Categories: રાશિ

આ તારીખે બુધ કરશે રાશિ પરિવર્તન, આ રાશિઓના લોકોને બનાવશે માલામાલ

નવગ્રહોના રાજકુમાર બુધ એકવાર ફરી રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યાં છે. આ વખતે બુધ મકર રાશિથી નિકળીને કુંભ રાશિમાં ગોચર કરવાના છે. આ રાશિ પરિવર્તન 25 જાન્યુઆરી 2021એ 16:19 વાગ્યે એટલે સાંજે 4 વાગે 19 મીનિટે પર થશે.

જ્યોતિના જાણકારો અનુસાર, આ પરિવર્તનનો પ્રભાવ તમામ 12 રાશિઓ પર પડશે. જેમાંથી કેટલીક રશિના જાતકોનું આ પરિવર્તન માલામાલ બનાવી દેશે તો કેટલાક લોકો માટે મોટી પરેશાની ઉભી કરવી ઉપરાંત અમુક રાશિના જાતકોને સામાન્ય અસર પડશે.

જ્યોતિષમાં બુધને નવગ્રહોમાં રાજકુમારનો દરજ્જો મળ્યો છે, તેમને દેવતાઓના દૂતના રૂપમાં પણ ઓળખવામાં આવે છે. આ ગ્રહ બુદ્ધિ, સંચાર, ભાષણ, અભિવ્યક્તિ, સ્વભાવ, શિક્ષા અને સ્મિતના કારક માનવામાં આવે છે.

જ્યારે આ ગ્રહ ચહેરાના હાવ ભાવોના કાર દ્વિતીય ભાવના સ્વામી ગ્રહને પ્રભાવિત કરે છે, તો વ્યક્તિને પ્રભાવશાળી બનાવે છે. તેમજ જ્યારે મનના કારક ગ્રહ ચંદ્રમા સાથે તેની યુતિ હોય છે, તો આ જીવનમાં ઉત્સાહ લાવે છે.

આવો જાણીએ 25 જાન્યુઆરી 2021ના થઈ રહેલા આ પરિવર્તનની અસર અને આથી કઈ રાશિ વાળાની મુશ્કેલીઓ વધશે અને કઈ લોકોની પ્રતિક્ષા સરળ થશે, સાથે જ કયા ઉપાય તમને રાહત આપશે…

મેષ રાશિ
આ દમિયાન બુધ તમારા એકાદશ, અર્થાત લાભ સ્થાનમાં ગોચર કરશે. બુધના આ ગોચરથી, તમને શુભ ફળોની પ્રાપ્તિ થશે. કાર્યક્ષેત્ર પર તમારી કઠોર મહેનત અને ઈમાનદારીથી તમારી આવકમાં વૃદ્ધિ થશે. તેમજ જે લોકો સંપાદક, લેખન, વગેરે ક્ષેત્રોથી જોડાયેલા છે, તેમને પણ આ દરમિયાન સારો લાભ મળવાની સંભાવના છે.

તેની સાથે જ જાહેર વ્યવહાર, યાત્રા, નાણાકીય ક્ષેત્ર વગેરેથી જોડાયેલા વ્યાપારી જાતકોને પણ પોતાના વેપારમાં વિસ્તાર કરવાનો અવસર મળશે. કારણ કે આ ગોચર તમારા માટે વિશેષ શુભ જોવા મળ્યો છે. તેમજ જે જાતક કોઈ બેંક અથવા અન્ય સંસ્થાથી લોનની સહાયતાના ઈચ્છુક હતાં, તેમને પણ આ પરિવર્તનથી અનુકૂળ પરિણામ પ્રાપ્ત થવાની સંભાવના છે.

તેમજ પ્રેમ સંબંધઓ પર નજર કરીએ તો, આ ગોચર દરમિયાન બુધ શનિથી દૂર થઈને તમને ઝંઝટ મુક્ત કરશે, આથી તમે તમારી ભાવનાઓને પ્રેમીના સામે રાખવામાં સફળ થશો. કોઈ જૂના મિત્રથી લાંબા સમય બાદ મુલાકાત કરવાની તક મળશે. આથી તમે ખુશ રહેશો.

ઉપાય: બુધનું રાશિ પરિવર્ત દરમિયાન બુધ મંત્રના જાપ કરો.

વૃષભ રાશિ
આ સમય બુધનો ગોચર તમારી રાશિથી દશમ ભાવમાં હશે, આથી કરજ અને વ્યવસાયની જાણકારી મળશે. એવામાં તમારા માટે બુધનો ગોચર અનુકૂળ રહેવાનો છે.

આર્થિક જીવન માટે આ સમય ખૂબ સારો રહેશે, કારણ કે આ સમય તમારા દ્વારા કરવામાં આવેલા દરેક રોકાણ લાભદાયી રહેશે. આથી તમે તમારી સંપત્તિને વધારવામાં પણ સફળ થશો, અને રોકાણનો તમને ભવિષ્યમાં ઉત્તમ નફો મળશે.

તેમજ કાર્યક્ષેત્ર પર તમે વધું દ્રઢ શક્તિના પગલે, તમારા પ્રયત્નોથી વધું તમારા શબ્દોના કારણે બીજાનો વિશ્વાસ જીતવામાં સફળ થશો. તમે તમામ કાર્યોને સમયસર પૂરા કરશો, જેથી તમને ઉત્તમ ફળ મળશે. નવા અવસરોની શોધ કરે રહેલા લોકોને પણ, કોઈ શુભ સમાચાર મળશે.

આ ઉપરાંત વ્યવસાયથી જોડાયેલા જાતક, અવલોકન, વિશ્લેષણ, બુદ્ધિબત્તા અને વ્યાપારની સારી સમજના પગલે, ઘણાં સારો લાભ ઉઠાવશે. જેથી તેને પોતાના વ્યાપારમાં વિસ્તા કરવામાં મદદ મળશે.

પિતાથી સંબંધો સુધાર આવશે. જેથી તેઓ તમને આર્થિક મદદ આપી શકશે. આ સમયગાળા દરમિયાન તમને તમારા સાસરિયા પક્ષમાં બધાં વિવાદ ખતમ થશે, જેનો તમારા લગ્ન જીવન પર સકારાત્મક પ્રભાવ પડશે.

ઉપાય: દરરોજ સૂર્યોદય સમય ”વિષ્ણુસહસ્ત્રનામ”નો જાપ કરો.

મિથુન રાશિ
આ સમય બુધનો ગોચર તમારી રાશિથી નવમાં ભાવમાં હશે, આથી ભાગ્ય ભાવ પણ કહેવામાં આવે છે. આ ગોચર તમારા માટે મહત્વપૂર્ણ રહેવાનું છે. બુધનું રાશઇ પરિવર્તન તમારા માટે, સામાન્યથી ખૂબ અનુકૂળ રહેવાનું છે.

આ દમિયાન તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે, આથી તમે તમારા કાર્યસ્થળ પર શ્રેષ્ઠ રીતે તમારા વિચાર અને સમજને વ્યક્તિ કરીને, બીજાને આકર્ષિત કરી શકશો. આથી તમારા વરિષ્ઠ અધિકારી તમારી તરફ આકર્ષિત થશે, અને તેનાથી તમને નવો અવસર અને જવાબદારીઓ મળશે.

તેની સાથે જ તમે સ્વયંને વધું સકારાત્મક અને આશાવાદી અનુભવશો, જેની તમારા સ્વાસ્થ્ય જીવન પર સકારાત્મક અરસ પડશે. તેના પરિણામ સ્વરૂપે તમે તમારા તમામ પ્રયાસોમાં સફળ રહેશો. કારણ કે આ દરમિયાન તમને ભાગ્યનો ભરપૂર સાથ મળશે.

આ સમય તમારા અંગત જીવનમાં પણ તમારા પ્રેમ સંબંધોનો આનંદ લેતો જોવા મળશો, કારણ કે આ દરમિયાન બુધ અત્યંત શુભ સ્થિતિમાં રહીને તમને ઉર્જાવાન અને આકર્ષક પ્રદાન કરશે. ખાસકરીને ગોચરકાળનો સમય વિપરીત લિંગી લોકો, તમારી તરફ વધું આકર્ષિત થતા જોવા મળશે.

તેમજ વેપાર કરતા લોકોની વાત કરીએ તો, તેના માટે આ સમય નવા કાર્ય અને નવી નીતિઓની શરૂઆત માટે અનુકૂળ રહેવાનો છે. આ સાથે જ વિદેશી યોજનાઓ, આયાત-નિકાસ અને વિદેશી સંગઠનોથી જોડાયેલા લોકોને પણ, પ્રગતિ મળવાની સંભાવના છે.

ઉપાય : બુધવારેના દિવસ ગાયનું લીલો ચારો ખવડાવો.

કર્ક રાશિ
બુધ આ સમય તમારી રાશિથી અષ્ઠમ સ્થાનમાં ગોચર કરશે. એવામાં તમને આ સમય મિશ્રિત પરિણામો મળશે. આ સમય, તમને તમારા દ્વારા કરવામાં આવેલા પહેલાના દર રોકાણથી સારો લાભ મળશે. તેમજ તે જાતક જે કોઈ શોધ કાર્યથી જોડાયેલા છે, તેના માટે પણ આ ગોચર વિશેષ અનુકૂળ રહેવાનો છે.

આ અવધિમાં તમે દરેક વિપરીત પરિસ્થિતિઓને લડવામાં સફળતા મળશે, જેથી તમને આત્મ મંથન અને સ્વયંથી જોડાવામાં મદદ મળશે. આ સ્થિતિ જીવનના ઘણાં પહેલમાં સફળતા અપાવવામાં માટે મદદગાર સાબિત થઈ શકે છે.

તેમજ કાર્યક્ષેત્ર પર તમારા દરેક કાર્યોને શીખવાની અને સમજવાની ક્ષમતા, તમારા કાર્ય કુશળતાનો વિકાર કરશે. જેના પગલે તમને વરિષ્ઠ અધિકારી, તમારી પ્રશંસા કરવાથી સ્વયંને નહી રોકી શકે. તમારી ક્ષમતાનો વિકાસ થશે, અને તમે તમારા કાર્યસ્થળ પર ઉચ્ચ પદ મેળવવામાં સક્ષમ થશો.

જ્યારે વ્યવસાયિ લોકો, ખાસકરીને બિઝનેસ પાર્ટનરથી જોડાયેલા લોકોને તમારી આવકમાં વધારો કરવાનો ઘણાં અવસર મળશે.

પરણિત લોકોને, પોતાના સાસરિયા પક્ષથી કોઈ ભેટ અને મદદ મળશે. તેમજ કેટલાક લોકો ગોચરકાળ દમિયાન, તમારૂ જૂનું કરજ ચૂકવવામાં સફળ રહેશો.

ઉપાય : તમારા ઘરે રોજ સવારે કપૂર સળગાવવું જોઈએ.

સિંહ રાશિ
બુધ ગોચર દરમિયાન તમારી રાશિથી સપ્તમ ભાવ એટલે લગ્ન ભાવમાં બિરાજમાન થશે. તેને લાંબી ભાગીદારી અને વ્યાપારનો ભાવ પણ કહેવામાં આવે છે. બુધનું ગોચર તમારા માટે ખૂબ ખાસ ગણાય છે. આ દરમિયાન તમને શુભ ફળ મળશે.

લગ્ન જીવન માટે પણ આ સમય વિશેષ શુભ રહેશે, કારણ કે આ દરમિયાન તમને તમારી સાથીથી પ્રેમ અને મદદ મળશે. આ સમય તમે બંનેને ખુલ્લીને એક-બીજાનું સન્માન કરશો.

આ ગોચર તમારી સુખ-સુવિધાઓમાં વધારો લઈને આવશે. સાથે જ પિતાને પણ તમારા કાર્યક્ષેત્રથી કોઈ પ્રકારનો લાભ થશે, જેથી કુટુંબીક વાતાવરણમાં ખુશીઓ આવશે.

