હિંદૂ વહુને ઘરવાળાઓએ સ્વીકારવાનો કર્યો ઈનકાર, પ્રેમીએ કહ્યું ધર્મ બદલી લે. પરંતુ તે ન માની અને..

હિંદૂ વહુને ઘરવાળાઓએ સ્વીકારવાનો કર્યો ઈનકાર, પ્રેમીએ કહ્યું ધર્મ બદલી લે. પરંતુ તે ન માની અને..

પ્રેમ ભલે આંધળો કહેવાતો હોય પણ, જ્યારે તે એક ચોક્કસ સંબંધમાં બંધાય છે, ત્યારે ભલભલાની આંખો ઉઘાડી દે છે. એમાંય જો કોઈ લવ જેહાદનો કિસ્સો હોય ત્યારે વાત ધર્મ પર આવી જાય છે અને પ્રેમનું અલગ જ સ્વરૂપ જોવા મળે છે. હાલમાં જ લવજેહાદનો એક એવો કિસ્સો સામે આવ્યો છે જેને લોકોના રૂવાડાં ઉભા કરી દીધા છે.

આ ઘટના ઉત્તરપ્રદેશના સોનભદ્રની છે. જ્યાં 21 સપ્ટેમ્બરના રોજ ચોપન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક પ્રેમિકાની લાશ ઝાંડીઓ પાછળથી મળી હતી. ઘટનનાની જાણ થતાં સ્થાનિક પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે, 22 વર્ષીય યુવતીએ 7 જુલાઈના રોજ વિધર્મી પ્રેમી સાથે કોર્ટ મેરેજ કર્યા હતા. ગુરુવારે પોલીસે આ હત્યાકાંડનો ખુલાસો કર્યો હતો.

Advertisement

પોલીસના જણાવ્યાનુસાર, યુવતીનું માથું 100 મીટર દૂર મળ્યું છે. 17 સપ્ટેમ્બરે આ હત્યાકાંડને અંજામ અપાયો હતો. એસ.પી આશીષ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, મૃતક પ્રિયા સોની ચોપનમાં રહેતી હતી. આરોપી એઝાઝ અહમદ તેનો પાડોસી હતી. પ્રેમીના પરિવાર તેમના સંબંધથી નારાજ હતા. તેઓ હિન્દુ વહુને અપનાવવા તૈયાર નહોતા. એટલે એઝાઝ પ્રેમિકાને ધર્મ બદલવા માટે દબાણ કરી રહ્યો હતો. પરંતુ પ્રિયા તૈયાર નહોતી,  એટલે જ્યારે યુવતિએ ધર્મ પરિવર્તન કરવાની મનાઈ કરી, તો પ્રેમીએ પોતાના મિત્ર સાથે મળીને પ્રેમિકાનું ગળું કાપીને ફેકીં દીધું હતું.

Advertisement

પોલીસ માટે કપાયેલા ધડવાળા મૃતદેહની ઓળખ મેળવવી અઘરું  હતું. પરંતુ પ્રાથમિક તપાસ દરમિયાન પ્રિયાની ઓળખ થઈ ચૂકી હતી.  ગૂનાની ગંભીરતાને ધ્યાનમાં લેતા પોલીસે પણ તાત્કાલિક ધોરણે આરોપીઓને શોધવા ચક્રો ગતિમાન કર્યા હતા. જેમાં આ સમગ્ર ઘટના સામે આવી હતી.આ દરમિયાન પોલીસે આરોપીઓની કડક પૂછપરછ કરી હતી. જેમાં આરોપીએ પોતાનો ગૂનો કબૂલ્યો હતો. બાદમાં પોલીસે આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરી હતી.

આમ, પ્રેમિકાની માત્ર એક ‘ના’ કરતાં પ્રેમીનો પ્રેમને હેવાનિયતમાં તબદીલ કરી દીધો અને  પ્રેમની સાથે માનવતાનો પણ હત્યારો બન્યો.

Advertisement

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *