતી, કાર્તિકેય, ગણેશના સાથે ચંદ્રમાની પૂજા કરવાનું વિધાન છે. મહત્વની વાત એ પણ છે કે કુંવારી કન્યા પણ મનપંસદ જીવનસાથી માટે વ્રત રાખે છે. આ વર્ષે કરવા ચોથ વ્રત 4 નવેમ્બર 2020ને રાખવામાં આવશે.

કરવા ચોથ મુહૂર્ત
કરવા ચોથ તિથિ-4 નવેમ્બર 2020( બુધવાર)
કરવા ચોથ પૂજા મુહૂર્ત- સાંજે 5 વાગે 29 મિનીટથી સાંજે 6 વાગે 48 મિનીટ સુધી
ચંદ્રોદય-રાત્રે 8 વાગે 16 મિનીટ પર
ચતુર્થી તિથિ શુભારંભ- સવારે 3 વાગે 24 મિનીટ પર (4 નવેમ્બર)
ચતુર્થી તિથિ સમાપ્ત-સવારે 5 વાગે 14 મિનીટ પર (5 નવેમ્બર)

કરવા ચોથ વ્રત નિયમ
આ વ્રત સૂર્યોદય પહેલા શરૂ થાય છે અને ચંદ્ર નીકળ્યા સુધી રાખવામાં આવે છે. ચંદ્રના દર્શન બાદ જ વ્રતને ખોલવાનો નિયમ છે. સાંજના સમય ચંદ્રોદયથી લગભગ એક કલાક પહેલા સંપૂર્ણ શિવ-પરિવારની પૂજા કરવામાં આવે છે. પૂજા સમય વ્રત રાખેલી પત્નીએ પૂર્વ દિશા તરફ મૂખ રાખીને બેસવું જોઈએ. આ દિવસ સુહાગન મહિલાઓ નિજળ વ્રત રાખે છે. ચંદ્રમાને અર્ધ્ય આપ્યાં બાદ પતિને છાંરણીમાં દીવો રાખી જોવામાં આવે છે. જે પછી પતિ પાણી પીવડાવી પત્નીનું વ્રત તોડે છે.

કેમ કરવામાં આવે છે ચંદ્રમાંની પૂજા
માન્યાતા છે કે આ વ્રતને જે યુવતીની લગ્નની ઉંમર થઈ ગઈ છે તેમજ લગ્ન થવાના હોય તે યુવતીઓ રાખે છે. આ વ્રત પતિ-પત્નીના સંબંધને અત્યંત મજબૂત કરવાનું વ્રત પણ છે. ચંદ્રમાંને આયુષ્ય, સુખ અને શાંતિના કારક માનવામાં આવે છે. સાથે તેમની પૂજાથી વૈવાહિક જીવન સુખમય બનાવે છે અને પતિનું આયુષ્ય લાંબુ થાય છે.

કરવા ચોથ વ્રત કથા
કરવા ચોથ વ્રત કથા અનુસાર, એક સાહુકારના સાત પુત્ર હતા અને કરવા નામની એક પુત્રી હતી. એકવાર ચોથના દિવસ તેના ઘરમાં વ્રત રાખવાનું આવ્યું રાત્રે જ્યારે બધાં ભોજન કરવા લાગ્યાં તો કરવાના ભાઈઓએ તેને પણ ભોજન કરવાનો આગ્રહ કર્યો. તેણે આ કહીને ના પાડી દીધી કે હજું ચાંદ નથી નીકળ્યો અને તે ચંદ્રમાને અર્ધ્ય જોઈને જ ભોજન કરશે. સવારથી ભૂખી-તરસી બહેનની હાલત ભાઈઓથી જોવાઈ નહીં. સૌથી નાનો ભાઈ દૂર એક પીપળાના વૃક્ષમાં એક દીવો પ્રગટાવી આવ્યો અને પોતાની બહેનને કહ્યું વ્રત તોડી લો ચાંદ નીકળી આવ્યો છે. બહનેને ભાઈની ચતુરાઈ સમજમાં ન આવી અને તેણે ભોજનનો બટકો ખાઈ લીધો. ભોજનનો બટકો ખાતા જ તેને પોતાના પતિના મૃત્યુના સમાચાર મળ્યાં. લોહિયાળ થઈ તે પોતાના પતિનો મૃતદેહ લઈ એક વર્ષ સુધી બેઠી રહી અને તેના પર ઉગી રહેલી ઘાસને ભેગી કરતી રહી. આવતું વર્ષ કારતક કૃષ્ણ ચતુર્થી ફરીથી આવવા પર તેણે સંપૂર્ણ વિધિ-વિધાનથી કરવા ચોથનું વ્રત કર્યું જેના ફળરૂપે તેનો પતિ ફરીવાર જીવત થઈ ગયો.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021