મકરસંક્રાંતિના દિવસે સૂર્ય ઉત્તરાયણ થાય છે. આ દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે. ત્યારે દર વર્ષે ઉત્તરાયણનો પાવન પર્વ 14 જાન્યુરીએ જ માવવામાં આવે છે. મકર સંક્રાંતિ પર સ્નાન કર્યા બાદ -દાન-પૂર્ણનું કાર્ય કરવામાં આવે છે. જે બાદ પતંગ ચગાવાની સ્પર્ધા શરૂ થાય છે. અલગ આકર વાળી રંગ-બેરંગી પતંગનો આકાશમાં અદ્દભૂત જોવા મળે છે. આ નજારો અત્યંત ખૂબસુંદર હોય છે. અને ચારોતરફ એક જ અવાજ જ ગુંજતો રહે છે… કાયપો છે ! ત્યારે કયારેય તમે વિચાર્યું છે કે અંતે મકરસંક્રાંતિના દિવસે પતંગ કેમ ચગાવવામાં આવે છે? આ પાવન તહેવા પર પતંગ ઉડાવવા પાછળનું તેનું ધાર્મિક કારણ જાણીને પણ આશ્ચર્ચકિત થઈ જશો.
ધાર્મિક માન્યતા છે કે મકરસંક્રાંતિમાં પતંગ ઉડાવવાની પરંપરા ભગવાન શ્રીરામના સમયથી શરૂ થઈ હતી. તમિલની તન્દનાનરામાયણ અનુસાર, મકરસંક્રાંતિના દિવસે જ શ્રીરામે પતંગ ઉડાવી હતી અને તે પગંત ઈન્દ્રલોકમાં જતી રહી હતી. અહીં ઈન્દ્રદેવાના પુત્ર જયંતની પત્નીને આ રંગબેરંગી પતંગ ખૂબ ગમી. આ તરફ ભગવાન રામે હનુમાનજીને પતંગને ગોતવા મોકલ્યાં. હનુમાનજી, ઈન્દ્રલોક પહોચ્યાં અને જયંતની પત્નીથી પતંગ પરત આપવા કહ્યું તો તેમણે કહ્યું, ભગવાન શ્રીરામના દર્શન બાદ જ પતંગ પરત કરશે. હનુમાનજીએ પરત આવી પ્રભુ શ્રીરામને બધી વાત કહીને સંભળાવી. આ પર શ્રીરામે ચિત્રકૂટમાં દર્શન આપવાની વાત કહી અને હનુમાનજીને પાછા જયંતની પત્ની પાસે મોકલ્યાં અને આખી વાત સંભાવ્યાં બાદ જયંતની પત્નીએ પતંગ પરત કરી દીધી. બસ ત્યારથી મકરસંક્રાંતિ પર પતંગ ઉડાવવાની પરંપરા શરૂ થઈ જે આજે પણ ચાલી રહી છે.

મકરસંક્રાંતિના ઘણાં નામ
મકરસંક્રાંતિ આ વખતે 14 જાન્યુઆરી 2021ના રોજ મનાવવામાં આવશે. મકરસંક્રાંતિને દેશમાં અલગ-અલગ નામથી ઓળખાય છે. દક્ષિણ ભારતમાં પોંગલ, ગુજરાત અને રાજસ્થાનમાં ઉત્તરાયણ, ગુજરાતમાં મકરસંક્રાંતિ પર ખાસ પગંત મહોત્સવ પણ ઉજવવામાં આવે છે. હરિયાણા અને પંજાબમાં મકરસંક્રાંતિને માઘી અને ઉત્તર પ્રદેશ, બિહાર ઝારખંડ, છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં આ તહેવારને ખિચડીના નામથી ઓળખવામાં આવે છે.
વિટામીન ડી પણ મળે છે
ધાર્મિક માન્યતાના સાથે જ આ પાછળ વૈજ્ઞાનિક કારણ પણ છે, ઘણાં મહિનાની ઠંડી હોવા બાદ સૂરજનો સંપર્ક કદાચ કપાય થઈ જાય છે. ઉત્તરાયણ પર પતંગ ચગાવવાના બહાને વધુંથી વધું સમય સુધી સૂરજના તડકામાં રહેવાય, જેથી તેને વિટામીન ડી મળી શકે. સાથે પતંગ ઉડાવવાથી આંખોની રોશની પણ સારી રહે છે.