Categories: દુનિયા

ચીનમાં ફેલાયો નપુંસક બનાવનાર માલ્ટા તાવ, 3 હજારથી વધુ લોકો હવાથી થયા સંક્રમિત

વર્ષ 2020 તો, જાણે લોકોનો કાળ બની આવ્યો એમ, એક પછી હજારો લોકોના મોત થઈ રહ્યાં છે. ચીનના વુહાન શહેરમાંથી ફેલાયેલો કોરોના વાઈરસ દુનિયાભરમાં કોહરામ મચાવી રહ્યો છે, ત્યારે ચીનમાં વધુ એક વાઈરસ ફેલાયો હોવાના અહેવાલ મળી રહ્યાં છે. જેના કારણે દુનિયાભરમાં ચિંતાનો માહોલ ફેલાયો હતો. આ વાઈરસમાં મોત થવાની શક્યતા ઓછી હોય છે પણ તે પુરુષો માટે ખૂબ નુકસાનકારક સાબિત થાય છે.

મળતી માહતી અનુસાર, સપ્ટેમ્બર મહિનામાં ચીનમાં બીજો રોગ ફેલાયો છે. ચીનમાં લોકોમાં એક નવો બેક્ટેરિયલ ચેપ ફેલાયો છે, જેના કારણે ત્યાં 3000 થી વધુ લોકોને ચેપ લાગ્યો છે. એટલું જ નહીં, આ રોગ હવામાં ફેલાઈ રહ્યો છે,જે જીવલેણ સાબિત થઈ શકે છે. આ ચેપગ્રસ્ત વ્યક્તિને તાવ લાવે છે, જેને માલ્ટા તાવ નામ આપવામાં આવ્યું છે. ઉપરાંત, આ બીમારીમાં પુરુષોમાં નપુંસકતાનું જોખમ રહેલું છે. તો ચાલો જાણીએે કે, ચીને કેવી રીતે કોરોનામાં પછી બીજો વાયરસ ફેલાવ્યો …

અહેવાલો અનુસાર, ચીનના પૂર્વોત્તર વિસ્તારોમાં એક નવો બેક્ટેરિયલ ચેપ ત્રણ હજારથી વધુ લોકોમાં ફેલાયો છે. ચીનમાં સરકારી બાયોફાર્માસ્ટિકલ પ્લાન્ટમાં લિક થયા પછી બેક્ટેરિયા ફેલાય છે.

ચીનના લાંઝૂમાં અત્યારસુધીમાં 3 હજાર 245 લોકોમાં બ્રુસલોસિસ બેક્ટેરેમિયા હોવાનું જાણવા મળ્યું છે. આ રોગ એક વ્યક્તિથી બીજામાં ફેલાતો નથી, પરંતુ પ્રાણીઓ અથવા ચેપગ્રસ્ત પ્રાણીઓનું માંસ ખાવાથી ફેલાય છે. આ ઉપરાંત ચેપગ્રસ્ત પ્રાણીની ડેરી પેદાશ પણ વાયરસ ફેલાવે છે.

આ વાયરસથી કોઈના મોતની પુષ્ટિ થઈ નથી. આ વિસ્તારના ત્રણ હજારથી વધુ લોકોના ચેપને કારણે અત્યાર સુધીમાં 22 હજાર લોકોની તપાસ કરવામાં આવી છે. અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ સીડીસીના જણાવ્યા અનુસાર, આ ચેપથી કેટલાક નુકસાન થાય છે, જેની ભરપાઈ કરવી ખૂબ મુશ્કેલ છે. એમાનું એક જોખમ પુરુષોમાં નપુંસકતા ફેલાવવાનું છે. એવું કહેવાઈ રહ્યું છે કે, આ બેક્ટેરિયા પુરુષોને નપુંસક બનાવે છે. ગત વર્ષે ડિસેમ્બરમાં પણ આ વિસ્તારમાં આ બેક્ટેરિયમ ફેલાયું હતું. ત્યારબાદ તેની આસપાસના 200 જેટલા લોકો આ રોગની ઝપટેમા આવ્યાં હતા.

જે ફેક્ટરીમાંથી આ બેક્ટેરિયમ ફેલાય છે, ત્યાં બ્રુસેલાની વેક્સિન બને છે. જેને બનાવવા માટે, એક્સપાયર્ડ ડિસઈન્ફેક્ટેન્ટ એક ટેંક રાખવામાં આવ્યું હતું. બાદમાં આ રસીનો ઉપયોગ પ્રાણીઓ, ખાસ કરીને ઘેટાં પર કરવામાં આવ્યો છે. તે જ સમયગાળાની જંતુનાશક દવાને ટાંકીમાં રાખવામાં આવી હતી જ્યાં તે લિક થઈ હતી. જેના કારણે આ પ્રવાહી પદાર્થ ચારે બાજુ ફેલાઇ ગયો હતો. આ પ્રવાહીમાં બ્રુસેલોસિસના ફેલાતા બેક્ટેરિયા હતા. જે પણ તેના સંપર્કમાં આ લોકો આ રોગની સંક્રમિત થઈ રહ્યાં છે.

નોંધનીય છે કે, 13 જાન્યુઆરી 2020 ના રોજ, લાન્ઝો બાયોલોજિકલ ફાર્માસ્યુટિકલ ફેક્ટરીનું રસીકરણ લાઇસન્સ રદ કરાયું હતું. ફેક્ટરીમાં લોકોના જીવ જોખમમાં મૂકવાનો આરોપ મૂકાયો હતો અને આઠ લોકોને સજા પણ કરાઈ હતી.

આ બેક્ટેરિયમથી ફેલાતા રોગને માલ્ટા અથવા મેડિટેરિયન ફીવર પણ કહેવામાં આવે છે. આ બેક્ટેરિયાથી સંક્રમિત લોકો તાવ, સાંધાનો દુખાવો અને તીવ્ર માથાનો દુખાવો હોવાનું જણાવે છે. જો કે, તે તાવ નપુંસક લોકો તરીકે સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે.

પ્લાન્ટના માલિકે બેક્ટેરિયાના ફાટી નીકળવાની માફી માંગી છે. સરકારે તેમનું પરવાનો રદ કરી દીધો છે. હવે ઓક્ટોબરમાં પ્લાન્ટ દ્વારા તેનાથી ચેપ લાગતા તમામ લોકોને વળતર આપવામાં આવશે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021