વાળ કાપતા વાળંદને ધમકી આપતાં આ ટેણીયાનો વીડિયો થયો વાઈરલ… જૂઓ ગુસ્સામાં એટલો ક્યૂટ લાગે છે કે….

વાળ કાપતા વાળંદને ધમકી આપતાં આ ટેણીયાનો વીડિયો થયો વાઈરલ… જૂઓ ગુસ્સામાં એટલો ક્યૂટ લાગે છે કે….

સોશિયલ મીડિયા પર હાલ, એક નાનકડા બાળકનો વીડિયો ખૂબ વાઈરલ થઈ રહ્યો છે. જેની ક્યૂટનેસ અને ગુસ્સાને જોઈને લોકો તેના ફેન થઈ રહ્યાં છે. જી હા…આ વીડિયો નાનકડો અનુશ્રુત પોતાના વાળ કાપનારને ધમકી આપતો જોવા મળે છે. તે રડી રહ્યો છે સાથે-સાથે પોતાનો ગુસ્સો પણ વ્યક્ત કરી રહ્યો છે. જેને જોઈને લોકો તેના દિવાના થઈ રહ્યાં છે.

My baby Anushrut,
Every Parents is struggle pic.twitter.com/wN7B510ZwS

— Anup (@Anup20992699) November 22, 2020

Advertisement

વાળંદ જ્યારે આ ટેણીયાના વાળ કાપવા માંડે છે, ત્યારે તે રડવા લાગે છે અને જોરજોરથી ચીસો પાડ્યો – ‘અરે તમે શું કરો છો? શું તમે તમારા આખા વાળ કાપી નાખશો? વાળંદ તેને શાંત કરવા માટે તેનું નામ પૂછે છે, જેના પર તેણે કહ્યું હતું કે, ‘મારું નામ અનુશ્રુત છે અને તે અનુશ્રુતને વાળ નથી કપાવવા. તે પછી તે બૂમ પાડે છે અને કહે છે, “અરે તમે કેમ વધુ વાળ કાપો છો, આવું ના કરશો”

આ વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે, વાળ કાપવાથી દુઃખી થયેલા આ બાળકની આંખોમાં આસું આવી જાય છે. તે કહે છે, “હું તમને મારીશ” ‘મને ગુસ્સો આવે છે, હું તમારા બધા વાળ કાપી નાખીશ.’ આ સમય દરમિયાન, પિતા તેને વિચલિત કરવા માટે પરિવારના અન્ય સભ્યોના નામ પૂછે છે, અને બાળક રડતું બોલે છે.

Advertisement

Imageઉલ્લેખનીય છે કે, 22 નવેમ્બરના રોજ આ વીડિયો શેર કરવામાં આવ્યો હતો. ત્યારથી 8 લાખથી વધુ વખત જોવામાં આવી છે જ્યારે હજારો લોકોએ તેને રીટ્વીટ કર્યું છે અને આ વીડિયોને પસંદ કર્યો છે.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *