Categories: દુનિયા

ભારત માટે ગર્વની વાત, આયુર્વેદ વિભાગે કોરોનાની દવા માટે મોટું સંશોધન કર્યું

કોરોનાની મહામારી સામે હાલ વિશ્વ અને ભારત યુદ્ધ લડી રહ્યું છે. તેવમાં આ મહામારી સામેની જંગમાં લીમડો એક મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી શકે છે. વૈજ્ઞાનિકો અને ડોક્ટરોની ટીમ એ સંશોધન કરી રહી છે કે, લીમડાની અંદર રહેલા તેના ગુણ(તત્વો) વાયરસને ખતમ કરવામાં કામ આવે છે કે નહીં.

લીમડો આયુર્વેદમાં સૌથી શ્રેષ્ણ ઔસધી માનવામાં આવે છે. પુરાણોમાં પણ તેનો ઉલ્લેખ છે. અને હાલના સમયમાં પણ આપણે તેનો ખુબ ઉપયોગ કરીએ છીએ. તેવામાં ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યૂટ ઓફ આયુર્વેદે તેના માટે નિસર્ગ હર્બ્સ નામની કંપની સાથે હાથ મિલાવ્યા છે. AIIAના જણાવ્યા પ્રમાણે, હરિયાણાના ફરિદાબાદની ESIC હોસ્પિટલમાં માનવી પર ટ્રાયલ કરવામાં આવશે કે, લીમડો કોરોના સામે લડવામાં કેટલો સક્ષમ છે.

250 લોકો પર કરાશે પરીક્ષણ

AIIAના અધ્યક્ષ ડોક્ટર તનુજા નેસારીને આ પરીક્ષણની મુખ્ય જવાબદારી સોંપવામાં આવી છે. તેમની સાથે આ સંશોધનમાં ESIC હોસ્પિટલના ડીન અસીમ સેનના નેતૃત્વ હેઠળ 6 ડોક્ટરોની ટીમ બનાવવામાં આવી છે. આ ટીમ 250 લોકો પર પરીક્ષણ કરીને એ જાણવાનો પ્રયાસ કરશે કે, લીમડાની અંતર રહેલા તેના ગુણકારી તત્વો કોરોના વાયરસના સંક્રમણને રોકી શકવામાં કેટલા સક્ષમ છે.

પહેલા હ્યુમન ટ્રાયલની શરૂઆત

ઉલ્લેખનીય છે કે, ડોક્ટરોની ટીમે પહેલા માનવીય ટ્રાયલની 7 ઓગસ્ટથી જ શરૂઆત કરી દીધી છે. આ પરીક્ષણને બે રીતે અંજામ આપવામાં આવશે, સંશોધનમાં શામેલ 250 લોકોમાંથી 125ને નિસર્ગની ગોળીઓ(દવા) આપવામાં આવશે. જ્યારે અન્ય 125 લોકોને માત્ર ગોળીઓ જ આપવામાં આવશે. આ તમામ લોકોને 28 દિવસો સુધી નિરીક્ષણ હેઠળ રાખવામાં આવશે. ત્યાર બાદ જોવામાં આવશે કે, નિસર્ગ ગોળીઓ (કેપ્સૂલ)નું સેવન કરનાર લોકોમાં અન્ય લોકોની તુલનામાં કેટલો બદલાવ આવ્યો છે.

આ સંશોધન વિશે વાત કરતા નિસર્ગ બાયોટેકના સંસ્થાપક અને સીઈઓ ગિરીશ સોમને જણાવ્યું કે, `આયુર્વેદ ફોર્મૂલાથી ક્લીનિકલ ટ્રાયલ કરનાર અનેક મોટી કંપનીઓ છે. પરંતુ નિસર્ગ ભારતના મુખ્ય આયુર્વેદ સંસ્થાના સહયોગથી પોતાના ફંડમાંથી આ પરીક્ષણનું સંચાલન કરનાર પહેલી મેન્યુફેક્ચરર કંપની છે.

લીમડાની દવાના સંશોધન સાથે જોડાયેલ ડોક્ટર મોહીનીનું કહેવું છે કે, લીમડો એક પ્રસિદ્ધ એન્ટીવાયરસ છે. જેનો ઉપયોગ આયુર્વેદમાં તાવ, દાદ વાયરસ, જેવા અનેક રોગમાં કરવામાં આવે છે. સાથે જ તે પોતાના ગુણોના કારણે લોહીને શુદ્ધ કરવા માટે પણ ઉપયોગી છે. લીમડામાં અનેક ગુણકારી તત્વો છે. એટલા માટે આશા છે કે, તે કોરોના વાયરસ સામેની આ જંગમાં એક મહત્વપૂર્ણ હથિયાર સાબિત થશે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021