ભગવાન ગણેશના પ્રસિદ્ધ મંદિરોના દર્શન માત્રથી પૂરી થશે દરેક મનોકામના, વિઘ્નહતા હરશે બધા વિઘ્નો

ભગવાન ગણેશના પ્રસિદ્ધ મંદિરોના દર્શન માત્રથી પૂરી થશે દરેક મનોકામના, વિઘ્નહતા હરશે બધા વિઘ્નો

કોઈ પણ શુભ કાર્યનો શુભારંભ પહેલા ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે, વિઘ્નહર્તાનને પ્રથમ પુજનીય કહેવાય છે, એટલા માટે જે પણ શુભકાર્ય પહેલા દરેક લોકો વિધિવત્ત પૂજા-પાઠ કરે છે. બુધવાર એટલે કે ગણેશજીનો દિવસ માનવામાં આવે છે ગણશેજીને ઘણાં નામથી પણ બોલવામાં આવે છે. બુધવારના દિવસે ભગવાન ગણેશના મંદિર દર્શન કરવાથી પણ જીવનમાં આવતા અનેક વિઘ્ન દૂર થઈ જાય છે સાથે જ ભગવાન ગણેશ ભક્તોની દરેક મનોકામનો પણ પૂર્ણ કરે છે, તો આજે દેશભરમાં આવેલા ભગવાન ગજાનંદના પ્રસિદ્ધ મંદિરના દર્શનનો લાહ્લો લઈએ.

મુંબઈ સ્થિત શ્રી સિદ્ધિવિનાયક મંદિર
સિદ્ધિવિનાયક મંદિર ભગવાન ગણેશજીનું પ્રસિદ્ધ સ્થાન છે. કહેવામાં આવે છે કે ભગવાન ગણેશ અહીં સાક્ષાત દર્શન આપે છે. મુંબઈ સ્થિત શ્રી સિદ્ધિવિનાયક મંદિર દેશનું સૌથી પ્રસિદ્ધ મંદિરોમાંથી એક છે. અહીં દરરોજ ભક્તો દર્શન કરવા આવે છે.

ચિત્તૂરમાં સ્થિત કનિપકમ વિનાયક મંદિર
આંધ્ર પ્રદેશના ચિત્તૂરમાં અવસ્થિત કનિપકમ વિનાયક મંદિરની વિશેષતા એ છે કે અહીં કોઈ પણ ભક્ત ભગવાન ગણેશના દર્શન કરવા માટે જાય છે તો ત્યાંથી અવશ્ય કાંઈના કાંઈ લઈને આવે જ છે. વિઘ્નહર્તા તેમના બધાં પાપ હરી લે છે. આ મંદિરની મહત્વની વાત એ છે કે આ વિશાળ વિનાયક મંદિર નદીના વચ્ચો-વચ આવેલું છે. આસ્થા અને ચમત્કારની વધું કહાનીઓ સાથે જોડાયેલા આ વિનાયક મંદિરમાં ભક્તોને પોતાની ભૂલ સુધારવાનો અવસર પણ પ્રદાન થાય છે.

Advertisement

કેરળ સ્થિત મધુર મહાગણપતિ મંદિર
કેરળ સ્થિત મધુર મહાગણપતિ મંદિર ખૂબ પ્રાચીન મંદિર છે, આ મંદિરના સૌથી અગત્યની વાત એ છે કે આ પહેલા ભગવાન શિવનું મંદિર હતું, પરંતુ પછી અહીં ભગવાન ગણેશની પૂજા થવા લાગી. આ મંદિરમાં ભગવના દર્શન માટે દેશભરમાંથી આવી ગણેશજીના આશીર્વાદ મેળવે છે.

જયપુર સ્થિત મોતી ડૂંગરી મંદિર
જયપુરમાં ઘણાં દેવી-દેવતાઓના મંદિર છે એટલા માટે તેને નાનું કાશી પણ કહેવામાં આવે છે, પરંતુ આ અવસ્થિત મોતી ડૂંગરી ગણેશ મંદિર પોતાના રીતે એક અનોખું મંદિર છે. અહીં પણ ભક્તો દૂર-દૂરથી વિઘ્નહર્તાના દર્શન માટે આવે છે. આ મંદિર જયપુરના લોકો પ્રતિ ખૂબ આસ્થાનું કેન્દ્ર છે.

Advertisement

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *