Categories: ગુજરાત

બળાત્કારી પાસેથી મહિલા PSIએ માગ્યા 35 લાખ, પછી શું થયું?

અમદાવાદ લાંચ કાંડમાં ક્રાઈમ બ્રાન્ચના PSI શ્વેતા જાડેજાનો ભાંડો ફૂટ્યા બાદ શનિવારે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. રિશવત કાંડમાં SOGએ મહિલા PSIના 7 દિવસના રિમાન્ડની માગણી કરી હતી. પરંતુ કોર્ટે 7 દિવસની જગ્યાએ 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

મહિલા PSI વિરુદ્ધ ફરિયાદ બાદ તપાસમાં તેણે લાંચ પેટે લીધેલા 20 લાખ રૂપિયાની પણ પુષ્ટી થઈ છે. જેથી હવે SOGની ટીમ મહિલા PSIને સાથે રાખીને તમામ જગ્યાઓની તપાસ કરશે. SOGની તપાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે, શ્વેતા જાડેજાના બનેવીએ હવાલા મારફતે પૈસા લીધા હતા. જેની હલાવો આપનાર વ્યક્તીએ કબૂલાત કરી છે. અને હજુ પણ આ મામલે તપાસમાં મોટા ખુલાસા થવાની શક્યતા છે.

શું હતો મામલો?

સમગ્ર મામલો બળાત્કારનો હતો. GSP ક્રોપ સાયન્સ પ્રાઈવેટ લિમિટેડ કંપનીના એમ.ડી. કેનાલ શાહ વિરુદ્ધ 2017માં એક મહિલા કર્મચારીએ બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. જે બાદ આ કેસની તપાસ PSI શ્વેતા જાડેજાને સોંપવામાં આવી હતી. ત્યાર બાદ આરોપી કેનાલ શાહ સામે પોલીસની હાજરીમાં જ સાક્ષીને ધમકાવવા મુદ્દે બીજી એક ફરિયાદ નોંધાઈ હતી. જેમાં પણ PSI શ્વેતા જાડેજાને ચાર્જ સોંપવામાં આવ્યો. ત્યાર બાદ PSI શ્વેતા જાડેજાએ રેપ કેસની તપાસમાં કેનાલ શાહને પાસા હેઠળ જેલમાં ધકેલી દેવાની ધમકી આપી. અને ત્યાર બાદ જેલમાં ન પુરવા માટે 35 લાખ રૂપિયા લાંચ માગી. જેમાંથી કેનાલ શાહે 20 લાખ રૂપિયા પણ આંગણીયા મારફતે આપ્યા. પરંતુ 15 લાખ રૂપિયા શ્વેતાને આપવાના બાકી હતા. જેને લઈને શ્વેતા વારંવાર ધમકીઓ આપતી હતી. અંતે આરોપીએ જ ફરિયાદી બની PSI શ્વેતા જાડેજા વિરુદ્ધ અરજી કરી. જે અંગે તપાસ થતા શ્વેતા જાડેજા વિરુદ્ધ પુરાવા પણ હાલ લાગ્યા. હાલ PSI શ્વેતા ત્રણ દિવસના રિમાન્ડમાં છે. ત્યારે આ ત્રણ દિવસમાં પણ અનેક ખુલાસા સામે આવે તેની શક્યતાઓ છે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021