શુક્રવારે ધનના દેવી લક્ષ્મીને અર્પણ કરો આ 5 પ્રસાદ, મળશે સફળતા, વરસશે ધનવર્ષા

શુક્રવારે ધનના દેવી લક્ષ્મીને અર્પણ કરો આ 5 પ્રસાદ, મળશે સફળતા, વરસશે ધનવર્ષા

શુક્રવારની સાંજે માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. એવી માન્યતા છે તે શુક્રવારે વિધિવત પૂજનથી માતા લક્ષ્મી પ્રગટ થાય છે અને જાતકો પર ધન વર્ષા કરે છે. ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ કાયમ રહે તે માટે લોકો શુક્રવારના દિવસે માતા લક્ષ્મીની પૂજા-અર્ચના કરે છે. કહેવાય છે કે લક્ષ્મીજી પૂજા કરવાથી પૈસાની ઉણપ કયારે નથી રહેતી. ધર્મગ્રંથોમાં ધન સમૃદ્ધિના દેવી લક્ષ્મીજીને બતાવવામાં આવે છે. તેમને ભગવાન વિષ્ણુના પત્ની અને આદિશક્તિ પણ કહેવામાં આવે છે. ધનની દેવી માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે લોકો ઘણાં ઉપાય કરે છે. દરેક વ્યક્તિ પોતાની ક્ષમતા મુજબ માં લક્ષ્મીને પ્રસાદ અર્પણ કરે છે. આવો તમને જણાવી દઈએ એવા 5 પ્રસાદ વિશે જેમના વગર શુ્ક્રવારના દિવસ માતા લક્ષ્મીની પૂજા અધૂરી માનવામાં આવે છે.

શુક્રવારે માતા લક્ષ્મીને જરૂર ચઢાવો આ 5 પ્રસાદ

  • માતા લક્ષ્મીને પ્રિય ફળ હોવાના કારણે જ નારિયળને શ્રીફળ કહેવામાં આવે છે. દેવી લક્ષ્મીને નારિયળના લાડુ, કાચું નારિયણ અને જળ ભરેલુ નારિયળ અર્પણ કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે.
  • પતાસોનો સંબંધ ચંદ્રમાથી હોય છે અને ચંદ્રમાને દેવી લક્ષ્મીના ભાઈ માનવામાં આવે છે. આ જ કારણ છે કે પતાસા દેવી લક્ષ્મીને પ્રિય છે. શુક્રવારે માતા લક્ષ્મીને પતાસાનો ભોગ લગાવવામાં આવે છે.
  • સિંગોળા પણ માતા લક્ષ્મીને મનપસંદ ફળો માંથી એક છે. પાણીમાં ઉપજ થનારૂ આ ફળ દેવી લક્ષ્મીને ખૂબ પ્રિય છે. આ એક મૌસમી ફળ છે.
  • ધનના દેવી માતા લક્ષ્મીને પાન ખૂબ પસંદ છે. એટલા માટે દેવીને પાનનો ભોગ અવશ્ય લગાવો.
  • માતા લક્ષ્મીને પાણીમાં ઉગી રહેલા ફળ એટલે કે મખાના બહુ જ પ્રિય છે. તેનું કારણ છે કે આ પાણીમાં એક કઠોર આવરણમાં વધે છે અને એટલા માટે આ દરેક રીતે શુદ્ધ અને પવિત્ર હોય છે. લક્ષ્મીનીને મખાના અર્પણ કરવાથી અધિક પ્રગટ થાય છે તથા પોતાના ભક્તની બધી જ મનોકામના પૂર્ણ કરે છે.
  • આ ઉપરાંત પોતાની શ્રદ્ધાનુસાર, માતા લક્ષ્મીને ફળ, મીઠાઈ, ડ્રાય ફૂટ,નો પણ ભોગ લગાવી શકાય છે. આ પ્રસાદ તમે માતાને અર્પણ કરી જીવનમાં તમામ રીતની ખુશીઓ મેળવી શકો છો.
Advertisement

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *