આ છે તાજમહેલ કરતાં પણ જૂની અને ઐતિહાસિક પ્રેમની નિશાની, જેનું કોઈ રાજાએ નહીં, પણ રાણીએ કર્યુ હતું નિર્માણ….

આ છે તાજમહેલ કરતાં પણ જૂની અને ઐતિહાસિક પ્રેમની નિશાની, જેનું કોઈ રાજાએ નહીં, પણ રાણીએ કર્યુ હતું નિર્માણ….

દેશ-દુનિયામાં એવી ઘણી પ્રેમ કહાણી છે જેના વિશે જાણવાની લોકોમાં ભારે ઉત્સુકતા હોય છે. એમાં પણ જો કોઈ પ્રેમની નિશાનીની વાત કરવામાં આવે, તો સૌથી પહેલું નામ તાજમહેલનું આવે. કારણ કે, આ ઈમારતને સૌથી જૂની અને ઐતિહાસિક પ્રેમની નિશાની ગણવામાં આવે છે. પરંતુ આજે અમે તમને તાજમહેલ કરતાં પણ જૂની પ્રેમની નિશાની ગણાતા એક વિશેષ ઐતિહાસિક સ્થળની વાત કરવાના છે.

આ પ્રેમ કહાણીનો હીરો કોઈ રાજા નથી, પરંતુ રાણી છે. એટલે, કે આ સ્મારકનું નિર્માણ રાણીએ પોતાના રાજાની યાદમાં બનાવ્યું હતું. ઈતિહાસમાં આ સ્થળ લક્ષ્મણ મંદિર તરીકે ઓળખાતું હતું. જેને ઈ.સ 635-640માં રાજા હર્ષગુપ્તની યાદમાં તેમની પત્ની રાણી વાસટાદેવીએ બનાવ્યું હતું.

Advertisement

લક્ષ્મણ મંદિર….

આશરે 1100 વર્ષ પહેલા શૈવ નગરીની ઈંટોથી બનેલા આ સ્મારકની કહાણી આજે પણ ભારતીય ઈતિહાસમાં જગ્યા મેળવવા માટે લડી રહી છે. લક્ષ્મણ મંદિરની સુરક્ષા અને સંરક્ષણને લઈને કોઈ ખાસ પ્રયાસો ન કર્યા છતાં પણ માટીની ઈંટોથી બનેલી આ વિરાસત 1400 વર્ષ બાદ પણ શાનથી ઉભી છે.

આપણે સૌ જાણીએ છીએ છે કે, ભારતીય ઈતિહાસમાં તાજમહેલને એક પ્રેમ કહાણીના રૂપમાં ઓળખાય છે. જેને સૌથી જૂની અને ઐતિહાસિક પ્રેમની નિશાની ગણાય છે.  શાહજહાંએ બેગમ મુમતાઝ માટે બનાવ્યો હતો. પરંતુ હાલમાં જ છત્તીસગઢમાં યોજાયેલા એક સંમેલનમાં આ વાતના પુરાવા રજૂ કરાયા હતા કે, રાજ્યમાં થયેલા એક ખોદાકામમાં  નીકળેલા પુરાવા સાબિત કરે છે કે, આ મંદિર તાજમહેલ કરતાં પણ જૂનું છે. જે અંગે માહિતી છત્તીસગઢ સરકારે પોતાની વેબસાઈટ પર પણ આપી છે.

Advertisement

પવિત્ર મહાનદીના કિનારે આવેલું સિરાપુરા છત્તીસગઢની સંસ્કૃતિ, ઐતિહાસિક અને ધાર્મિક વારસો ધરાવતી અમૂલ્ય ધરા છે. પ્રાચીનકાળમાં આ સ્થળ સિરાપુરા નામથી ઓળખાતું હતું. સિરપુરમાં જ્યારે પુરતત્વ વિભાગે ખોદકામ કરવામાં આવ્યું, ત્યારે આ અદભુત ઈતિહાસનો ખજાનો સામે આવ્યો હતો. રાજાના મહેલથી લઈને શિવ મંદિરથી ક્યારેય પૂરી ન થનાર શ્રૃંખલા, બોદ્ધ વિહાર, જૈન વિહાર, સમાજના દરેક વર્ગના લોકો માટે બનાવેલું સુરુચિપૂર્ણ આવાસ અને એના જેવી અનેક સંપત્તિ જે આ સમૃદ્ધ ધરાના ગર્ભમાંથી બહાર આવી હતી.

સિરપુરમાં અત્યારસુધી 17 શિવમંદિર, 8 બોદ્ધ વિહાર, 3 જૈન વિહાર, એક રાજમહેલ, પુજારીઓના આવાસ અને વિસ્તૃત વ્યવસાય કેન્દ્રના અવશેષ મળ્યાં હતા. આ જ ક્રમમાં, ભારત દેશમાં રાણી અને રાજાના પ્રેમ કાહણી પણ દબાયેલી છે, જે તાજમહેલ કરતાં પણ જૂની અને ઐતિહાસિક છે.

Advertisement

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *