Categories: ભક્તિ

Festival Special: મુખ્ય દ્વાર પર તોરણ લગાવવા કેમ જરૂરી હોય છે? શું મળે છે શુભ ફળ?

નવલી નવરાત્રીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે. જે બાદ તહેવારનો સિલિસિલો શરૂ થઈ જશે. નરાત્રીના દિવસોમાં લોકો પોતાના ઘરની સાફ-સફાઈ કરવાની સાથે ટ્રેડિશનલ રીતે તેને ડેકોરેટ પણ કરે છે, તેમજ તહેવારમાં લોકો મુખ્ય દરવાજા પર આંબાના પાન, ગોલકોટા વગેરેના તોરણ પણ લગાવે છે, પરંતુ શું તમે જાણો છો કે મુખ્ય દ્ધાર પર કેમ તોરણ લગાવવામાં આવે છે. અહીં અમે તમને આજે જણાવીશું કે મુખ્ય દ્ધાર પર તોરણ કેમ બાંધવામાં આવે છે અને તેને લગાવવાનું મહત્વ શું છે.

શા માટે લગાવવામાં આવે છે તોરણ?
જૂના સમયમાં લગ્ન, તહેવાર, દીવાળી, બાળકનો જન્મ કોઈ શુભ પ્રસંગ પર ઘરના મુખ્ય દ્ધાર પર તોરણ બાંધવાની પરંપરા ચાલી આવે છે.માન્યતા છે કે મુખ્ય દરવાજા પર તોરણ લગાવવાથી નકારાત્મક ઉર્જા ઘરના અંદર પ્રવેશ નથી કરતી.

અલગ-અલગ લગાવવાના ફાયદા

આંબાના પાનના તોરણ
માંગલિક કાર્યોમાં આંબાના પાન ઘરના મુખ્ય દ્ધાર પર આંબાના પાનના તોરણ રાખવામાં આવે છે. માન્યતા છે કે આથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે અને શુભ કામમાં કોઈ વિઘ્ન નથી આવતું. સાથે જ આથી ઘરમાં સુખ તેમજ સમૃદ્ધિ પણ બની રહે છે.

ગોલગોટોના ફૂલનું તોરણ
ગોલગોટા ફૂલનો સંબંધ બૃહસ્પતિ એટલે ગુરૂ ગ્રહથી હોય છે એટલા માટે આંબાના પાન સાથે ગોલગોટાના ફૂલ લગાવવું શુભ માનવામાં આવે છે. તેમની સુગંધી ન ફક્ત ઘરમાં પોઝિટિવ એનર્જી આવે છે પરંતુ આ ઘરમાં ખરાબ શક્તિઓના પ્રવેશ કરવાથી પણ રોકે છે.

ડાંગર વાળુ તોરણ
જૂના સમયમાં ઘરને ખરાબ શક્તિ બચાવવા માટે મુખ્ય દ્ધાર પર ડાંગરના તોરણ લગાવવામાં આવતા હતાં. તેમજ માન્યતા છે કે આથી ઘરમાં કયારેય ધન-ધાન્ય, અનાજની કમી નથી રહેતી.

આશોપાલવના પાનના તોરણ
માનવામાં આવે છે રે આશોપાલવના પાનના તોરણ મુખ્ય દ્ધાર પર બાંધવાથી આર્થિક સમસ્યાઓ દૂર થાય છે. સાથે જ આથી માં લક્ષ્મીની કૃપા પણ સદૈવ ઘર પર બની રહે છે.

આ તોરણથી થાય છે ફાયદા
પોઝિટિવ એનર્જી અને ઘરમાં સુખ-સમૃદ્ધિ કાયમ રાખવા માટે તમે કોડી અથવા મોતીનું તોરણ બનાવીને પણ લગાવી શકાય છે.
દેવામાં ડુબેલા છે અથવા આરોગ્ય ખરાબ છે તો ઘરની ચોખટ પર નારિયળની ફાયબરનું તોરણ લગાવો.
પીપળો, આંબો અથવા આશોપાલવના પાનનાં તોરણ લગાવવાથી ઘરમાં ખરાબ શક્તિઓ પ્રવેશ નથી કરી શકતી. સાથે જ આથી પરિવારના સભ્યોમાં પણ એકતા બની રહે છે.

આ દિવસ શુભ હોય છે તોરણ બાંધવુ?
આમ તો તોરણ લગાવવા માટે બધાં જ દિવસ શુભ હોય છે, કારણ કે તેને ખૂદ શુભતાનું પ્રીતક માનવામાં આવે છે. જો છતાંય તમે મગંળવારના દિવસ મુખ્ય દ્ધાર પર તોરણ બાંધી શકાય છે.

 

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021