Categories: દેશ

ભૂકંપ બાદ જ્યારે બે સહારા બની પિતા દીકરીની લાશ શોધી રહ્યો હતો..તેવામાં એવું થયું કે તેની આંખો..

તુર્કીમાં શુક્રવારે આવેલા 7ની તીવ્રકાના ભૂકંપે આખા દેશને તબાહ કરી નાખ્યો, આ ભૂકંપે અંદાજીત 200થી વધુ લોકોના જીવ લઈ લીધા. સ્થિતિ એવી છે કે, હજૂ પણ કાટમાળમાંથી લાશો નિકાળવામાં આવી રહી છે, જેથી મૃતકોની સંખ્યામાં વધારો થઈ શકે છે. આ વચ્ચે તુર્કીના ઈઝમિર શહેરમાં એક તમત્કાર પણ જોવા મળ્યો. જેની ક્યારેય કોઈએ કલ્પના પણ નહોતી કરી. અહીં રેસ્ક્યૂ ટીમે ચાર દિવસ એટલે કે, ભૂકંપના 91 કલાક લછી એક 4 વર્ષની બાળકીને જીવતી બચાવી છે. આ બાળકીએ ખાધા-પિધા વીના 4 દિવસ સુધી કાટમાળમાં ફસાઈને મોતને મહાત આપી છે. આ બાળકીને જીવતી જોઈને સૌકોઈ હેરાન થઈ ગયા. તેના પિતાઓ તો પોતાના કાળઝાના કટકાને જીવતો જોતા જ તેને ભેટી પડ્યા. જોકે બાળકીને કાટમાળમાંથી નિકાળીને તાત્કાલીક સારવાર અર્થે હોસ્પિટલ પહોંચાડવામાં આવી. આ ચમત્કારી ઘટનાના રેસ્ક્યૂ ટીમે ફોટો પણ શેર કર્યા છે.

4 વર્ષની એડા જઝગીનને તુર્કી કોસ્ટલ સિટી ઈઝમિરમાં જાનલેવા ભૂકંપના 4 દિવસ પછી બચાવવામાં આવી છે. ભૂકંપ ગ્રીસ અને તુર્કીને નિશાન બનાવીને તબાહ કરી ચૂક્યો છે. કોઈને પણ આશા નહોતી કે, ભૂકંપની આ દુર્ઘટનાના 4 દિવસ પછી પણ કોઈ જીવીત રહેશે.

એડાને તાત્કાલીક એમ્બ્યુલન્સથી હોસ્પિટલ પહોંચાડવામાં આવી. તેને પહેલા થર્મલ બ્લેન્કેટમાં લપેટવામાં આવી. તેને જીવીત જોઈને લોકો ખુશીથી ઝૂમી ઉઠ્યા. અને ભગવાનનો આભાર માન્યો.

તુર્કીમાં 7ની તીવ્રતાના આવેલા ભૂકંપે આખા દેશને ભયમાં મુકી દીધો હતો. આ ભૂકંપના 91 કલાક પછી એડાને કાટમાળમાંથી બહાર સહી-સલામત નિકાળવામાં આવી.

આ ભૂકંપમાં અત્યાર સુધીમાં 102 લોકોના મોત થઈ ચૂક્યા છે. તો હજૂ પણ રેસ્ક્યૂ ટીમ કાટમાળમાંથી લાશો શોધી રહી છે. એડાનો અવાજ સૌથી પહેલા કાટમાળમાંથી લોકોએ સાંભળ્યો હતો. જે બાદ અહીં ખુબ ચર્ચાઓ થવા લાગી. રેસ્ક્યૂ ટીમે પણ ખુબ ઝડ઼પ સાથે આ રેસ્ક્યૂ ઓપરેશન પાર પાડ્યું.

એડાને આનન-ફાનનમાં નિકાળવામાં આવી. જ્યારે તેને નિકાળવાની તૈયારી ચાલી રહી હતી. ત્યારે તેના પિતા ત્યાં ઉભા હતા. તેઓની આંખો પોતાની દીકરીને જિવીત જોવા માટે તરસી રહી હતી. જેવો જ કાટમાળ ખસેડી રેસ્ક્યૂ ટીમ એડા સુધી પહોંચી. અને તેને જીવીત જોઈ તો તેના પિતા તેને ભેટી પડ્યા. તેમની આંખોમાં હરખના આંસુ રોકાતા નહોતા. આ ઘટના કોઈ ચમત્કારથી ઓછી નહોતી. કારણ કે, એક 4 વર્ષની બાળકીએ91 કલાક કાટમાળમાં ફસાઈને મોતને પણ હરાવ્યું છે.

એડા ન માત્ર જીવીત હતી. પરંતુ તેણે જેવી જ રેસ્ક્યૂ ટીમને જોઈ તો તેના ચહેરા પર સ્મિત હતું. તેમની સાથે વાત કરી. તેને બતાવ્યા બાદ રેસ્ક્યૂ ટીમમાં શામેલ એક શખ્સે ટ્વીટ કર્યું કે, 91 કલાક પછી ચમત્કાર જોયો. આ રેસ્ક્યૂના ફોટો સોશિયલ મીડિયામાં ખુબ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. લોકો કહે છે કે, ભગવાને જ એડાને બચાવી છે. નહીંતર આટલી મોટી દુર્ઘટના પછી આવું થવું અશક્ય છે.

અહીં કુદરતે જ એડાને બચાવી છે. તમે શું માનો છો કમેન્ટમાં જવાબ ચોક્કસ આપજો.. અને લાઈક કરી શેર કરવાનું ન ભૂલતા.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021