વ્યવસાયી જાતકોને આ સમય, ભાગીદારીમાં વ્યવસાય કરવાથી લાભ અને વિસ્તાર કરવાનો અવસર મળશે. તેના સાથે જ નાની યાત્રાથી તમે શુભ ફળ મેળવવામાં સફળ થશો. વિદ્યાર્થીને પણ આ સમય સારૂ પરિણામ મળશે.

ઉપાય : તમારા બંને જમણા હાથની આગંળીમાં સોનાની અથવા ચાંદીની અંગૂઠીમાં પન્ના પહેરો (પરંતુ કોઈ જાણકારીની સલાહ બાદ)

કન્યા રાશિ
આ પરિવર્તન દરમિયાન બુધ દેવ તમારી રાશિથી છઠ્ઠા ભાવમાં પ્રવેશ કરશે, જેને રોગ, શત્રુ અને ઋણનો ભાવ માનવામાં આવે છે. આ સમય તમારા માટે વધું સારો ન કહી શકાય, કારણ કે બુધ આ દરમિયાન તમારા દ્વાદશ ભાવ પર પણ નજર રાખશે, જે ખર્ચાને દર્શવે છે. એવામાં આ સમય તમારા ખર્ચામાં વધારો, તમારૂ માનસિક તણાવમાં વધારાનું સૌથી મોટું કારણ બની શકે છે. જેનો પ્રભાવ તમારા સ્વાસ્થ્ય જીવન પર પડશે. આથી તમારૂ પ્રેમ જીવન પણ પ્રભાવિત થશે અને તમારી સાથી અને તમારી વચ્ચે મદભેદ રહેશે.

જોકે, કાર્યક્ષેત્ર માટે આ ગોચર તમને યોગ્ય દિશા લઈને આવશે. તમે સખત મહેનત અને પ્રયત્નો કરશો, જેથી પ્રમોશન સાથોસાથ તમને પ્રશંસા પણ મળશે. યોગ્ય તશે તમે દરેક પ્રકારના વિવાદો અને ઝઘડાથી દૂર રહો.

બધી મળીને કહીએ તો, બુધ ગોચર કાળનું પરિણામ સંપૂર્ણ રીતે એ વાત પર નિર્ભર કરે છે કે તમે આ દરમિયાન વસ્તુને કઈ નજર જુઓ છો, કારણ કે અમુકવાર આત્મનલોચન અને અપરાધ બોધ, જેવી નકારાત્મક ભાવનાઓના પગલે, આપણે સ્વયં ઉપર ભાવનાઓને હાવી કરતા પોતાનું નુકસાન કરી લઈએ છે.

સ્વાસ્થ્ય જીવનની દ્રષ્ટિથી, આ સમય થોડા પરેશાન રહી શકો છો. યોગ્ય હશે તમે તમારા દૈનિક દિનચર્યામાં સુધારો લાવો. આથી તમારા આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે અને તમે એક તંદુરસ્ત જીવન વિતાવશોય

ઉપાય: દરરોજ સવારે ”ગજેન્દ્ર-મોક્ષ સ્ત્રોત” નો પાઠ કરો.

તુલા રાશિ
બુધ આ પરિવર્તનની અવધિમાં તમારા પંચમ ભાવમાં બિરાજમાન હશે. આ દરમિયાન તમને ઉત્તમ ફળ મળશે. પ્રેમ સંબંધ માટે પણ સમય શુભ છે. પરિણત લોકો પોતાની સાથી સાથે સુંદર સમય વિતાવશે. સાથે જ તે લોકો જે પોતાના દંપતિ જીવનમાં આગળ વધારવાનું વિચારી રહ્યાં હતાં, તેમને પણ આ પરિવર્તન કોઈ શુભ સમચાર આપી શકે છે.

તેમજ કાર્યક્ષેત્ર પર તમારી રચનાત્મક અને સહન શક્તિમાં વધારો થશે, જેથી તમે તમારા તમામ નિર્ણયને લેવામાં સક્ષમ થશો. તેના પરિણામ સ્વરૂપે, તમને કાર્યસ્થળ પર સફળતા મળશે. સાથે જ સરકારી સેવામાં કાર્યરત લોકોને બદલવાના કોઈ અનુકૂળ સમાચાર મળી શકે છે. અચાકનથી લાભ મળવાનો યોગ પણ જોવા મળી રહ્યો છે.

આ ઉપરાંત ઉચ્ચ શિક્ષણની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીને અનુકૂળ પરિણામ મળશે, તેના સાથે જ તે વિદ્યાર્થી જે વિદેશી વિશ્વવિદ્યાલઓ સંસ્થાઓમાં પ્રવેશ લેવાની ઈચ્છા હતી, તેમને પણ પોતાના પ્રયત્નોથી શુભ પરિણામ મળી શકે છે.

કુંવારા લોકો માટે, આ સમય વિશેષ ઉત્તમ રહેશે. કારણ કે આ દરમિયાન તે પોતાની ઈચ્છાઓ અને ભાવનાઓને, પોતાના પ્રેમી સામે ખુલીને વાત કરવામાં સફળ થશે. આથી તેમને ભાગ્યનો સાથ મળશે, અને સંભાવના છે કે પ્રેમીથી તેમને યોગ્ય જવાબ મળશે.

ઉપાય : બુધવારે કોઈ જરૂરીયાત વ્યક્તિને, લીલા રંગના કપડા અથવા ખાવાની વસ્તુનું દાન કરો.

વૃશ્ચિક રાશિ
આ દરમિયાન બુધ તમારા ચતુર્થ ભાવમાં બિરાજમાન થશે. આ ભાવ તમને સુખ-સુવિધઓ, માઁ, જમીન વગેરેનો ભાવ હોય છે. આ માટે બુધના આ ભાવમાં ગોચર કરવાથી, તમને શુભ ફળ મળશે.

આ સમય તમને પિતૃ સંપત્તિ મળવાનો યોગ પણ બની રહ્યો છે, જેના પગલે તમને અચાનકથી લાભ અને નફો મળશે. કેટલાક લોકો જમીન અથવા નવા વાહન ખરીદવાનું આયોજન કરી રહ્યાં છે, જેથી તેમને આરામમાં વધારો થશે.

તેમજ આ દરમિયાન માઁનું સ્વાસ્થ્ય સંકટમાં છે. ખાસકરીને જો તેમને હાર્મોન, હૃદય રોગ, કોઈ પ્રકારની કોઈ એલર્જી હતી, તેના માટે તેનું યોગ્ય ધ્યાન રાખવુમ સૌથી સારૂ રહેવાનુમ છે.

આ ઉપરાંત આ સમય તમારા જીવનસાથીની આવકમાં વૃદ્ધિનો યોગ બનશે. તેના પરિણામ સ્વરૂપે તમને આર્થિક મદદ મળશે અને તમારા કાર્યોને પૂર્ણ કરવામાં સફળ થશો.

ઉપાય: દરરોજ તુલસીના છોડની પૂજા અને આરાધના કરો.

ધન રાશિ
આ ગોચરના સમય બુધ તમારી રાશિથી ત્રીજા સ્થાનમાં પ્રવેશ કરશે. આ ભાવ સાહસ, પરાક્રમ, ભાઈ-બહેન, પ્રયત્નો અને સંવાદોનો ભાવ હોય છે. એવામાં બુધના પરિવર્તન દરમિયાન તમને ઈચ્છાનુસાર, શુભ ફળો મળવાનો યોગ બનશે.

આ સમય તમારી મહેનત અને લગનની કાર્યસ્થળ પર ખૂબ પ્રશંસા થશે, જેથી તમારી ઉર્જા અને સાહસમાં વૃદ્ધિ થશે.

આથી તમે તમારા દરેક કાર્યને સમયથી પહેલા, પૂરા કરવામાં સફળ રહેશો. પરંતુ આ સમય સ્વયં પર વધું વિશ્વાસ કરવાથી બચો, એક સમયમાં એક જ કાર્ય કરવું જ પડશે. નહીતર તમે પોતાને ભ્રમિત અનુભવશો, અને આથી તમારા માટે સમસ્યા પણ ઉત્પન્ન કરી શકે છે.

ઉપાય : ભગવાન ગણેશની પ્રાર્થના કરો.

મકર રાશિ
બુધ આ અવધિમાં તમારા બીજા ભાવમાં બિરાજમાન હશે, જે ધન ભાવ હોય છે. મકર રાશિના જાતકો માટે બુધનું રાશિ પરિવર્તન ખૂબ મહત્વપૂર્ણ હોય છે, કારણ કે આ તેમના છઠ્ઠા ભાવના સ્વામી હોવા સાથોસાથ તમારા ભાગ્યના સ્વામી પણ છે.

તેમના સાથે જ આ ગોચરનુમ પરિણામસ્વરૂપે તમારી રાશિમાં ”ધન યોગ”નું નિર્માણ થશે, આથી તમને આર્થિક જીવનમાં ઉત્તમ ફળ મળશે.

તમે કોઈ જમીન અથવા ઘર લેવાનું આયોજન બનાવી શકો છો. સાથે જ તમને પોતાના પિતાથી આર્થિક અને ભાવનાત્નક મદદ પણ મળશે, જે તમને તમારા લક્ષ્યની તરફ વધવામાં પ્રોત્સાહન આપવાનું કાર્ય કરશે. જ્યારે શેર બજારસ વગેરેથી જોડાયેલા લોકોને અચાનકથી લાભ થવાનો યોગ બની રહ્યો છે.

સ્પર્ધત્મક અથવા સરકારી પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને આ સમય ઈચ્છનુસાર, તમારી મહેનતનું ફળ મળશે.

ઉપાય : માઁ સમાન મહિલાથી જેમ કે ફઈ, કાકી વગેરેને ભેટ આપો.

કુંભ રાશિ
બુધનું આ ગોચર તમારા પ્રથમ ભાવમાં હશે. આથી તમને મિશ્રિત પરંતુ મહત્વપૂર્ણ પરિણામની મળશે. આ પરિવર્તન તમારા માટે ખૂબ મહત્વપૂર્ણ છે, કારણ કે આ તમારી જ રાશિમાં બુધનું રાશિ પરિવર્તન થવા થઈ રહ્યું છે.

આ સમય પરણિત લોકો પોતાના જીવન સાથીની પ્રગતિથી ખુશ થશે. તેમજ જે વિદેશ જઈને અભ્યાસ કરવા ઈચ્છુક જાતકોને આ દમિયાન વિદેશ જવાનો અવસર મળશે.

તમને સલાહ આપવામાં આવે છે કે તમારા આરોગ્યને નજરઅંદાજ ન કરો, જરૂર પડવા પર યોગ્ય ડોક્ટરની સલાહ અવશ્ય લો.

ઉપાય : બુધવારે પાલખ અથવા લીલા મગનું સેવન કરો.

મીન રાશિ
બુધનું રાશિ પરિવર્તન દરમિયાન તમારી રાશિથી બારમાં ભાવમાં પ્રવેશ કરશે. બારમો ભાવ, વ્યય અથવા હાનિનો ભાવ માનવામાં આવે છે. તમારી રાશિ માટે સુખ ભાવ એટકે ચોથો અથવા સાતમાં સ્વામી થઈને કુંભ રાશિમાં પ્રવેશ કરશે, એવામાં બુધ દેવના પ્રભાવથી આ દમિયાન તમે એક સારૂ અને આરામદાયી જીવન પસાર કરશો.

કાર્યસ્થળ પર આવી રહેલી આ પરિસ્થિતિન પગલે, તમારી જીવનશૈલી પણ પ્રભાવિત થશે. ખાસકરીને તમારી ઉંઘવાની રીતે દુષ્ટપ્રભાવ, તમને કોઈ રીતે બીમારી પણ આપી શકે છે. એવામાં જેટલું શક્ય હોય શાંત રહીને આરામ કરો, અને સ્વયંને દરેક પરિસ્થિતથી લડવા માટે તૈયાર રહો.

ઉપાય : બુધવારના દિવસ ” વિધારા મૂળ ”ને લીલા વસ્ત્રોમાં બાંધીને તમારા ગળામાં ધારણ કરો.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021