એક માની ક્રૂરતાએ કરી હદ પાર, પ્લાસ્ટી થેલીમાં નવજાત શિશુને રાખી કરતી રહી શૉપિંગ…

માને દુનિયામાં સૌથી ઊંચુ સ્થાન આપવામાં આવે છે. દરેકના જીવનમાં મા એક એવું  પાત્ર છે, જેને કોઈ ક્યારેય ગુમાવવા નથી માગતું. કહેવાય છે કે, ભગવાન બાદ એક મા જ છે જે પોતાના બાળકને નિઃસ્વાર્થ પ્રેમ કરે છે. પરંતુ આજે અમે તમને એક માની એવી ક્રૂરતા વિશે જણાવીશું કે, તમે પણ વિચારી પણ નઈ શકો.

હા… સાચે આજે અમે તમને માની મમતા વિશે નહીં પરંતુ માની ક્રૂરતા વિશે જણાવીશું. જેણે ગુસ્સામાં પોતાના બાળકનો જીવ જોખમમાં મૂકી દીધો. હાલ સોશિયલ મીડિયા પર એક મહિલાની તસવીર વાઈરલ થઈ છે. જેમાં તે પ્લાસ્ટિકની થેલીમાં પોતાના નવજાત બાળકને રાખીને આરામથી શોપિંગ કરતી જોવા મળી રહી છે.

લોકો આ મહિલાને જોઈ હેરાન થઈ રહ્યાં હતા કે, કોઈ મા પોતાના બાળક સાથે આવું કેવી રીતે કરી શકે? પ્લાસ્ટિકની થેલીમાં નાનકડું બાળક રડી રહ્યું હતું, ત્યારે મહિલા બાળક પર ધ્યાન આપ્યા વગર પોતાની ખરીદી કરી રહી હતી. ધીરે-ધીરે બાળકના રડવાનો અવાજ આવવા લાગ્યો. એટલે લોકોએ તેને પૂછ્યું કે, આવું કેમ કરે છે? ત્યારે તેણે જવાબ આપ્યો હતો કે, તે પોતાના બાળકને ફરાવી રહી છે.

લોકો અનેકવાર આ મહિલાને આવું ન કરવા સમજાવી રહ્યાં હતા. છતાં તે વાત માની રહી નહોતી. એટલે સ્થાનિકોએ પોલીસને ફોન કર્યો હતો. બાદમાં પોલીસે ઘટનાસ્થળે પહોંચીને નવજાતનો જીવ બચાવ્યો હતો.

આ ઘટના યુક્રેનના ક્યૉવની છે. ત્યાંના એક અખબારમાં જણાવ્યાનુસાર, 29 વર્ષીય મહિલ પ્લાસ્ટિક થેલીમાં પોતાના નવજાત બાળકને લઈને રસ્તામાં ફરી રહી હતી. જ્યારે પોલીસે ઘટનાની તપાસ કરી તો જાણવા મળ્યું હતું કે, તે મહિલા પોતના પતિ સાથે ઝઘડો કરીને ઘરની બહાર નીકળી હતી અને ગુસ્સામાંને ગુસ્સામાં તેને પોતાના બાળકને પ્લાસ્ટિકના થેલામાં મૂકી દીધો હતો.

રસ્તા પર લોકોએ થેલામાંથી બાળકના રડવાનો અવાજ સાંભળ્યો, ત્યારે શરૂઆત તો તેમને ખબર ન પડી, પરંતુ જ્યારે બાળકના રડવાનો અવાજ વધુ આવવા લાગ્યો, એટલે બધા મહિલાને સવાલ પૂછવા લાગ્યા. તો મહિલાએ ગુસ્સામાં આવી બધાને પોતાનું કામ કરવાનું કહ્યું અને ખરીદી કરવા લાગી.

આ દરમિયાન એક સ્થાનિકે પોલીસને ફોન કરીને આ સમગ્ર ઘટનાની જાણ કરી. બાદમાં પોલીસે ત્યાં પહોંચીને મહિલા પાસેથી બેગ ઝૂટવીને બાળકને થેલામાંથી બહાર કાઢ્યું હતું. પોલીસે જ્યારે બાળકને બહાર કાઢ્યું ત્યારે તે પરસેવે રેબઝેબ થઈ ગયું હતું. આમ, 30 ડીગ્રી ગરમીમાં આ મહિલા પોતાના બાળકને થેલીમાં બંધ કરીને ક્રૂરતાની હદ વટાવી દીધી હતી. એટલું જ નહી તેને તેના કૃત્ય પ્રત્યે કોઈ અફસોસ પણ નહોતો.

બાળકની  હાલત જોતા પોલીસે બાળકને સારવાર અર્થે હૉસ્પિટલ પહોંચાડ્યો હતો. હાલ, આ નવજાતની સારવાર ચાલી રહી છે. ગરમીના  કારણે તેની તબિયત બગડી ગઈ હતી. હાલ, આ ક્રૂર માને પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવી છે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021