એક વાત કહુ?

દર એક મિનિટમાં મુકેશ અંબાણીની સંપત્તિમાં થાય છે આટલા કરોડનો વધારો

એક બાજુ કોરોનાકાળમાં લાખો લોકો પોતાની નોકરીઓ ગુમાવી રહ્યા છે.અનેક નાના મોટા ધંધાઓને પાટીયા પડી ગયા છે.તેવામાં મુ`કેશ’ અંબાણી માલામાલ થઇ રહ્યા છે. જાણો કેવી રીતે કમાય છે એક કલાકે 90 કરોડ રૂપિયા ?

આવું કંઇ અચાનક નથી થયું જ્યારથી કોરોના આવ્યો ત્યારથી એટલે કે લગભગ 6 મહિનાથી મુકેશ અંબાણીની સંપત્તિ પળેપળ પટારા ભરી ભરીને વધી રહી છે.હુરૂન ઇન્ડીયા અને આઇઆઇએફએલ વેલ્થ મેનેજમેન્ટ નામની સંસ્થાઓએ જાહેર કરેલી 2020ની સૌથી રૂપિયાવાળા વ્યક્તિઓની યાદીમાં આ વાત સામે આવી છે.વાનપ્રસ્થમાં આવી ચુકેલા મુકેશ અંબાણી એશિયાની સૌથી ધનિક વ્યક્તિ છે.અને આખી દુનિયામાં તેઓ એલન મસ્કને પાછળ મુકીને ચોથા નંબરે ધનાઢ્ય વ્યકિતિ બની ગયા છે.તેમની સંપત્તિ 2,77,700 કરોડ રૂપિયાથી વધીને 6,58,400 કરોડ રૂપિયાની થઈ ગઈ છે.માત્ર 12 મહિનામાં મુકેશ અંબાણીની સંપત્તિમાં 73 ટકાનો વધારો થયો છે.

છેલ્લાં નવ વર્ષથી મુકેશ અંબાણી ભારતના સૌથી ધનિક વ્યક્તિ છે.સૌથી મજાની વાત એ છે કે અંબાણી સિવાય બાકીના 5 નામો જે ધનિકોની યાદીમાં છે એ તમામની જો સંપત્તિ ભેગી કરી દેવાય તો પણ મુકેશ ભાઇના તોલે ન આવે.મતલબ કે એમનાથી ઓછી પડે. કારણ કે, મુકેશ અંબાણી દર કલાકે 90 કરોડ રૂપિયા કમાય છે.અને એક મિનિટે દોઢ કરોડ રૂપિયા કમાઇ રહ્યા છે. એટલે કે, 1 સેકન્ડમાં 15 લાક રૂપિયા કમાઈ છે.

Advertisement

હવે એ પણ જાણો કે કેવી રીતે લોકડાઉન અંબાણીને ફળ્યું ?
તો મુખ્ય છે જિઓ કંપની.જેના પ્લૅટફૉર્મમાં 10થી વધુ કંપનીઓએ 1.20 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. ફોર્બ્સના અહેવાલ મુજબ જિયો પ્લૉટફૉર્મની 25 ટકા ભાગીદારી વેચીને મુકેશ અંબાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને દેવામાંથી બહાર લઈ આવ્યા છે.અને ફેસબુકે જિઓ પ્લૉટફૉર્મમાં 43,574 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે.આ સિવાય સિલ્વર લૅક, વિસ્ટા ઇક્વિટી પાર્ટનર્સ, જનરલ ઍટલાન્ટિક, કેકેઆર, મુબાદલા, એડીઆઈએ, ટીપીજી, પીઆઈએફ અને એલ કેટરટને પણ મુકેશ અંબાણીની કંપનીઓમાં રોકાણ કર્યું છે.

20 અબજ ડૉલરનું ભંડોળ ઊભું કરવાથી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ હવે દેવામુક્ત થઈ ગઈ છે. આના કારણે મુકેશ અંબાણીની આવકમાં વધારો થયો છે. અંબાણીની વધતી વેલ્થથી રોકાણકારોનો સીધો ભરોસો જોડાઇ રહ્યો છે.અને આ જ કારણ છે કે તેનો સીધો જ ફાયદો મુકેશ અંબાણીની કંપનીઓને થઇ રહ્યો છે.

આ ગણિત પણ સમજો જેનાથી અંબાણી 90 કરોડ કલાકે કમાય છે ?
માર્ચ 2020માં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એક શૅરની કિંમત 870 રૂપિયા હતી અને અત્યારે એક શૅરની કિંમત 2200-2250 છે. આ 6 મહિનામાં કંપનીના શૅરના ભાવ 173 ટકા વધ્યા છે.અને મુકેશ અંબાણીની પોતાની નૉશન વેલ્યુમાં વધારો થયો છે..એટલે કે જેમણે છેલ્લા 6 મહિનાથી મુકેશ અંબાણીની કંપનીના શેર ખરીદ્યા છે એ બધાને પણ ફાયદો થયો છે.

Advertisement

રિલાયન્સ માટે તેજીનો આ સમય છે.ઘરે બેઠા ઓનલાઇન કામ કરતા લોકોથી લઇને કોરોના કાળમાં ઘર સુધી સામાનની ખરીદીથી ડિલિવરી સુધી ગૃહીણીઓ અંબાણીની કંપની પર આધાર રાખે છે.

Advertisement
Exit mobile version